AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ : દિવાળીને લઈને બજારમાં ખરીદીનો માહોલ, બજારમાં માનવ મહેરામણ ઉમટયું

અમદાવાદ : દિવાળીને લઈને બજારમાં ખરીદીનો માહોલ, બજારમાં માનવ મહેરામણ ઉમટયું

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 5:25 PM
Share

અમદાવાદની હરહંમેશ ચહલપહલ રહેતી રતનપોળમાં દિવાળીની ધૂમ ખરીદીનો માહોલ જામ્યો છે. છેલ્લા દિવસોમાં લોકોએ દિવાળીની ખરીદી કરી છે. રતનપોળમાં લોકો કપડાથી લઈને અલગ અલગ ચીજવસ્તુઓની ખરીદી કરતા હોય છે.દિવાળીના તહેવારમાં પાછલા વર્ષની સરખામણીએ વેપારીઓ પણ ખુશ છે.

દિવાળીના તહેવારને લઇને અમદાવાદ શહેરની વિવિધ બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. હાલ બાપુનગરમાં ફટાકડા બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. બાપુનગરની ભીડભંજન બજારમાં માનવ મહેરામણ ઉમટયું છે. દિવાળીના એક દિવસ પહેલા જાણે કે લોકો ખરીદી પૂર્ણ કરવા માગતા હોય તેવો માહોલ સર્જાયો છે. લોકો ફટાકડાં સહિતની દિવાળીની વસ્તુઓ ખરીદવા ઉમટી પડયા છે. ખાસ કરીને લોકો મિઠાઇ, કપડા અને શૂઝ ખરીદવા ઉમટી પડયા છે.

તો અમદાવાદની હરહંમેશ ચહલપહલ રહેતી રતનપોળમાં દિવાળીની ધૂમ ખરીદીનો માહોલ જામ્યો છે. છેલ્લા દિવસોમાં લોકોએ દિવાળીની ખરીદી કરી છે. રતનપોળમાં લોકો કપડાથી લઈને અલગ અલગ ચીજવસ્તુઓની ખરીદી કરતા હોય છે.દિવાળીના તહેવારમાં પાછલા વર્ષની સરખામણીએ વેપારીઓ પણ ખુશ છે.

નોંધનીય છેકે છેલ્લા બે વરસથી કોરોના મહામારીને કારણે દિવાળીની ઉજવણી ફિક્કી રહી હતી. ત્યારે આ વરસે લોકો દિવાળીને લઇને ઉત્સાહભેર ઉજવણી કરતા નજરે પડી રહ્યાં છે. લોકો આ નિમિતે કોઇપણ ચુક ન રહી જાય તેનું વિશેષ ધ્યાન રાખી રહ્યાં છે. પરંતુ અહી કહેવું રહ્યું કે લોકો દિવાળીની ઉજવણીના ઉન્માદમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન પણ કરી રહ્યાં છે. જે કોરોનાની ત્રીજી લહેરના આગમનની તૈયારીઓ સમાન લાગી રહી છે.

 

આ પણ વાંચો : T20 World Cup 2021: અફઘાનિસ્તાન સામે મેચ પહેલા રવિન્દ્ર જાડેજાએ બેટ ચલાવ્યુ દે ધના.. ધન.., જાડેજાએ ચલાવ્યા છગ્ગા, જુઓ Video

આ પણ વાંચો :  સદગુરુએ દિવાળી પર ફટાકડાને યોગ્ય ઠેરવ્યા, કહ્યું પ્રદૂષણ અંગે ચિંતા કરવાનો અર્થ એ નથી કે બાળકોને ફટાકડા ફોડતા અટકાવો

g clip-path="url(#clip0_868_265)">