ગુજરાત સતત તમામ ક્ષેત્રના વિકાસમાં અગ્રેસર, જન જનની સુખાકારી અમારો ધ્યેય : સીએમ રૂપાણી

સીએમ રૂપાણીએ કહ્યું કે ગુજરાત સતત તમામ ક્ષેત્રમાં વિકાસમાં અગ્રેસર છે તેમજ જન જનની સુખાકારી અમારો ધ્યેય તેમજ સત્તા એ સેવાનું સાધન છે.

ગુજરાત સતત તમામ ક્ષેત્રના વિકાસમાં અગ્રેસર, જન જનની સુખાકારી અમારો ધ્યેય : સીએમ રૂપાણી
gujarat continues to lead in development of all sectors well being of the people is our goal said cm rupani

ગુજરાત(Gujarat) માં સીએમ રૂપાણી(CM Rupani) ના નેતૃત્વમાં સરકારના પાંચના વર્ષ પૂર્ણ કર્યા છે. જેમાં શનિવારે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.  સીએમ રૂપાણીએ કહ્યું કે ગુજરાત સતત તમામ ક્ષેત્રમાં વિકાસમાં અગ્રેસર છે તેમજ જન જનની સુખાકારી અમારો ધ્યેય તેમજ સત્તા એ સેવાનું સાધન છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વિકાસના રોલ મોડેલ બની ગયેલા ગુજરાતની સ્પર્ધા હવે વિશ્વ સાથે છે.વિકાસની રાજનીતિની જે પ્રણાલિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રસ્થાપિત કરી છે તે જ પદચિન્હો પર ચાલીને પાંચ વર્ષમાં સૌના સાથ સૌના વિકાસ મંત્રથી જનહિત કામોને દશેદિશાએ વેગવંતા બનાવ્યા છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, શાસન દાયિત્વના પાંચ વર્ષ પૂર્ણ થવાની આ કોઇ ઉજવણી નથી પરંતુ જનસેવા કામોના યજ્ઞને જન જન સુધી ઊજાગર કરવાનું અમારું આ અનુષ્ઠાન છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ એક જ દિવસમાં રાજ્યભરમાં એક મંચ પરથી એક સાથે રૂ. પ૩૦૦ કરોડના વિકાસ કામોની રાજ્યની જનતા જનાર્દનને કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ધરેલી ભેટ જે કહેવું તે કરવું ની વિચારધારાને પ્રગટ કરે છે તેવો મત વ્યકત કર્યો હતો.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અમારી સરકારમાં કોઇ પણ કામની બજેટ જોગવાઇ, ટેન્ડર પ્રસિદ્ધિ, એજન્સી ફિકસ થવી અને ઝડપી-વેળાસર તે કામ પૂર્ણ થાય એવી કાર્યપદ્ધતિ વિકસાવી છે. એટલે જ જેના ખાતમૂર્હત અમે કરીયે તેના લોકાર્પણ પણ અમારા સમયમાં જ થાય છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેર્યુ કે કોરોના કાળમાં બધુ સ્થગિત હતું છતાં ગુજરાતમાં વિકાસ કામોની ગતિ આપણે જારી રાખીને આ રૂ. પ૩૦૦ કરોડના કામો સહિત અનેક વિકાસ કામો પૂર્ણ કર્યા છે તે જ જનસેવાની અમારી પ્રતિબદ્ધતા છે.

તેમણે જણાવ્યું કે, લાઇટ, પાણી, ગટર, રસ્તા જેવી માળખાગત સુવિધાઓના કામોથી આગળ વધી હવે ગુજરાત સ્માર્ટ સિટીઝ, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ અને ઇઝ ઓફ લીવીંગ –હેપીનેસ ઇન્ડેક્ષની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે.

ઊર્જા, કૃષિ, શિક્ષણ, આરોગ્ય, ગરીબ, વંચિત, ખેડૂત હરેક વર્ગના લોકોને આજે વિકાસની અનૂભુતિ થાય, અહેસાસ થાય અને વિકાસમાં સહભાગી થયાનો હર્ષ પણ થાય તેવા જનહિતના પ્રકલ્પો, યોજનાઓ કાર્યો આ સરકારે જનતાને ભેટ આપ્યા છે.

આ પણ વાંચો : IND vs ENG: જેમ્સ એન્ડરસનને વિકેટ નહી મળતા વર્તન બદલાયુ, સિરાજ સાથે મેદાન પર બાખડી પડ્યો, જુઓ

આ પણ વાંચો :Protein Diet: આ 6 શાકાહારી ફૂડમાં છે એટલું પ્રોટીન, કે ઈંડા અને નોનવેજનું નામ પણ ભૂલી જશો 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati