Indian Railway: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનથી દોડતી 7 સમર સ્પેશ્યલ ટ્રેનોના ફેરા ઓગસ્ટ સુધી લંબાવાયા
અમદાવાદ-તિરુચિરાપલ્લી સહિતની 7 ટ્રેનોને સમાન સંરચના, સમય, સ્ટોપેજ અને રૂટ સાથે વિશેષ ભાડા પર અમદાવાદ ડિવિઝનથી દોડતી 7 સમર સ્પેશ્યલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે.
Ahmedabad : પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 09419/09420 અમદાવાદ -તિરુચિરાપલ્લી સહિતની 7 ટ્રેનોને સમાન સંરચના, સમય, સ્ટોપેજ અને રૂટ સાથે વિશેષ ભાડા પર અમદાવાદ (Ahmedabad ) ડિવિઝનમાંથી દોડતી 7 સમર સ્પેશ્યલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે. જે ટ્રેનમાં હવે ફર્સ્ટ એસી કોચ પણ હશે.
આ 7 સમર સ્પેશ્યલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા
- ટ્રેન નંબર 09419 અમદાવાદ-તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશ્યલ જે અગાઉ 29 જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તેને હવે 31ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09420 તિરુચિરાપલ્લી-અમદાવાદ સાપ્તાહિક સ્પેશ્યલ જે અગાઉ 2 જુલાઈ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 3 સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે. અમદાવાદ-તિરુચિરાપલ્લી-અમદાવાદ સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનમાં 06 જુલાઈ 2023થી અમદાવાદ અને 09 જુલાઈ 2023થી તિરુચિરાપલ્લીથી 2 કોચ એસી 3 ટાયર કોચ અને એક ફર્સ્ટ એસી કોચ વધારાના ઉમેરવામાં આવશે.
- ટ્રેન નંબર 09417 અમદાવાદ-પટના સાપ્તાહિક સ્પેશ્યલ જે અગાઉ 26 જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 28 ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09418 પટના-અમદાવાદ સાપ્તાહિક સ્પેશ્યલ જે અગાઉ 28 જૂન 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 29 ઓગસ્ટ 2023 સુધી લંબાવવામાં આવી છે.
- ટ્રેન નંબર 09421 અમદાવાદ-દરભંગા સ્પેશ્યલ જે અગાઉ 26 જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તેને હવે 28 ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09422 દરભંગા-અમદાવાદ સ્પેશ્યલ જે અગાઉ 28 જૂન 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 30 ઓગસ્ટ 2023 સુધી લંબાવવામાં આવી છે.
- ટ્રેન નંબર 09413 અમદાવાદ-સમસ્તીપુર સ્પેશ્યલ ટ્રેન જે અગાઉ 27 જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 29 ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09414 સમસ્તીપુર-અમદાવાદ સ્પેશ્યલ જે અગાઉ 29 જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તેને હવે 31 ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવી છે.
- ટ્રેન નંબર 09575 રાજકોટ-મહબૂબનગર સ્પેશ્યલ જે અગાઉ 26 જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તેને હવે 28 ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09576 મહબૂબનગર-રાજકોટ સ્પેશ્યલ જે અગાઉ 27 જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 29 ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવી છે.
- ટ્રેન નંબર 09525 ઓખા-નાહરલાગુન સ્પેશ્યલ જે અગાઉ 27 જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તેને હવે 29 ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવી છે ટ્રેન નંબર 09526 નાહરલાગુન-ઓખા સ્પેશ્યલ જે અગાઉ 1 જુલાઈ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 2 સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે.
- ટ્રેન નંબર 09523 ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા સાપ્તાહિક સ્પેશ્યલ જે અગાઉ 27 જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 29 ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09524 દિલ્હી સરાઈ રોહિલા-ઓખા સાપ્તાહિક સ્પેશ્યલ જે અગાઉ 28 જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 30 ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવી છે.
અમદાવાદ મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ટ્રેન નંબર 09419, 09417, 09421, 09413, 09575, 09525 અને 09523 વિસ્તૃત ફેરાનું બુકીંગ 25 જૂન, 2023થી તમામ પીઆરએસ કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરોને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવા અપીલ કરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો