AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad શહેરમાં આકાર પામશે 65,000 વૃક્ષો સાથેનું સૌથી મોટું વન, ગ્રીન કવર વધારવા મનપાની કવાયત

અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે આ સમગ્ર દેશનું સૌથી મોટું વન હશે. તેમજ સીએમ રૂપાણીના હસ્તે 08 ઓગસ્ટના રોજ વૃક્ષારોપણ કરવામાં આવશે. જેની બાદ ક્રમશ અન્ય વૃક્ષો રોપવામાં આવશે.

Ahmedabad શહેરમાં આકાર પામશે 65,000 વૃક્ષો સાથેનું સૌથી મોટું વન, ગ્રીન કવર વધારવા મનપાની કવાયત
Ahmedabad city to have largest forest with 65,000 trees ( File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 4:59 PM
Share

અમદાવાદ(Ahmedabad)શહેરમાં સતત વધી રહેલા કોંક્રીટના જંગલો વચ્ચે કોર્પોરેશને હવે શહેરમાં ગ્રીન કવર(Green Cover) વધારવા કવાયત હાથ ધરી છે. જેમાં વર્ષે 2020 -21 માં મહાનગરપાલિકા 13 લાખથી પણ વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક મૂક્યો છે. તેવા સમયે મહાનગર પાલિકા દ્વારા શહેરના નવા પશ્ચિમ ઝોનના ગોતા- ઓગણજ વિસ્તારમાં 65,000 વૃક્ષો વાવીને એક વન ઉભું કરશે.

આ અંગે જણાવતા અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે આ સમગ્ર દેશનું સૌથી મોટું વન હશે. તેમજ સીએમ રૂપાણીના હસ્તે 08 ઓગસ્ટના રોજ વૃક્ષારોપણ કરવામાં આવશે. જેની બાદ ક્રમશ અન્ય વૃક્ષો રોપવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે 08 ઓગસ્ટના રોજ વૃક્ષારોપણ કરવામાં આવનારું વન 36343 સ્કવેર મીટરમાં પથરાયેલું છે. જેમાં 65000 વૃક્ષો ઉછેરવામાં આવશે. જેમાં 15000 વૃક્ષો એક જ દિવસમાં વાવવામાં આવશે. જયારે બાકીના વૃક્ષો એક મહિનામાં ઉગાડવામાં આવશે. આ વનમાં ચંદન, સિંદુર, સિરિસ, રક્તચંદન જેવા 77 પ્રકારના અલગ અલગ વૃક્ષો વાવવામાં આવશે.

આ ઉપરાંત તેમાં વોક વે પણ બનાવવામાં આવશે. તેમજ બાળકો માટે રમતગમત અને કસરતના સાધનો ઉપરાંત સિનિયર સિટિઝન માટે વનકુટિર પણ બનાવવામાં આવશે. જ્યારે અમદાવાદ શહેરમાં થીમ આધારિત આ બીજી મોટું વન હશે.

અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આવેલા પ્લોટ તેમજ રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં વૃક્ષો વાવી ગ્રીન કવર વધારવા સોલા-ઓગણજ રોડ પર આવેલી જગ્યામાં જાપાનની મિયાવાકી પધ્ધતિથી 65000 જેટલા વૃક્ષો વાવી અને મીની જંગલ ઉભું કરવામાં આવશે.

ઉલ્લેખનીય કે  અમદાવાદ કોર્પોરેશનના કમિશ્નર મુકેશ કુમારે વિશ્વ પર્યાવરણના દિવસે ટ્વિટ કરીને કહ્યું હતું કે વર્ષ 2021માં શહેરના ગ્રીન કરવામાં વધારો કરવાનો ધ્યેય છે. હાલ શહેરમાં 283 ગાર્ડન છે તેમજ બીજા 18 બગીચા વિકસાવવાની યોજના છે. જ્યારે શહેરમાં 42 અર્બન ફોરેસ્ટ છે અને તે વર્ષ 2021-22 માં 10 વધારાનો લક્ષ્યાંક છે. કોર્પોરેશને ગત વર્ષ 10. 13 લાખ વૃક્ષો ઉગાડ્યા હતા. તેમજ આ વર્ષે 2021-22 માં 13. 40 લાખ વૃક્ષો ઉગાડવાનો ટાર્ગેટ છે.

આ ઉપરાંત હાલ શહેરના 42 અર્બન ફોરેસ્ટ છે જેના પ્લોટની સાઇઝ 3000 થી 11,000 સ્ક્વેર મીટરની છે.

આ પણ વાંચો : કોરોના વેક્સિન જોન્સન એન્ડ જોન્સનને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી

આ પણ વાંચો :  ગુજરાત સતત તમામ ક્ષેત્રના વિકાસમાં અગ્રેસર, જન જનની સુખાકારી અમારો ધ્યેય : સીએમ રૂપાણી

g clip-path="url(#clip0_868_265)">