AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : કુમકુમ મંદિર દ્વારા શ્રાવણ માસમાં ભગવાનની રજત તુલા કરવામાં આવી

શ્રાવણ વદ ત્રીજના રોજ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની 100 વર્ષીય મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ રજત ચાંદીથી તુલા કરી હતી.

Ahmedabad : કુમકુમ મંદિર દ્વારા શ્રાવણ માસમાં ભગવાનની રજત તુલા કરવામાં આવી
Ahmedabad: The silver of God was weighed in Shravan Mass by Kumkum temple
Jignesh Patel
| Edited By: | Updated on: Aug 25, 2021 | 1:36 PM
Share

Ahmedabad :  શ્રાવણ વદ ત્રીજના રોજ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની 100 વર્ષીય મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ રજત ચાંદીથી તુલા કરી હતી.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ માસની અંદર ભગવાન ની નવધા ભક્તિનું કરવાનું ખૂબ જ મહત્વ છે. તેથી શ્રાવણ માસની અંદર ભગવાનનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. શાસ્ત્રોનું પઠન કરવામાં આવે છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી કુમકુમ મંદિર દ્વારા શ્રી જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની 15 પારાયણ કરવામાં આવી હતી અને રજત તુલા,રસતુલા ( ફળફલાદી),શર્કરા તુલા, આભૂષણ તુલા,ધન તુલા, ઘૃતમ તુલા વિવિધ તુલાઓ પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે કુમકુમ મંદિર ના સર્વે સંતો અને દેશ-વિદેશમાં વસતા સર્વે સત્સંગીઓએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી હતી કે, કુમકુમ મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને સ્વસ્થ દીર્ઘાયુ અર્પે.

શ્રાવણ માસ દરમ્યાન શ્રી પ્રેમવત્સલદાસજીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે,પરમ પવિત્ર શ્રાવણ માસમાં નિત્ય મંદિરે દર્શન કરવા જવું જોઈએ. આ મનુષ્ય શરીર જ બંધન અને મોક્ષનું કારણ છે.જેમ બારણું ખોલવા અને બંધ કરવાની ચાવી એક જ હોય, પણ ચાવી કઈ બાજુ ફેરવો છો તેના આધારે બારણું ખૂલે અને બંધ થાય.તેમ આ મનુષ્ય શરીરથી જો ભગવાન ભજીએ તો મોક્ષ થઇ થકે છે.

જીવનમાં વર્ષો ભરવા કરતા વર્ષોમાં જીવન ભરવું જોઈએ. તેથી આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરીને મોક્ષ સુધારી લેવો જોઈએ.એ વાત સારમાં સાર છે.

આ પણ વાંચો : Chikungunya vaccine : હવે ચિકનગુનિયાથી મળશે મુક્તિ, ભારત બાયોટેકે શરૂ કર્યુ રસીનું પરિક્ષણ

આ પણ વાંચો : Shri Ramcharitmanas : તમામ મનોકામના પૂર્ણ કરશે રામ ચરિત માનસની આ ચોપાઈ, તેનો પાઠ કરવાથી મળશે અનેક લાભ

જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
g clip-path="url(#clip0_868_265)">