અમદાવાદ :હોસ્પિટલના ઉદ્ધાટન કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ગેરહાજર રહેતાં નવા તર્કવિતર્ક શરૂ, પરંતુ હકીકત છે કંઇક અલગ
નાયબ મુખ્યપ્રધાનની સરકારી કાર્યક્રમમાં ગેરહાજરીથી રાજકીય વર્તુળોમાં ફેલાયા તર્કવિતર્ક, નીતિન પટેલ અયોધ્યા હોવાથી રહ્યા ગેરહાજર. અમદાવાદના સીંગરવા ગામે 50 પથારીની અદ્યતન સરકારી હોસ્પિટલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. મહત્વનું છે કે, આમંત્રણ પત્રિકામાં નામ હોવા છતાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉદ્ઘાટન સમારોહમાં ગેરહાજર રહ્યા છે. નીતિન પટેલની ગેરહાજરીથી લોકો સહિત કાર્યકરોમાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે. નાયબ મુખ્યપ્રધાન […]
નાયબ મુખ્યપ્રધાનની સરકારી કાર્યક્રમમાં ગેરહાજરીથી રાજકીય વર્તુળોમાં ફેલાયા તર્કવિતર્ક, નીતિન પટેલ અયોધ્યા હોવાથી રહ્યા ગેરહાજર. અમદાવાદના સીંગરવા ગામે 50 પથારીની અદ્યતન સરકારી હોસ્પિટલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું.
મહત્વનું છે કે, આમંત્રણ પત્રિકામાં નામ હોવા છતાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉદ્ઘાટન સમારોહમાં ગેરહાજર રહ્યા છે. નીતિન પટેલની ગેરહાજરીથી લોકો સહિત કાર્યકરોમાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉદ્ધાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવાના હતા. પરંતુ કયા કારણોસર તેઓ ગેરહાજર રહ્યાં તે એક લોકચર્ચાનો વિષય બન્યો છે.
સરકારી હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં નાયમ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ગૃહમંત્રી હાજર રહેવાના હતા. પરંતુ નીતિન પટેલની સુચક ગેરહાજરીના કારણે ગૃહમંત્રીએ નવી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. જેથી લોકોને સ્વાસ્થ્ય સુવિધા મળી શકે. પરંતુ નીતિન પટેલની ગેરહાજરી ભાજપના કેટલાય નેતાઓના મનમાં સવાલો ઉભા કર્યા હશે, તે વાત ચોક્કસ છે. પરંતુ નીતિન પટેલ છેલ્લા બે દિવસથી પોતાના નિર્ધારીત કાર્યક્રમમાં અયોધ્યા હોવાથી લોકાર્પણમાં હાજર ન રહી શક્યા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 with=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]