Ahmedabad Plane Crash : શું છે આ થ્રસ્ટ, જે બન્યુ અમદાવાદમાં પ્લેન ક્રેશનું કારણ ? જાણો થ્રસ્ટ માટે કયા કારણો બને છે જવાબદાર
અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનના ક્રેશનું કારણ સામે આવ્યું છે. તેનું કારણ થ્રસ્ટ છે. એટલે કે, વિમાનમાં હવામાં ઉડવાની શક્તિ નહોતી. અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ઉડાન ભર્યાની થોડીક સેકન્ડમાં જ, પાયલોટ સુમિત સભરવાલે ATC ને 'મેડે'નો ઈમરજન્સી સંદેશ મોકલ્યો. 650 ફૂટની ઊંચાઈથી, સભરવાલે નિયમ મુજબ ત્રણ વખત મેડે, મેડે, મેડે કહ્યું. થ્રસ્ટ ન હોવાનુ કારણે વિમાન ઉપર જઈ શકતુ નથી તેવુ જણાવ્યુ.

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનના ક્રેશનું કારણ સામે આવ્યું છે. તેનું કારણ થ્રસ્ટ છે. એટલે કે, વિમાનમાં હવામાં ઉડવાની શક્તિ નહોતી. અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ઉડાન ભર્યાની થોડીક સેકન્ડમાં જ, પાયલોટ સુમિત સભરવાલે ATC ને ‘મેડે’નો ઈમરજન્સી સંદેશ મોકલ્યો. 650 ફૂટની ઊંચાઈથી, સભરવાલે નિયમ મુજબ ત્રણ વખત મેડે, મેડે, મેડે કહ્યું. થ્રસ્ટ ન હોવાનુ કારણે વિમાન ઉપર જઈ શકતુ નથી તેવુ જણાવ્યુ. અમદાવાદ ATC એ તરત જ પાયલોટ સભરવાલનો સંપર્ક કર્યો. પરંતુ સભરવાલ તરફથી કોઈ જવાબ મળ્યો નહીં.
…અને વિમાન ક્રેશ થયું
અમદાવાદમાં લંડન જઇ રહેલુ વિમાન ટેકઓફ થયાના 40 સેકન્ડમાં જ ક્રેશ થઈ ગયું હતું, પરંતુ પાયલોટ સભરવાલે એર ટ્રાફિક કંટ્રોલને જે કોલ કર્યો હતો અને એર ટ્રાફિક કંટ્રોલ સાથે તાત્કાલિક સંપર્ક કર્યો હતો, તે બધું ફક્ત 15 સેકન્ડમાં જ થયું હશે. સભરવાલ પાસે ફરીથી જવાબ આપવાનો સમય નહોતો કારણ કે ત્યાં સુધીમાં વિમાન ક્રેશ થઈ ગયું હતું.
થ્રસ્ટ શું છે?
હવે પાઇલટ સભરવાલનો ઇમરજન્સી કોલ દર્શાવે છે કે વિમાનમાં થ્રસ્ટના અભાવે અકસ્માત થયો હતો. થ્રસ્ટ એ વિમાનના એન્જિન દ્વારા ઉત્પન્ન થતી શક્તિ છે. થ્રસ્ટ વિમાનને હવામાં ઉડવાની શક્તિ આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો, થ્રસ્ટ વિમાન માટે એ જ રીતે કાર્ય કરે છે જે રીતે બાઇકને એક્સિલરેટર આપવામાં આવે છે. એટલે કે, થ્રસ્ટ વિના, વિમાન ઉડી શકતું નથી.
થ્રસ્ટમાં સમસ્યાનું કારણ શું ?
હવે, થ્રસ્ટમાં સમસ્યાનું કારણ શું છે? પહેલું કારણ એન્જિનમાં ખામી હોઈ શકે છે. જો ટર્બાઇન બ્લેડ તૂટી જાય અથવા બળતણ પુરવઠામાં કોઈ અવરોધ આવે, તો થ્રસ્ટ ઘટી શકે છે. ફ્યુઅલ પ્રોબ્લેમ જેવી કે નબળી ગુણવત્તાવાળું ફ્યુઅલ અથવા બળતણ પુરવઠા પાઇપમાં ખામી થ્રસ્ટને અસર કરે છે.
નિયંત્રણ સિસ્ટમ નિષ્ફળતા આધુનિક વિમાન ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ પર આધાર રાખે છે. જો થ્રસ્ટ કંટ્રોલ સિસ્ટમ અથવા સેન્સર ફેઇલ જાય, તો એન્જિન થ્રસ્ટ પ્રદાન કરી શકતું નથી. ખરાબ હવામાન, જેમ કે વધુ ઊંચાઈ અથવા અતિશય તાપમાન પર ઓછું હવાનું દબાણ, પણ થ્રસ્ટને અસર કરી શકે છે.
મહત્વનું છે કે અમદાવાદમાં 12 જુન 2025ના રોજ લંડન જતુ વિમાન ટેક ઓફના થોડી જ સેકન્ડ ક્રેશ થઇ ગયુ હતુ. અત્યાર સુધીમાં 275 લોકોના પ્લેન ક્રેશમાં મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ ફ્લાઇટમાં ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણીનું પણ મૃત્યુ થયુ છે.