અમદાવાદમાં વૃદ્ધો અસુરક્ષિત, ઘાટલોડિયા બાદ સાબરમતીમાં વૃદ્ધની હત્યાથી ચકચાર

મૃતક દેવેન્દ્ર રાવતને ગઈકાલે એક યુવકનો ફોન આવ્યો હતો. જેણે બોનસ આવ્યું હોવાથી સોનાની ચેઇન ખરીદવાનું દેવેન્દ્ર ભાઈને જણાવી સાબરમતી અચેર વિસ્તારમાં ઠાકોર વાસ બોલાવ્યા હતા. જેથી દેવેન્દ્ર ભાઈ ત્યાં જવા નિકલ્યા અને પહેલા તેમના જુના મકાને ગયા.

અમદાવાદમાં વૃદ્ધો અસુરક્ષિત, ઘાટલોડિયા બાદ સાબરમતીમાં વૃદ્ધની હત્યાથી ચકચાર
Another murder of an old man in Ahmedabad

ઘાટલોડિયા બાદ હવે સાબરમતીમાં સીનીયર સિટીઝનની હત્યા. હત્યા થતા ફરી એક વાર પોલીસની સુરક્ષાના દાવા પોકળ સાબિત થયા. એક વૃદ્ધ કોઈ યુવકને મદદ કરવા જુના ઘરે આવ્યા અને થઈ હત્યા. સોનાની ચેઇન , મોબાઈલ અને વાહન ન મળતા લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી.મૂળ ત્રાગડ ખાતે રહેતા વૃદ્ધ દેવેન્દ્ર રાવત પત્ની સાથે રહેતા હતા. તેઓ સહારા કંપનીમાંથી નોકરી કરી હાલ નિવૃત જીવન ગુજારતા હતા. મંગળવારે મોડી રાત્રે તેઓ તેમના જુના ઘર સાબરમતી ઠાકોરવાસમાં ગયા હતા. એક યુવકનો ફોન આવતા તેઓ ત્યાં ગયા હતા. જોકે બાદમાં તેઓનો કોઈ સંપર્ક ન થતા તેઓની પત્ની ગીતાબેનએ તપાસ કરી. તપાસ કરી તો જુના ઘરમાંથી લાશ મળી આવી. પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ કરી. વૃદ્ધ દેવેન્દ્ર ભાઈ રાવતના ગળામાં છરી જેવા હથિયારના ઘા ના નિશાન મળી આવ્યા. સાથે જ ગળામાં પહેરેલી સોનાની ચેઇન, મોબાઈલ ફોન અને તેમનું વાહન પણ ગાયબ હતું.

મૃતક દેવેન્દ્ર રાવતને ગઈકાલે એક યુવકનો ફોન આવ્યો હતો. જેણે બોનસ આવ્યું હોવાથી સોનાની ચેઇન ખરીદવાનું દેવેન્દ્ર ભાઈને જણાવી સાબરમતી અચેર વિસ્તારમાં ઠાકોર વાસ બોલાવ્યા હતા. જેથી દેવેન્દ્ર ભાઈ ત્યાં જવા નિકલ્યા અને પહેલા તેમના જુના મકાને ગયા. જ્યાં તેમની હત્યા થઈ. હત્યા કરવા પાછળ લૂંટનો ઈરાદો હોવાનું લાગી રહ્યું છે. જે વ્યક્તિ ફોન કરનાર હતો તે કોણ છે તે જાણી શકાયું નથી. કારણકે દેવેન્દ્ર ભાઈનો ફોન પણ ગાયબ છે. જે ફોન કરનાર વ્યક્તિ હતો તેની પર પોલીસની પ્રબળ શંકા જોવા મળી છે. ત્યારે હકીકત શુ છે તે જાણવા પોલીસ કામે લાગી છે. પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે દેવેન્દ્ર ભાઈ અને તેમના પત્ની ઠાકોરવાસ બહુ ઓછા રહેવા આવતા હતા..હાલ ઘરનું રીનોવેશન કામ ચાલતું હોવાથી આવતા જતા હતા. સ્થાનિકો લોકો કહેવું છે કે કોઈ જાણભેદુ હત્યા કરી હોઈ શકે છે કારણકે કોઈ દિવસ ચોરીનો બનાવ હજી સુધી નથી બન્યો.

એક તરફ પોલીસના સુરક્ષાના દાવા, બીજી તરફ સિનીયર સીટીઝન માટે શી ટીમ રેકર્ડ રાખી તેઓની કાળજી રાખી રહી હોવાની વાતો. પોલીસની આ વાતો ક્યાંક કાગળ પર રહી હોવાનું લાગી રહ્યું છે. પોલીસ માત્ર પોતાની વાહવાહી બતાવવા જ આ પ્રોજેકટ ઉભા કરી કામ કરતી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હવે આગામી દિવસોમાં વૃદ્ધની હત્યા કોણે કરી અને કયા કારણોસર આ હત્યા કરાઈ તે મામલે શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati