Ahmedabad: ક્ષત્રિય મહિલાઓએ ફાગ ઉત્સવની ઉજવણી કરી, રાજસ્થાની પરંપરાના રંગ જોવા મળ્યા
રાજા ભગીરથના વંશજોની વર્ષો જૂની પરંપરા પ્રમાણે આવનારું વર્ષ સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિમય રીતે પસાર થાય તે માટે ક્ષત્રિય સમાજ ફાગ મહોત્સવ ઉજવે છે.
અમદાવાદ (Ahmedabad)માં ફાગ ઉત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી. રાજસ્થાનની પરંપરા (Tradition of Rajasthan) સાથે ક્ષત્રિય (Kshtriya )મહિલાઓ દ્વારા ફાગ ઉત્સવ ઉજવાયો. આ ઉત્સવમાં બાળકીઓથી લઈ યુવાનો પણ જોડાયા હતા. તેમજ વર્ષોથી ચાલી આવેલી પરંપરા જાળવવામાં આવી.
દેશભરમાં હોળી ધૂળેટીની રાહ જોવાઈ રહી છે ત્યારે અમદાવાદમાં ફાગ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. આ ફાગ ઉત્સવમાં રાજસ્થાનની પરંપરાના રંગ પણ જોવા મળ્યા. તો ક્ષત્રાણીઓનું શૌર્ય પણ જોવા મળ્યું. રાજસ્થાનની ક્ષત્રાણીનું સાચું સ્વરૂપ આ કાર્યક્રમમાં જોવા મળ્યું હતું. ફાગ ઉત્સવમાં મહિલાઓ સોળ શણગાર સજીને કાર્યક્રમમાં હાજર રહી હતી. તો તલવારબાજીને પણ લોકો જોતા જ રહી ગયા. ફાગ ઉત્સવમાં સૌ કોઈએ ફૂલોથી અનોખી હોળી રમતા જોવા મળ્યા તો આ સાથે એકબીજાને તિલક લગાવી તિલક હોળી પણ રમી હતી.
ફાગ મહોત્સવને લઈ મહિલાઓ અને નાની બાળાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.ઉલ્લેખનીય છે કે, રાજા ભગીરથના વંશજોની વર્ષો જૂની પરંપરા પ્રમાણે આવનારું વર્ષ સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિમય રીતે પસાર થાય તે માટે ક્ષત્રિય સમાજ ફાગ મહોત્સવ ઉજવે છે. ત્યારે દર વર્ષની પરંપરા જળવાઈ રહે તે માટે રાજસ્થાની મહિલાઓ દ્વારા સુંદર આયોજન કરાયું હતું.
આ પણ વાંચો-
ગુજરાતમાં બાંધકામ ઉદ્યોગ સમાજમાં હેપીનેસ ઇન્ડેક્ષ ઉંચો લઈ જઈ શકે : સીએમ ભૂપેન્દ્ર પટેલ
આ પણ વાંચો-