Ahmedabad : PCIમાં ભ્રષ્ટાચાર મામલે 3 ડોક્ટર સહિત કુલ 6 લોકોની ધરપકડ, રુપિયા 55 લાખ માગવાના કેસમાં કરાઈ ધરપકડ
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં ભ્રષ્ટાચારના મામલામાં તપાસના ધમધમાટ વચ્ચે CBIએ 6 વ્યક્તિની ધરપકડ કરી છે. 3 ડૉક્ટર સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. CBIએ અમદાવાદમાં સ્થિત મોન્ટુ પટેલના બંગલા પર દરોડા પાડ્યા હતા.

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં ભ્રષ્ટાચારના મામલામાં તપાસના ધમધમાટ વચ્ચે CBIએ 6 વ્યક્તિની ધરપકડ કરી છે. 3 ડૉક્ટર સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગઇકાલે અમદાવાદમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે તપાસ હાથ ધરવાના સમાચાર સામે આવ્યા હતા. CBIએ અમદાવાદમાં સ્થિત મોન્ટુ પટેલના બંગલા પર દરોડા પાડ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કોલેજોને માન્યતા આપવાના મુદ્દે લાંચ લેવાના આરોપ લગાવ્યો છે.
ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખે લગાવ્યા ગંભીર આરોપ
તપાસ વચ્ચે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ રજનીકાંત ભારતીયએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમણે રાજ્ય સરકાર મોન્ટુ પટેલને છાવરતી હોવાનો આક્ષેપ કર્યો છે.તેમણે કહ્યુ કે મોટા માથાઓના સહયોગ વિના કૌભાંડ શક્ય જ નથી.મોન્ટુ પટેલ ગુજરાત ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ હતા ત્યારે પણ ફરિયાદો ઊઠી હતી. અન્ય રાજ્યોમાંથી આવતી ડિગ્રીના રજિસ્ટ્રેશન માટે રૂપિયા લેવાતા હતા. ફરિયાદો છતાં ગુજરાત સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. ચૂંટણીમાં હાર્યા બાદ પણ મોન્ટુ પટેલનું વર્ચસ્વ અકબંધ રાખવા પ્રયાસો કર્યા છે.
4 હજાર કરોડથી પણ વધુનું કૌભાંડ થયાનો આક્ષેપ
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એટલે કે PCIના અધ્યક્ષ મોન્ટુ પટેલ દ્વારા 4 હજાર કરોડથી પણ વધુનું કૌભાંડ આચરાયાના આક્ષેપો ઊઠ્યા છે. ત્યારે CBIએ હાથ ધરેલી તપાસમાં હાલ 6 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. ફરિયાદની વાત કરીએ તો ગાંધીનગરના કલોલમાં આવેલ સ્વામિનારાયણ ઈન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીઝ એન્ડ રિસર્ચના “સ્વામી ભક્તવત્સલદાસ”નું નામ ફરિયાદમાં આરોપી તરીકે 35માં નંબરે છે. તો છત્તીસગઢ શ્રીરાવતપુરા સરકાર ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીઝ અને રિસર્ચના હોદ્દેદારોના નામ પણ ફરિયાદમાં સામેલ છે.
તો બીજી તરફ ફાર્મસી હિત રક્ષક સમિતિના પ્રમુખ અને ફરિયાદી રાજેશ પટેલનો આરોપ છે કે જે કોલેજોમાં કોઈ સગવડ ન હોય લેબ ન હોય લાઈબ્રેરી કે પ્રિન્સિપાલ પણ ન હોય તેવી કોલેજોને રૂપિયા લઈને મોન્ટુ પટેલે પરવાનગી આપી. તો વર્ષ 2025માં કોલેજોને પરવાનગી આપવામાં જાણી જોઈને એટલે વિલંબ કરાયો કે જેથી તે નાણાં મેળવી શકે. રૂપિયા મોન્ટુ પટેલના એજન્ટો દ્વારા ઉઘરાવાતા હોવાનો અને તે આંગડિયા મારફતે મોન્ટુ પટેલ સુધી પહોંચતા હોવાનો પણ આક્ષેપ છે.
કોલેજોને માન્યતા આપવા માટે માગી હતી લાંચ
ઉલ્લેખનીય છે કે મોન્ટુ પટેલ ભાજપના યુવા મોરચા સાથે સંકળાયેલ છે. કોલેજોને માન્યતા આપવાના મુદ્દે લાંચ લીધાની મોન્ટુ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. માળખા વગરની 23 કોલેજોને મંજૂરી આપ્યાના આક્ષેપો ઉઠ્યા છે. સમગ્ર મામલે તપાસનો ધમધમાટ બોલાવતા CBIએ અમદાવાદ સ્થિત મોન્ટુ પટેલના બંગલે દરોડા પાડ્યા હતા. તો સાથે જ દિલ્હીમાં PCI ઓફિસ અને મોન્ટુ પટેલના નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરાઈ હતી.
દિલ્હીમાં મોન્ટુના નિવાસસ્થાને પણ તપાસ
દિલ્હીમાં PCI ઓફિસ અને મોન્ટુ પટેલના નિવાસ્થાને તપાસ હાથ ધરી છે. કમ્પ્યુટર, ફાઈલ્સ સહિતની સામગ્રી જપ્ત કરાઈ છે. માળખા વગરની 23 કોલેજોને મંજૂરી આપી હતી. 4 હજાર કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ લગાવ્યો છે. કોલેજ દીઠ 20થી 25 લાખ રુપિયા લેવાતા હોવાનો આરોપ લગાવ્યો છે. ખોટી રીતે અધ્યક્ષ પદ મેળવ્યાનો આરોપ લગાવ્યો છે. જો કે મળતી માહિતી અનુસાર મોન્ટુ પટેલ હાલ ફરાર થયો છે.