Surat Police Silver Scotch Award : જિલ્લા પોલીસની આત્મહત્યાના કેસને રોકવા ઉત્કૃષ્ટ કામગીરી, સ્કોચ સંસ્થા દ્વારા કરાયું સન્માન

Surat Police Silver Scotch Award : સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા વૃદ્ધો માટે અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વયોવૃદ્ધ લોકોના પ્રશ્નો હલ થાય તે માટે પોલીસ દ્વારા 'પોલીસ તમારે દ્વાર' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

Surat Police Silver Scotch Award : જિલ્લા પોલીસની આત્મહત્યાના કેસને રોકવા ઉત્કૃષ્ટ કામગીરી, સ્કોચ સંસ્થા દ્વારા કરાયું સન્માન
Surat Police Receives Police and Safety Silver Scotch Award
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Nov 17, 2021 | 6:30 PM

Surat Police Silver Scotch Award : સુરત શહેર અને જિલ્લામાં આત્મહત્યા કેસોમાં ખુબ વધારો થઈ રહ્યો હતો. મનથી હારેલા લોકો આત્મહત્યાનું ડગલું ન અજવવામે તે માટે એન્ટી સ્યુસાઈડ હેલ્પલાઈન સુરત જિલ્લા પોલીસના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક, તથા પોલીસ ઈન્સેકટર કક્ષાના અધિકારીઓના મોબાઈલ નંબર આપી હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. સમગ્ર સુરત જિલ્લામાં 100 થી વધુ બેનર્સો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, તથા જાહેર બ્રિજના છેવાડે લગાવવામાં આવ્યા છે. આ હેલ્પલાઈન દ્વારા અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના જીવન બચાવવા પોલીસને સફળતા મળી છે. તેમજ જે લોકો જીવનથી નાસી પાસ થઈ ગયા હોય ત્યારે તેઓ બેનર્સ પર લગાવેલ હેલ્પલાઈન નંબર પર ફોન કરી મદદ માંગે છે.

ત્યારે પોલીસ અધિકારીઓ આવા લોકોનો સામેથી સંપર્ક કરી તેઓની પાસે જઈ જીવવનું મહત્વ સમજાવી જીવન ટુંકાવતા તેઓને અટકાવી બચાવી પણ લે છે. જીવન બચાવો હેલ્પલાઈન નંબરમાં શહેરના નામાંકિત ચિકિત્સકો તથા ટ્રેનર્સો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મનોચિકિત્સકો દ્વારા જીવનની હારી ગયેલા લોકોને જીવન કેટલું અમુલ્ય છે તેના વિશેની સમજણ આપી તેઓના જીવનને ફરી ધબકતું બનાવવામાં ખુબ જ મદદરૂપ થાય છે. ત્યારે દિલ્લી ખાતે સ્કોચ સંસ્થા દ્વારા એક 76મી સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લા પોલીસને સ્કોચ સંસ્થા દ્વારા પોલીસની સરાહનીય કામગીરી બદલ સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અભિયાનમાં રેન્જ આઈજી રાજકુમાર પાડયન અને સુરત જિલ્લા એસ.પી. ઉષા રાડાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું.

આ સિવાય સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા વૃદ્ધો માટે અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વયોવૃદ્ધ લોકોના પ્રશ્નો હલ થાય તે માટે પોલીસ દ્વારા ‘પોલીસ તમારે દ્વાર’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા પોલીસ વડાથી લઈને કોન્સ્ટેબલ સુધીના તમામ કર્મચારીઓ નિશ્ચિત તારીખ અને સમયે તેમના વિસ્તારમાં વૃદ્ધોની મદદ કરવા જવાનું અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત વૃદ્ધોની જરૂરીયાત મુજબ અનાજ, દવા સહિતની વસ્તુઓ પુરી પાડવામાં આવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘પોલીસ આપને દ્વાર’ કાર્યક્રમ અંતર્ગત 3 હજાર જેટલા વૃદ્ધોનું લિસ્ટ બનાવીને મદદ કરવાનું આયોજન છે. દર મહિને વૃદ્ધોને મળ્યા બાદ તેમના પ્રશ્નો અને તેના સમાધાન માટે શું કરી શકાય તેનું પણ મોનિટરીંગ કરવામાં આવશે. વળી દર મહિને કોઈ ફિક્સ તારીખ ન રાખીને કોઈ પણ તારીખ અને ચોક્સ સમયે તમામ વૃદ્ધોને ત્યાં એક સાથે જવામાં આવશે. જેથી વૃદ્ધોને પડતી સાચી મુશ્કેલીઓ જાણીને તેનું સમાધાન કરવાનો પ્રયાસ કરવામાં આવશે.દિલ્લી ખાતે સ્કોચ સંસ્થા દ્વારા સુરત જિલ્લા પોલીસની કાગીરીની બિદરાવી સિલ્વર મેડલ આપતા સુરત જિલ્લા પોલીસ માટે ખુબ જ ગર્વની બાબત છે.શહેરના લોકો છેલ્લો ઉપાય આત્મહત્યાને ન માની આત્મવિશ્વાસ સાથે જીવન જીવે તેવા સુરત શહેર પોલીસ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">