Ahmedabad : કોરોનાના કહેર બાદ સમગ્ર દેશમાં મ્યુકરમાઇકોસીસ (Mucormycosis) બિમારીનું ચલણ વધ્યું છે. મ્યુકરમાઇકોસીસ એ કોઇ નવી બિમારી નથી. કોરોનાકાળ પહેલા પણ દેશભરમાં મ્યુકરમાઇકોસીસ બિમારીના કેસ જોવા મળતા હતા. પ્રવર્તમાન સ્થિતિમાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં સાજા થઇ ગયા બાદ મ્યુકરમાઇકોસીસ રોગ થવાના કેસ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝડ એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એવા દર્દીઓમાં આ બિમારીનો ફેલાવો વધુ જોવા મળી રહ્યો છે.
અમદવાદ સિવિલમાં 852 કેસ, 456 થી વધુ સર્જરી
Mucormycosis અસરગ્રસ્ત દર્દીઓની સર્જરી અને ઇન્જેકશનની સારવાર અત્યંત ખર્ચાળ છે. એક અંદાજ પ્રમાણે મ્યુકરમાઇકોસીસના એક દર્દીની સંપૂર્ણ સારવાર પાછળ 5 થી 6 લાખ રૂપિયાનો ખર્ચ થતો જોવા મળે છે તેવું નિષ્ણાંત તબીબોનું માનવું છે. સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા આ તમામ સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
પ્રથમ લહેરમાં 100 જેટલા કેસો નોંધાયા હતા
Coronaની પ્રથમ લહેરમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) માં 100 જેટલા મ્યુકરમાઇકોસીસના દર્દીઓ નોંધાયા હતા. પરંતુ કોરોનાની બીજી લહેરમાં સમગ્ર રાજ્યમાં વધેલા કોરોનાના કેસ તેમજ વાયરસના ડબલ મ્યુટન્ટ એટલે કે બે સ્વરૂપના કારણે કોરોનાની સારવાર બાદ મ્યુકરમાઇકોસીસ (Mucormycosis) ના કેસમાં વધારો થયું હોવાનું સિવિલ હોસ્પિટલના તબીબોનું માનવું છે. મ્યુકરમાઇકોસીસ રોગ સામે સામાન્ય તકેદારી અને દેખરેખ રાખવામાં આવે અને રોગ થઇ ગયા બાદ સમયસર સારવાર મેળવવામાં આવે તો ચોક્કસ પણે આ રોગના ગંભીર પરિણામોથી બચી શકાય છે.
સમયસર અને યોગ્ય નિદાન અત્યંત જરૂરી
અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ના નિષ્ણાંત ઇ.એન.ટી. સર્જનના મતે (Mucormycosis) ના ઇન્ફેકશનમાં સમયસર અને યોગ્ય નિદાન અત્યંત જરૂરી બની રહે છે. પ્રાથમિક તબક્કે એન્ટીબાયોટીક દવાઓ દ્વારા આને રોકવાના પ્રયત્નો કરવામાં આવે છે. જો ઇનફેકશન સંવદેનશીલ બની જાય તો તેનું ઝહેર આંખોમાં ફેલાય ત્યારે મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે. આના કારણે દૃષ્ટિ ગુમાવવાની પણ શક્યતાઓ પ્રબળ રહેલી છે. જે આગળ વધીને નાંકના માધ્યમથી મગજમાં પ્રસરીને ઇન્ફેકશન ફેલાઇ શકે છે જેના કારણે ઝેરી તાવ આવે છે જેનાથી દર્દીનું મૃત્યુ પણ નીપજી શકે છે. આ કારણોસર દર્દીને સમયસર સારવાર મળી રહે તે ખુબ જ જરૂરી છે.
Published On - 9:53 pm, Tue, 1 June 21