અમદાવાદ : રીક્ષાના મુસાફરી ભાડામાં પણ વધારો, હવે આટલું થશે મિનિમમ ભાડું
મિનિમમ ભાડા બાદના દર એક કિલોમીટર દીઠ દરમાં પણ 3 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. જો કે રિક્ષા ચાલક યુનિયને 20 રૂપિયા મિનિમમ ભાડાની માગણી કરી હતી. આ ઉપરાંત રિક્ષાના વેઈટિંગમાં હવે 1 મિનિટ વિલંબ થશે તો 1 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે.
રાજ્યમાં નવા વર્ષથી રિક્ષામાં મુસાફરી કરતા લોકોએ મિનિમમ ભાડામાં 3 રૂપિયા વધારે ચુકવવા તૈયાર રહેવું પડશે. રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદીએ અમદાવાદ રિક્ષા ચાલક યુનિયન વેલ્ફેર યુનિયનની રજૂઆત સાંભળી. જે બાદ 5 નવેમ્બરથી 1200 મીટરનું ભાડુ પહેલા ઓછામાં ઓછું 15 રૂપિયા હતું. તે હવેથી 18 રૂપિયા વસુલાશે. તો મિનિમમ ભાડા બાદના દર એક કિલોમીટર દીઠ દરમાં પણ 3 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. જો કે રિક્ષા ચાલક યુનિયને 20 રૂપિયા મિનિમમ ભાડાની માગણી કરી હતી. આ ઉપરાંત રિક્ષાના વેઈટિંગમાં હવે 1 મિનિટ વિલંબ થશે તો 1 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે. પહેલા વેઈટિંગમાં 5 મિનિટનો વિલંબ થાય તો એક રૂપિયો લેવાતો હતો. ગેસના ભાવમાં વધારો થતા રિક્ષા ચાલકો લાંબા સમયથી ભાડા વધારવાની માગણી કરી રહ્યાં હતા. રાજ્ય સરકારે રિક્ષા ભાડામાં કરેલા વધારાના નિર્ણયને રિક્ષા ચાલકોએ પણ આવકાર્યો હતો.
નોંધનીય છેેકે પેટ્રોલ અને ડિઝલના ભાવવધારાને પગલે દરેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો નોંધાયો છે. ત્યારે દેખીતી રીતે જ રિક્ષાના મુસાફરી ભાડામાં વધારો થયો છે. જેને પગલે હવે અમદાવાદના શહેરીજનોના ખિસ્સા થોડા હળવા થશે. અને, મિનિમમ ભાડા વધારાને કારણે રિક્ષાચાલકોની છેલ્લા ઘણા સમયથી માગ પૂર્ણ થશે. પરંતુ, દિવાળી ટાણે જ ભાવ વધારો મુસાફરો માટે મુશ્કેલીરૂપ ચોક્કસ બનશે.
આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ આ રીતે કરશે નવા વર્ષની ઉજવણી, આવો છે સમગ્ર કાર્યક્રમ
આ પણ વાંચો : અમદાવાદ : દિવાળીને લઈને બજારમાં ખરીદીનો માહોલ, બજારમાં માનવ મહેરામણ ઉમટયું
