Junagadh : AAP નેતાઓને ખોટા કેસમાં ફસાવાયા હોવાનો ઇટાલિયાનો આરોપ, મહિલા પોલીસકર્મીને પગે પડી કરી રજૂઆત, જુઓ Video
આ સમગ્ર મામલે ગુનો નોંધાતા પોલીસ સ્ટેશન પર વરઘોડો કાઢી AAPનાં નેતાઓ હાજર થયા હતા. AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ આ વરઘોડામાં જોડાયા હતા. અહીં ગોપાલ ઇટાલિયાએ નાટકિય રીતે મહિલા પોલીસકર્મીને પગે પડી રજૂઆત કરી હતી કે તે આમ આદમી પાર્ટીના નેતાઓને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતુ.
જૂનાગઢના વિસાવદરમાં AAP જિલ્લા પ્રમુખની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે. માંડાવડ મગફળી કેન્દ્ર AAPના જિલ્લા પ્રમુખે ખેડૂતો સાથે ગાડા ગાડી કરી અને ગુંડાગીરી કરવાનો આક્ષેપ લાગ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે ગુનો નોંધાતા પોલીસ સ્ટેશન પર વરઘોડો કાઢી AAPનાં નેતાઓ હાજર થયા હતા. AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ આ વરઘોડામાં જોડાયા હતા. અહીં ગોપાલ ઇટાલિયાએ નાટકિય રીતે મહિલા પોલીસકર્મીને પગે પડી રજૂઆત કરી હતી કે તે આમ આદમી પાર્ટીના નેતાઓને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતુ.
આપના નેતા પર ખેડૂતો અને મજૂરોને ધમકાવવાને મારવાનો આરોપ
મળતી માહિતી મુજબ જૂનાગઠનાં વિસાવદરમાં માંડાવડ મગફળી કેન્દ્ર પર ખેડૂતો પાસે ખોટી રીતે નાણાં ઉઘરાવાતા હોવાનાં આમ આદમી પાર્ટીના ત્રણ નેતા હરેશ સાવલિયા, રવિ ડોડિયા અને ભદ્રેશ બાબરિયા પર લાગ્યો છે. જેમાંથી હરેશ સાવલીયા આપના જિલ્લા પ્રમુખ છે. આરોપ મુજબ આ ત્રણ લોકોએ ખેડૂતોને ધમકી આપી, મજૂરો સાથે ગાળાગાળી કરી અને માર માર્યો છે. આ મામલે ત્યાં હાજર કેટલાક ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે તે ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
ગુનો નોંધાતા વરઘોડો કાઢ્યો
આપ નેતાઓ મજૂરની પત્ની સાથે પણ ગેરવર્તન કર્યાનો આરોપ લાગ્યો છે. મારા મારી અને ગાળા ગાળી બાબતે અલગ અલગ કલમથી ગુનો નોંધાતા તેમને નોટિસ અપાઇ છે. AAP નેતાઓએ પણ જાણે વાઘ માર્યો હોય તેમ તે પૂરા જોરશોર સાથે વરઘોડા કાઢીને પોલીસ સ્ટેશન હાજર થયા હતા. ગોપાલ ઇટાલિયા પણ તેમની સાથે જોડાયા હતા.
ઈટાલિયા એ કર્યા પોલીસના પગે પડવાના નાટક
આ દરમિયાન પોલીસ સ્ટેશને જઈ ગોપાલ ઇટાલિયાએ મહિલા પોલીસકર્મી સાથે જીભાજોડી કરી હતી. મહિલા પોલીસકર્મીની ઠેકડી ઉડાળતા હોય તેવું વર્તન પણ કર્યું. આજીજી કરવા તે ઘુંટણીયે પણ પડી ગયા. ઇટાલિયાનો આરોપ છે કે ખેડૂતો માટે લડે છે એટલે સરકાર તેમને ફસાવવા માંગે છે. માંડાવડ મગફળી કેન્દ્ર પર AAP નેતાએ કરેલા વર્તન સામે તેમના પર ખોટો કેસ કરાયો છે.
