AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Plane Crash Tragedy: AAIBએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામા સામે મૃતકોના પરિજનોએ રિપોર્ટ સાર્વજનિક કરવાની કરી માગ

અમદાવાદ પ્લેન ક્રેશમાં AAIB દ્વારા સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ ગુપ્ત રાખવાના સોગંદનામા સામે મૃતકોના પરિવારોએ વિરોધ કર્યો છે. તેઓ સંપૂર્ણ માહિતી સાર્વજનિક કરવાની માગ કરી છે.  મૃતકોના પરિજનો ઘટના સ્થળે સ્મારક બનાવવાની પણ માગ કરી રહ્યા છે. 

Ahmedabad Plane Crash Tragedy: AAIBએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામા સામે મૃતકોના પરિજનોએ રિપોર્ટ સાર્વજનિક કરવાની કરી માગ
| Updated on: Jul 19, 2026 | 8:36 PM
Share

અમદાવાદમાં ઍર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થવા મામલે AAIB એ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામા અંગે મૃતકોના પરિજનોએ સવાલ ઉઠાવ્યા છે. તેમનુ કહેવુ છે કે જો ડેટા જાહેર નથી કરવો તો શરૂઆતમાં ‘કોકપિટ’નો ઓડિયો કેમ જાહેર કર્યો હતો. હાલ પીડિત પરિવારોએ સમગ્ર માહિતી જાહેર કરવા માગ કરી છે. દુર્ઘટના સ્થળ પર સ્મારક બનાવવા પરિજનોએ માગ કરી છે. ટાટા અને કેન્દ્ર સરકારને પરિજનાએ અપીલ કરી છે.

ઉલ્લેખનિય છે કે AIBએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામા જણાવ્યું હતું કે નિષ્પક્ષ તપાસ કરવા માટે આ માહિતી ગુપ્ત રાખવી જરૂરી છે. એટલે વિમાન દુર્ઘટનાના પુરાવાઓને જાહેર કરી શકાય નહીં, કોકપીટ વોઇસ રેકોર્ડિંગ સહિત સંવેદનશીલ માહિતી જાહેર કરી શકાય નહીં તેવુ AAIBએ સોગંદનામું રજૂ કર્યું હતું. જેની સામે પીડિત પરિવારોએ હવે સવાલો ઉઠાવ્યા છે.

અમદાવાદે જોયેલો એ દિવસ હતો 12 જૂન 2025. એ જ દિવસે અમદાવાદ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પરથી ઍર ઈન્ડિયાની AI171 ફ્લાઈટે લંડન માટે ઉડાન ભરી હતી. બપોરના 1.38 કલાકે પ્લેને ઉડાન ભરી અને માત્ર 32 સેકન્ડમાં પ્લેન ક્રેશ થયુ અને મેઘાણીનગર સ્થિત આવેલી બી.જે મેડિકલ હોસ્ટેલના બિલ્ડીંગ સાથે અથડાયુ અને ક્રેશ થઈ ગયુ. આશરે 200 મીટરની ઉંચાઈએ થી આ પ્લેન ક્રેશ થયુ હતુ. એ સમયે પ્લેનમાં 12 ક્રુ મેમ્બર સહિત કૂલ 242 મુસાફરો સવાર હતા. માત્ર એક મુસાફરને બાદ કરતા તમામ 241 મુસાફરો આગમાં ભડથુ થઈ ગયા હતા. આ 241 મૃતકોમાંથી એકપણ વ્યક્તિનો આખો મૃતદેહ બચ્યો ન હતો. માત્ર અવશેષો હાથમાં આવ્યા હતા.

પ્લેન ક્રેશમાં 260 મૃતકો પૈકી માત્ર 6 ની જ ચહેરાથી ઓળખ થઈ શકી

પ્લેન ક્રેશની એ દુર્ઘટનામાં કૂલ 260 લોકોએ જીવ ગુમાવ્યા. જેમા 242 લોકો પ્લેનમાં સવાર હતા. જેમા વિશ્વાસ કુમાર રમેશ નામના દીવના એકમાત્ર વ્યક્તિ જીવિત બચ્યા હતા. જે હજુ આ આઘાતમાંથી બહાર નથી આવી શક્યા. પ્લેનમાં સવાર મુસાફરોમાં 181 ભારતીયો, 52 બ્રિટીશ નાગરિકો, 7 પોર્ટુગિઝ અને 1 કેનેડિયન નાગરિકો હતા. મૃતકોમાં 19 લોકો નોન પેસેન્જર્સ હતા. જેમાં બીજે મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ, આસપાસ કામ કરતા કર્મચારીઓ અને દુકાનદારોનો સમાવેશ થાય છે. આ મૃતકોમાં સૌથી વધુ નાગરિકો અમદાવાદના હતા અને 29 લોકો આણંદના હતા. અન્ય ગુજરાતના જુદા જુદા જિલ્લાના તેમજ દેશના અલગ અલગ રાજ્યના હતા. પ્લેન ક્રેશની આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે લોકો બહુ બદ્દતર રીતે સળગી ગયા હતા. વિમાન દુર્ઘટનામાં 260 પૈકી 254 લોકોની DNA ટેસ્ટથી અને માત્ર 6 લોકોની ચહેરાથી ઓળખ થઈ શકી હતી. આ દુર્ઘટના થયા બાદ 17 દિવસ સુધી મૃતકોના DNA મેચ કરવાની પ્રક્રિયા ચાલી હતી.

અમરનાથ યાત્રા શરૂ થયાના પાંચ જ દિવસમાં બાબા બર્ફાની કેમ થયા અંતર્ધાન, પ્રકૃતિએ આપેલો સંકેત આપણે ક્યારે સમજશુ?

Follow Us
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
g clip-path="url(#clip0_868_265)">