સુરત અગ્નિકાંડ બાદ ગુજરાત સરકારનો સૌથી મહત્વનો નિર્ણય, આ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ લગાવી દેવાયો
સુરતની ભયાવહ ઘટના બાદ રાજ્ય સરકારની મોડે મોડેથી આંખો ઉઘડી છે. રાજ્ય સરકારે શેડ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ મૂકવાનો મહત્વનો નિર્ણય લીધો છે. શેડમાં મોટે ભાગે જ્વલનશીલ મટીરિયલ હોવાથી રાજ્ય સરકારે ઈમારતો પર બનાવેલા શેડ દૂર કરવાનો આદેશ કર્યો છે. નોંધનીય છે કે સુરતમાં શેડ પ્રકારના જ બાંધકામના કારણે આગ પ્રસરી હતી. અને આ આગમાં […]
સુરતની ભયાવહ ઘટના બાદ રાજ્ય સરકારની મોડે મોડેથી આંખો ઉઘડી છે. રાજ્ય સરકારે શેડ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ મૂકવાનો મહત્વનો નિર્ણય લીધો છે. શેડમાં મોટે ભાગે જ્વલનશીલ મટીરિયલ હોવાથી રાજ્ય સરકારે ઈમારતો પર બનાવેલા શેડ દૂર કરવાનો આદેશ કર્યો છે. નોંધનીય છે કે સુરતમાં શેડ પ્રકારના જ બાંધકામના કારણે આગ પ્રસરી હતી. અને આ આગમાં 22 વ્યક્તિ હોમાઈ ગઈ છે. જેથી રાજ્ય સરકારના આદેશથી રાજ્યની તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાંથી શેડ દૂર કરાશે.
ત્યારે જોવુ રહ્યું કે રાજ્ય સરકારના આ નિર્ણય બાદ કેટલી અસરકારક રીતે તેનું પાલ કરવામાં આવશે. કારણ કે, રાજ્યમાં મોટા પ્રમાણમાં આ પ્રકારની બનાવટ જોવા મળે છે. ઈમારતના સૌથી ઉપરના માળ પર મોટાભાગે આ રીતે બનાવટ કરીને કામ ચલાવતા હોય છે. બાંધકામ માટે તેનો ખર્ચ પણ ઓછો આવે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાકીદે નિર્ણય તો કરી દેવાયો છે. પરંતુ તેનો અમલ કેટલો અને ક્યાર સુધી કરવાવામાં આવેશે,