અગર તમે લિવ ઈનમાં રહો છો તો આ ખાસ વાંચો,નિયમોનું પાલન નહી કરો તો લિવ ઈન કેન્સલ

 • Pinak Shukla
 • Published On - 10:57 AM, 23 Jul 2020
અગર તમે લિવ ઈનમાં રહો છો તો આ ખાસ વાંચો,નિયમોનું પાલન નહી કરો તો લિવ ઈન કેન્સલ
http://tv9gujarati.in/agar-tame-live-i…o-live-in-cancel/

આધુનિક સમયમાં લીવ ઈન રિલેશનશિપનું ચલણ વધી રહ્યું છે, વર્કીંગ યુવા પેઢી હવે લગ્નની જગ્યા પર રિલેશનશિપને જ વધારે મહત્વ આપી રહ્યા છે. આ સ્ટેટસ મોટે ભાગે મોટા મહાનગરમાં વધારે ચલણ ધરાવે છે અને આ શૈલી પણ પશ્ચિમની છે કે જેમાં લગ્ન કર્યા વગર સ્ત્રી અને પુરૂષ સાથે રહી શકે છે અને હવે ભારતીયો ઝડપથી આ પ્રણાલીને અપનાવવા લાગ્યા છે. આ લેખનાં માધ્યમથી અમે આપને બતાવવા જઈ રહ્યા છે ભારતીય કાયદા હેઠળ લિવ ઈન વિશેની માહિતિ. લિવ ઈન કોઈ ગુનો નથી કે સમાજ તેને ભલે કોઈ માન્યતા નહી આપતો હોય પરંતુ ભારતીય પ્રથા તેને ગેરકાયદે નથી માનતી.ભારતમાં આ પ્રથા કાયદેસરની ગણાય છે અને કોઈ પણ લોકો લિવ ઈનમાં રહી શકે છે. અત્યાર સુધીમાં લિવ ઈન પર ભારતનાં કાયદા મુજબ પાર્લ્યામેન્ટ તેમજ કોઈ રાજ્યમાં પણ વ્યવસ્થિત કોઈ નિયમો ઘડવામાં નથી આવ્યા. જો કે ઘરેલુ હિંસાનાં કાયદા હેઠળ લિવ ઈનમાં રહેતા લોકો આ જ કાયદા હેઠળ સુરક્ષા પણ મેળવી પણ શકે છે. ઘરેલું હિંસાનાં કાયદા હેઠળ પ્રતિપાદિત થાય છે અને સમય સમય પર સુપ્રીમ કોર્ટમાં લિવ ઈન માટે કેસ આવતા રહે છે જેના પર વિવિધ ચુકાદાઓ પણ આવતા રહેતા હોય છે.

લિવ ઈન વ્યવસ્થા સંબંધિત તમામ પ્રશ્નોનાં ઉત્તર આપવામાં આવ્યા છે જે મુજબ લિવ ઈનને કાયદેસર કરી શકાય છે.

 1. એક સાથે રહેવાનો સમય કે જેમાં કોઈ પણ લિવ ઈનનાં બંને પક્ષકાર સાથે રહેવાની વ્યાજબી સમયમાં હોવા જોઈએ, કોઈ પણ પક્ષકાર એ પ્રકારે નહી હોય કે કોઈ પણ સમયે સાથે રહેતા હોય, સાથે રહેવા માટેની એક વ્યાજબી સમય મર્યાદા હોવી જરૂરી છે. અગર ઉપરના સમયને પુરો કરી લેવામાં આવે છે તો તેને લિવ ઈનમાં ગણી શકાય છે અને તો જ તેને પક્ષકાર તરીકે પણ માનવામાં આવે છે, એવું ન થવું જોઈએ કે એકાદ બે દિવસ માટે પક્ષકાર એક સાથે રહેવા જતા રહ્યા અને પછી જતા રહ્યા હોય અને પછી પાછા થોડાક મહિના સાથે રહીને અલગ રહેતા હોય. આવા પ્રકારમાં એક મહિનો, બે મહિનો કે તેનાથી વધારે જોકે તેના માટે કોઈ સીમા નક્કી નથી કરાઈ.
 2. એક ધરમાં સાથે રહેતા લિવ ઈન પક્ષકારોએ પતિ-પત્નિની જેમ સાથે રહેવું જરૂરી છે.
 3. એક જ ઘરની વસ્તુઓનો ઉપયોગ બંને પક્ષકારો ઉપયોગમાં લઈ રહ્યા હોય કે જે રીતે પતિ-પત્નિ કરતા હોય
 4. ઘરનાં કામમાં એક બીજાની મદદ કરતા રહેવી
 5. અગર સાથે બાળક રાખતા હોવ તો એ તમારૂ જ બાળક હોય તે રીતે પ્રેમ સાથે બાળકને રાખવું પડે.
 6. અગર તમે લિન ઈનમાં રહો છો તો તમારે સમાજમાં તમારે એ રીતે માહિતિ આપવી પણ જરૂરી છે કે તમે નક્કીકરેલા ધારાધોરણ મુજબ એક જ ઘરમાં રહી રહ્યા છો અને તેમનો આશય પણ સામાન્ય જ છે. બંને અગર સાથે શારીરિક સંબંધ બનાવતા હશે કેમકે તે રહે છે પતિ પત્નિની જેમ, એટલે કે આવા સંબંધો ચોરી છુપીનાં ન હોવા જોઈએ.
 7. લિવ ઈનમાં રહેવા વાળાની ઉંમર 18 વર્ષની ઉપર હોવી જોઈએ
 8. જે લિવ ઈનમાં રહેતા હોય તે માનસીકરીતે સ્વસ્થ હોવા જરૂરી છે
 9. એક મહત્વ પૂર્ણ શરત એ પણ છે કે તેમના ભૂતકાળમાં કોઈ પતિ કે પત્નિ ન હોવા જોઈએ, અગર હોયઅને છતા તે કોઈ સાથે લિવ ઈન કરે છે તો તેને ગરેકાયદે ગણવામાં આવશે.

અગર પક્ષકાર પતિ- પત્નિની મુજબ એક સાથ લિવ ઈન જેવી વ્યવસ્થામાં રહે છે તો મહિલા પક્ષકાર પુરૂષ પાસેથી ભરણ પોષણ માગી શકે છે, લિવ ઈનથી ઉત્પન્ન થયેલા બાળકને માતા પિતાની સંપતિમાં પણ તે જ પ્રકારે હિસ્સો મળી શકશે જેમ કાયદેસરતા હોય છે.