AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રનો મોટો નિર્ણય, 18 હજાર ભારતીયોને અમેરિકાથી કરાશે દેશનિકાલ

ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકામાં રહેતા 18,000 ગેરકાયદેસર ભારતીયોને દેશનિકાલ કરવાની તૈયારીમાં છે. અહેવાલો મુજબ, આ કાર્યવાહીમાં અટકાયત, ડિટેન્શન સેન્ટરમાં રાખવા અને પછી ભારત પરત મોકલવાનો સમાવેશ થાય છે.

Breaking News : જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રનો મોટો નિર્ણય, 18 હજાર ભારતીયોને અમેરિકાથી કરાશે દેશનિકાલ
| Updated on: Jul 19, 2026 | 8:13 PM
Share

અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયો સામે ટ્રમ્પ વહીવટીતંત્ર વધુ કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. અહેવાલો અનુસાર, અમેરિકામાં રહેતા આશરે 18,000 ગેરકાયદેસર ભારતીય નાગરિકોને ભારત પરત મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી હેઠળ અટકાયત, ડિટેન્શન સેન્ટરમાં રાખવા અને ત્યારબાદ દેશનિકાલ કરવાની યોજના તૈયાર કરવામાં આવી હોવાનું કહેવાય છે.

ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે આક્રમક અભિયાન ચલાવી રહ્યા છે. અગાઉ પણ વર્ષ 2025 દરમિયાન અમેરિકાએ હજારો ભારતીયોને દેશનિકાલ કર્યા હતા. તે સમયે કેટલાક દેશનિકાલ કરાયેલા ભારતીયોને હાથકડી અને બેડીઓ પહેરાવીને લશ્કરી વિમાન મારફતે ભારત મોકલવામાં આવ્યા હતા, જેના ફોટા જાહેર થતાં ભારે ચર્ચા અને વિરોધ જોવા મળ્યો હતો.

દેશનિકાલ માટે લશ્કરી વિમાનનો ઉપયોગ થઈ શકે

અહેવાલો મુજબ, આ વખતે પણ દેશનિકાલની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે અમેરિકન વહીવટીતંત્ર લશ્કરી વિમાનનો ઉપયોગ કરી શકે છે. ખાસ કરીને ન્યૂ યોર્ક, ટેક્સાસ, કેલિફોર્નિયા અને ન્યૂ જર્સી જેવા રાજ્યોમાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયો સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

ICE (Immigration and Customs Enforcement)ના અધિકારીઓ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. યોગ્ય દસ્તાવેજો વગર રહેતા લોકોની અટકાયત કરીને તેમને સીધા ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવી રહ્યા હોવાનું જણાવવામાં આવે છે.

નવા ડિટેન્શન સેન્ટરો તૈયાર

દેશનિકાલ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને ટ્રમ્પ વહીવટીતંત્રે એલ પાસો અને કેલિફોર્નિયામાં આવેલા કેટલાક મોટા વેરહાઉસને ડિટેન્શન સેન્ટરમાં ફેરવ્યા હોવાનું કહેવાય છે. આ સુવિધાઓ માટે અંદાજે ₹16,500 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ કેન્દ્રો હવે ICEના સંચાલનમાં છે અને અહીં હજારો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

કાનૂની પ્રક્રિયાને લઈને ઉઠ્યા સવાલ

ન્યૂ યોર્કના ઇમિગ્રેશન વકીલ ગ્રેગ સિસ્કિન્ડના જણાવ્યા અનુસાર, અગાઉ દસ્તાવેજો વગર રહેતા લોકોને પોતાનો પક્ષ રજૂ કરવાની, અપીલ કરવાની અથવા કાનૂની મદદ મેળવવાની તક મળતી હતી. જોકે હવે ઘણા કેસોમાં દરોડા બાદ લોકોને સીધા ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવી રહ્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે અમેરિકાની ફેડરલ વ્યવસ્થામાં દરેક રાજ્યના કાયદા અલગ હોઈ શકે છે, પરંતુ ICE સમગ્ર દેશમાં કાર્યવાહી કરી રહ્યું છે.

2025માં હજારો ભારતીયોને કરાયા હતા દેશનિકાલ

ભારત સરકાર દ્વારા જૂન 2026માં આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ 2025 દરમિયાન અમેરિકાએ 3,567 ભારતીય નાગરિકોને દેશનિકાલ કર્યા હતા. જ્યારે જૂન 2026 સુધીમાં વધુ 1,076 ભારતીયોને ભારત પરત મોકલવામાં આવ્યા હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.

નોંધનીય છે કે 5 ફેબ્રુઆરી, 2025ના રોજ અમેરિકાએ પ્રથમ વખત 104 ભારતીયોને લશ્કરી વિમાન મારફતે અમૃતસર મોકલ્યા હતા. તે સમયે ઘણા લોકોના હાથમાં હાથકડી અને પગમાં બેડીઓ જોવા મળતાં આ મુદ્દે ભારતમાં ભારે રાજકીય અને જાહેર ચર્ચા શરૂ થઈ હતી. વિરોધ પક્ષોએ પણ આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી.

US-ઈરાન યુદ્ધમાં હવે પાણી બન્યું નિશાન, શું 5 ગલ્ફ દેશો તરસ્યા રહેશે?

Follow Us
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
g clip-path="url(#clip0_868_265)">