Ahmedabad : હોલમાર્કના અમલીકરણના વિરોધમાં દેશભરના જ્વેલર્સની આજે હડતાળ

અમદાવાદના જ્વેલર્સ એસોસિએશને સરકારની નવી હોલમાર્કિંગ પ્રક્રિયાનો વિરોધ કર્યો છે. અને HUIDને એક ‘વિનાશક પ્રક્રિયા’ ગણાવી છે. તેમજ ટાસ્ક ફોર્સનો ઉદ્દેશ દેશભરમાં ફરજિયાત હોલમાર્કિંગનો સરળ અમલ સુનિશ્ચિત કરવાનો છે.

Ahmedabad : હોલમાર્કના અમલીકરણના વિરોધમાં દેશભરના જ્વેલર્સની આજે હડતાળ
Ahmedabad: Jewelers across the country go on strike today in protest of Hallmark's implementation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 7:18 AM

Ahmedabad : સોનાની જ્વેલરીના હોલમાર્કિંગ યુનિક ID ફરજીયાત કરવા સામે વેપારી આલમમાં રોષ ફેલાયો છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા જ્વેલરીના હોલમાર્કિંગ યુનિક આઈડીના અમલીકરણના વિરોધમાં દેશના જ્વેલર્સ આજે ટોકન હડતાળ પર જશે. આજની હડતાળમાં અમદાવાદના નાના-મોટા 10 હજાર જ્વેલર્સ જોડાશે.

અમદાવાદના જ્વેલર્સ એસોસિએશને સરકારની નવી હોલમાર્કિંગ પ્રક્રિયાનો વિરોધ કર્યો છે. અને HUIDને એક ‘વિનાશક પ્રક્રિયા’ ગણાવી છે. તેમજ ટાસ્ક ફોર્સનો ઉદ્દેશ દેશભરમાં ફરજિયાત હોલમાર્કિંગનો સરળ અમલ સુનિશ્ચિત કરવાનો છે. પરંતુ બીઆઇએસએ જેમ અને જ્વેલરી ઉદ્યોગ સાથે મહેસૂલ વિભાગની બાબતોને જટિલ અને અવ્યવહારુ બનાવવાનો વેપારીઓને આરોપ છે.

આપને જણાવી દઇએ કે દેશભરમાં 15મી જૂનથી 14, 18 અને 22 કેરેટના સોનાના ઘરેણા પર BIS હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે. એટલે કે હવે જ્વેલર્સ હોલમાર્કિંગ વગરની સોનાની જ્વેલરી નહીં વેચી શકે. કેન્દ્ર સરકારની નવી વ્યવસ્થાથી ગ્રાહકોના હિતની રક્ષા થશે. અને સોનાની ખરીદીમાં ગ્રાહકો સાથે થતી છેતરપિંડીથી અટકાવી શકાશે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
મોંઘી દાટ કેરી ખરીદ્યા પછી તેની છાલને ફેંકવાની જરૂર નથી, આ રીતે કરી શકો છો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

દેશમાં પ્રથમ તબક્કામાં જ્યાં હોલમાર્કિંગની વ્યવસ્થા છે તેવા 256 જિલ્લામાં નવો કાયદો અમલી કરાયો છે. વાણિજ્ય અને ઉપભોક્તા પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે સપ્ટેમ્બર 2021 સુધીના જૂના સ્ટોક પર પેનલ્ટી નહીં લાગે તથા જૂનો સ્ટોક જપ્ત નહીં કરાય. સાથે જ જ્વેલર્સે એક વખત રજીસ્ટ્રેશન કરાવવું પડશે, અને રિન્યુની માથાકૂટ નહીં રહે.

હવે મળશે 100 ટચ સોનુ દેશમાં ગોલ્ડ જવેલરીનું હોલમાર્કિંગ કરાયું ફરજીયાત સોનાના હોલમાર્કિંગ નવી વ્યવસ્થા 15 જૂનથી લાગુ જ્વેલર્સ માત્ર હોલમાર્કવાળી જ્વેલરી જ વેચી શકશે નવા દાગીના હોલમાર્ક વગર વેચી-ખરીદી નહીં શકાય હોલમાર્કિંગના નિયમથી ગ્રાહકોને થશે ફાયદો સોનાની ખરીદીમાં ગ્રાહકો છેતરપિંડીથી બચી શકશે પહેલા તબક્કામાં 256 જિલ્લામાં હોલમાર્કિંગ ફરજિયાત હોલમાર્કિંગ સેન્ટર છે ત્યાં ફરજિયાત હોલમાર્કિંગ લાગુ તમામ જ્વેલર્સે માત્ર એક જ વખત રજીસ્ટ્રેશન કરાવવું પડશે એક વખત રજીસ્ટ્રેશન બાદ રિન્યુ કરાવવાની માથાકૂટ નહીં ઘડિયાળ-પેનને ફરજિયાત BIS હોલમાર્કિંગમાંથી મુક્તિ

જૂની જ્વેલરીનું શું ? ગ્રાહક પાસેના હોલમાર્ક વગરના જૂના ઘરેણા ચાલશેઃ વાણિજ્ય પ્રધાન સપ્ટેમ્બર 2021 સુધીના જૂના સ્ટોક પર પેનલ્ટી નહીંઃ વાણિજ્ય પ્રધાન “સપ્ટેમ્બર સુધીનો હોલમાર્ક વિનાનો જૂનો સ્ટોક જપ્ત નહીં કરાય” “જ્વેલર્સ સપ્ટેમ્બર 21 સુધીનો જૂનો સ્ટોક કાઢી શકે છે” “જ્વેલર્સે નવી જ્વેલરી હોલમાર્ક સાથે જ વેચવી પડશે” “લોકો પાસેની હોલમાર્કિંગ વિનાની જૂની જ્વેલરી પર દંડ નહીં”

શું છે હોલમાર્કિંગના ફાયદા ? હોલમાર્કના નવા કાયદાથી ગ્રાહકોનું હિત સુરક્ષિત થશે હોલમાર્કિંગની નવી વ્યવસ્થા ગ્રાહકો માટે લાભદાયી હોલમાર્કવાળી જ્વેલરીના વેચાણ પર ડિપ્રિસિએશન કોસ્ટ નહીં કપાય વેચાણ સમયે ગ્રાહકોને સોનાની પૂરેપૂરી કિંમત મળશે હોલમાર્કવાળા સોનાની ખરીદીથી ગુણવત્તાની મળશે ગેરંટી દેશભરમાં નકલી સોનાના વેચાણ પર રોક લાગશે નવી વ્યવસ્થાથી ગ્રાહકોને નહીં રહે છેતરપિંડીનો ડર

ગ્રાહકોએ શું ધ્યાન રાખવું ? ગ્રાહકોએ હોલમાર્ક જોયા પછી જ સોનુ ખરીદવું જોઇએ હોલમાર્કના પગલે ગ્રાહકો છેતરપિંડીથી બચી શકે છે હોલમાર્ક સર્ટિફિકેશનનો અર્થ કે સોનુ અસલી છે સર્ટિફિકેટ બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા અપાય છે

Latest News Updates

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">