કોરોના વેક્સિન જોન્સન એન્ડ જોન્સનને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી

કોરોના વેક્સિન જોન્સન એન્ડ જોન્સનની સિંગલ ડોઝ રસીને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.આ સાથે જ દેશમાં પાંચ કોરોના વેક્સિન ઉપલબ્ધ થઈ છે.

કોરોના વેક્સિન જોન્સન એન્ડ જોન્સનને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી
Covid vaccination for kids may start only by this month says govt official about Corona Vaccine for children update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 3:07 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ(Union Health Minister) ટ્વિટ કરીને જણાવ્યું હતુ કે,કોરોના વેક્સિન જોહ્નસન એન્ડ જોન્સનની સિંગલ ડોઝ રસીને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.

ભારતમાં COVID-19ની પાંચમી રસીને ઈમરજન્સી ઉપયોગ (Emergency Use)માટે મંજુરી આપવામાં આવી છે. યુએસ ફાર્મા જાયન્ટે ભારત સરકારને તેની સિંગલ ડોઝ કોવિડ -19 વેક્સિન માટે મંજુરી માંગી હતી.ઉલ્લેખનીય છે કે, અરજી કરી હોવાના એક દિવસ કરતાં પણ ઓછો સમયમાં આ મંજુરી આપવામાં આવી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Masukh Mandviya)જણાવ્યું હતું કે, “ભારતમાં જોહ્ન્સન એન્ડ જોહન્સનની ( johnson and johnson) સિંગલ ડોઝ COVID-19 રસીને ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.વધુમાં જણાવ્યું હતું કે,ભારતમાં પાંચ કોરોના વેક્સિન ઉપલબ્ધ થઈ છે,જેથી કોવિડ -19 સામેની લડાઈમાં વધારે વેગ મળશે.”

આ પણ વાંચો: Maharashtra: બાંદ્રા મહારાષ્ટ્રનો પ્રથમ કોવિડ -19 મુક્ત જિલ્લો બન્યો, અંતિમ કોરોના દર્દીને હોસ્પિટલમાંથી અપાઈ રજા

આ પણ વાંચો: કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે અમદાવાદ જિલ્લામાં 1700 બાળકો જોખમી, સર્વેમાં બહાર આવી વિગતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">