CM ભુપેન્દ્ર પટેલની સરકાર એક્શન મોડમાં, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આપ્યા આ આદેશ
લોકોની રજૂઆત ન સાંભળનાર કે ફોન ન ઉપાડનાર અધિકારીઓ સામે સરકારે લાલ આંખ કરી છે.
GANDHINAGAR : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકાર એક્શન મોડમાં આવી છે. મુખ્યપ્રધાને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આદેશ આપ્યા છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પ્રજાના પ્રશ્નો ઉકેલવા તાકીદ કરી છે. આ સાથે જ લોકોની રજૂઆત ન સાંભળનાર કે ફોન ન ઉપાડનાર અધિકારીઓ સામે સરકારે લાલ આંખ કરી છે. PGVCLના નાયબ કાર્યપાલક ઈજનેરને સરકારે નોટિસ ફટકારી છે. PGVCLના નાયબ કાર્યપાલક ઇજનેર એ પી ઉકાણી ફોન ન ઉપાડતા હોવાની થઇ ફરિયાદ હતી. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પ્રજાના પ્રશ્નો સાંભળવા અધિકારીઓને ટકોર કરી છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ અંગે ગાંધીનગરમાં એક નિવેદન આપ્યું હતું. ગાંધીનગરમાં એક સભાને સંબોધતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કેહ્યું કે જનતા સાથે કદમ સાથે કદમ મિલાવી કામ કરીશું અને જનતાને નડતી મુશ્કેલીઓ તેમના સુધી પહોચશે તો તેના નિવારણની પૂરી તાકાત તેમનામાં છે. મુખ્યપ્રધાને કહ્યું કે મારી પાસે મુશ્કેલી લઈને આવો અને મારા સુધી પહોચવામાં પણ કોઈ મુશ્કેલી આવે તો પણ મારા સુધી વાત પહોચાડો. મુખ્યપ્રધાને કહ્યું તેમના નંબર બધાની પાસે છે જ. મુખ્યપ્રધાને કહ્યું કે ઘણા બોલે છે કે ચૂંટણી સામે નેતાઓ બોલી જાય છે, પણ પછી દેખાતા નથી, પણ હવે આવું નહિ થાય.
મુખ્યપ્રધાને કહ્યું કે આવી સમસ્યા ન આવે એની જવાબદારી અમે બધા લઈએ છીએ. મુખ્યપ્રધાને કહ્યું કે આ જવાદારીમાંથી કોઈ છટકે તો પણ તેમના સુધી વાત પહોચાડવી. મુખ્યપ્રધાને કહ્યું, તમને અમારા સુધી પહોચવામાં કોઈ તકલીફ પડે તો પણ જાણ કરજો.
આ પણ વાંચો : અમદાવાદમાં પકડાયું નકલી ચલણી નોટો છાપવાનું ‘કારખાનું’, SOGએ બે શખ્સોની ધરપકડ કરી
આ પણ વાંચો : ગોત્રી દુષ્કર્મ કેસમાં નવો વળાંક, ઘટના પછીના CCTV સામે આવ્યાં બાદ વકીલે નવો જ દાવો કર્યો