અમદાવાદ: ગંદકી બાબતે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટની કાર્યવાહી, ઈસ્કોન ગાંઠીયાને 50 હજાર અને ઓનેસ્ટ રેસ્ટોરન્ટને 5 હજાર રૂપિયાનો દંડ

અમદાવાદ મ્યુનિસીપલ કમિશ્નર દ્વારા અમદાવાદને સ્વચ્છ બનાવવા માટે કડક દંડની જોગવાઈ કરી છે. રુપિયા 5 હજારથી લઈને 5 લાખ રૂપિયા સુધીની દંડની રકમ રાખવામાં આવી છે, આ કરવા પાછળનું કારણ એ છે કે સ્વચ્છતાની લીસ્ટમાં અમદાવાદ પહેલુ આવવુ જોઈએ. શહેરીજનો આ નિયમ અને દંડને યોગ્ય પણ માને છે અને સાથે જ એવુ પણ માને છે […]

અમદાવાદ: ગંદકી બાબતે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટની કાર્યવાહી, ઈસ્કોન ગાંઠીયાને 50 હજાર અને ઓનેસ્ટ રેસ્ટોરન્ટને 5 હજાર રૂપિયાનો દંડ
Follow Us:
| Updated on: Jan 15, 2020 | 9:30 AM

અમદાવાદ મ્યુનિસીપલ કમિશ્નર દ્વારા અમદાવાદને સ્વચ્છ બનાવવા માટે કડક દંડની જોગવાઈ કરી છે. રુપિયા 5 હજારથી લઈને 5 લાખ રૂપિયા સુધીની દંડની રકમ રાખવામાં આવી છે, આ કરવા પાછળનું કારણ એ છે કે સ્વચ્છતાની લીસ્ટમાં અમદાવાદ પહેલુ આવવુ જોઈએ. શહેરીજનો આ નિયમ અને દંડને યોગ્ય પણ માને છે અને સાથે જ એવુ પણ માને છે કે સ્વચ્છતા જાળવવાની જવાબદારી કોર્પોરેશનની પણ એટલી જ છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે અમદાવાદમાં પતંગના વેપારીઓ પણ જાહેરમાં કચરો કરવા બદલ દંડાયા છે. ગંદકી બાબતે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટે કાર્યવાહી કરી છે. શહેરમાં 3 એકમને સીલ કરવામાં આવ્યા છે. જાહેરમાં ગંદકી કરતાં ઘોડાસરના ઈસ્કોન ગાંઠિયાને રૂપિયા 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે મણિનગરની ઓનેસ્ટ રેસ્ટોરન્ટને ગંદકી કરવા બદલ રૂપિયા 5 હજારનો દંડ કરવામાં આવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સ્વચ્છ શહેર અમદવાદ શહેર લખીને શહેર સ્વચ્છ થઈ જતુ નથી, એના માટે દરેક શહેરીજન અને સફાઈ વિભાગની પણ એટલી જ જવાબદારી છે. દંડની કાર્યવાહીથી લોકોમાં આ વાતનો ડર જરૂરથી રહેશે. શહેરની સ્વચ્છતા રહેશે તો રોગચાળો પણ નહીં ફેલાય અને શહેર રેન્કિંગમાં પણ નંબર વન થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">