AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha: રિક્ષા અને ઇકો કાર વચ્ચે ગોઝારો અકસ્માત, બે બાળકો અને રિક્ષા ચાલકનું મોત

Sabarkantha: રિક્ષા અને ઇકો કાર વચ્ચે ગોઝારો અકસ્માત, બે બાળકો અને રિક્ષા ચાલકનું મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 5:53 PM
Share

ઇડર રોડ પર મોટો અકસ્માત સર્જાયો. રિક્ષા વિજયનગરના પોળો ફોરેસ્ટથી પરત આવી રહી હતી. આવા સમયે રિક્ષાને અકસ્માત નડ્યો હતો.

સાબરકાંઠાથી અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ઇડરના કડિયાદરા નજીક આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. કડિયાદરા નજીક પસાર થઇ રહેલી રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં બે બાળકો અને રિક્ષા ચાલકનું મોત થયાના અહેવાલ છે. ત્યારે આ સહીત 7 લોકો ઇજાગ્રસ્ત હોવાનું માલુમ પડ્યું છે. તેમજ 2 લોકોની હાલત ગંભીર હોવાનું માલુમ પડ્યું છે.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને  ઇડરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માહિતી પ્રમાણે રિક્ષા વિજયનગરના પોળો ફોરેસ્ટથી પરત આવી રહી હતી. આવા સમયે રિક્ષાને અકસ્માત નડ્યો હતો. બે પરિવાર રિક્ષામાં સવાર હતા અને તેઓ પોળોથી પરત ફરી રહ્યા હતા. આ ગોઝારા અક્સમાતના કારણે ચકચાર મચીજવા પામ્યો છે. ઇજાગ્રસ્તો અને મૃતકો આકોદરા અને ઓરાણ ગામના રહેવાસી હોવાનું માલુમ પડ્યું છે. 2 બાળકો સહીત રિક્ષા ચાલકના મોતના સમાચારથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

 

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલની સરકાર એક્શન મોડમાં, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આપ્યા આ આદેશ

આ પણ વાંચો: Railway Recruitment 2021: રેલવેમાં ધોરણ 10 પાસ માટે 3 હજાર પદ પર ભરતી જાહેર, પરીક્ષા વગર કરવામાં આવશે ભરતી

g clip-path="url(#clip0_868_265)">