AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદ શહેરના 19 વિસ્તારને કરાયા એલર્ટ, વાસણા બેરેજના 27 દરવાજા ખોલાતા નદીમાં જળસ્તર વધ્યુ, જુઓ Video

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચોમાસાએ જમાવટ કરી છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા મોટાભાગની નદીઓના જળસ્તર વધ્યા છે. જેમાં અમદાવાદની જીવાદોરી ગણાતી સાબરમતી નદી પણ આજે છલકાઈ ઉઠી છે. ભારે વરસાદના કારણે નદીનું જળસ્તર ખતરનાક રીતે વધ્યું છે,

Breaking News : અમદાવાદ શહેરના 19 વિસ્તારને કરાયા એલર્ટ, વાસણા બેરેજના 27 દરવાજા ખોલાતા નદીમાં જળસ્તર વધ્યુ, જુઓ Video
Ronak Varma
| Edited By: | Updated on: Aug 26, 2025 | 9:21 AM
Share

અમદાવાદ, 26 ઑગસ્ટ 2025  : ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચોમાસાએ જમાવટ કરી છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા મોટાભાગની નદીઓના જળસ્તર વધ્યા છે. જેમાં અમદાવાદની જીવાદોરી ગણાતી સાબરમતી નદી પણ આજે છલકાઈ ઉઠી છે. ભારે વરસાદના કારણે નદીનું જળસ્તર ખતરનાક રીતે વધ્યું છે, અને નજીકના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

અમદાવાદમાં વરસાદના પગલે વાસણા બેરેજના 27 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે સાબરમતી નદીમાં પાણીનું સ્તર ઝડપથી વધતું જઈ રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરના 19 જેટલા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

સંત સરોવરમાંથી 96,234 ક્યુસેક પાણી છૂટતાં, નદીના કાંઠા વિસ્તારના રહેવાસીઓને અને અધિકારીઓને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. સબંધિત વિભાગો સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

એલર્ટ ધરાવતા મુખ્ય વિસ્તારો:

  • પાલડી

  • જૂના વાડજ

  • નવા વાડજ

  • એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તાર

  • જમાલપુર

  • રાયખડ

  • કોચરબ

  • સુભાષ બ્રિજ વિસ્તાર

  • પીરાણા

  • પીપળજ

  • ગોપાલપુર

  • શાહવાડી

  • કામા હોટલ વિસ્તાર

  • સાબરમતી પાવર હાઉસ

  • સરખેજ

  • દૂધેશ્વર

  • માધુપુરા

  • શાહપુર

સુભાષ બ્રિજથી વ્હાઇટ સિગ્નલ એલર્ટ પણ અપાયું છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે આગલા કલાકોમાં પાણીનો પ્રવાહ વધુ વધી શકે છે. સરખેજના બાકરોલ ગામ સહિત આસપાસના ગામડાઓમાં પાણીના સ્તરમાં સતત વધારો નોંધાયો છે, જેના કારણે કેટલાંક ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. શહેરના નગરસેવકો, પોલીસ અને તંત્ર સક્રિય થયુ છે, અને તમામ જવાબદાર અધિકારીઓને સ્ટેન્ડ બાય પર રહેવા સૂચના અપાઈ છે. જાહેર જનતાને નદીના કાંઠાવર જવા નહિ જવાની વિનંતી પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

બીજી તરફ સાબરમતી નદીમાં પાણી આવ્યા બાદ હવે પૂર્વ અને પશ્ચિમ વોક વે પર કીચડ જોવા મળી રહ્યો છે. સવારથી જ વનસ્પતિ અને કીચડ દૂર કરવા સફાઈ શરૂ કરાઈ છે. ગઈકાલે એકાએક પાણીની આવક થતા વોક વે પર પાણી ભરાયા હતા. જેમાં બુલેટ ટ્રેન બ્રિજ બનાવવાનો પાળો પણ ધોવાયો. પાણીના ધસમસતા પ્રવાહને કારણે પાળો જળપ્રવાહમાં વહી ગયો. જેથી બુલેટ ટ્રેન બ્રિજની કામગીરી અટવાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">