Railway Recruitment 2021: રેલવેમાં ધોરણ 10 પાસ માટે 3 હજાર પદ પર ભરતી જાહેર, પરીક્ષા વગર કરવામાં આવશે ભરતી

રેલવેમાં નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે 3 હજારથી વધુ ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

Railway Recruitment 2021: રેલવેમાં ધોરણ 10 પાસ માટે 3 હજાર પદ પર ભરતી જાહેર, પરીક્ષા વગર કરવામાં આવશે ભરતી
Railway Recruitment 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 5:50 PM

Railway Recruitment 2021: રેલવેમાં નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે 3 હજારથી વધુ ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર રેલવેના રેલવે ભરતી સેલ (RRC NR) એ કુલ 3093 એપ્રેન્ટિસ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rrcnr.org પર બહાર પાડવામાં આવેલી સૂચના ડાઉનલોડ કરી શકે છે અને 20 ઓક્ટોબર સુધી સંપૂર્ણ વિગતો સાથે અરજી સબમિટ કરી શકે છે.

અરજી કરવા માંગતા ઉમેદવારો rrcnr.org પર બહાર પાડવામાં આવેલી સૂચનામાં નિર્ધારિત લાયકાતો વિશે વિગતવાર માહિતી ચકાસી શકે છે. એપ્રેન્ટીસશીપ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી 10 મી પાસ કરી હોવી જોઈએ. આ ઉપરાંત, સંબંધિત ટ્રે઼ડમાંથી ITI પ્રમાણપત્ર હોવું પણ ફરજિયાત છે. વય મર્યાદા 15 વર્ષથી 24 વર્ષ નક્કી કરવામાં આવી છે. તમે તમારી માહિતી સાથે અરજી કરી શકો છો.

અગત્યની વિગતો

1. અરજી કરવાની છેલ્લી તારીખ : 20 ઓક્ટોબર 2021 2. અરજી માટે સત્તાવાર વેબસાઈટ : rrcnr.org 3. લાયકાત : સત્તાવાર નોટિફિકેશન ચકાસો 4. વય મર્યાદા : 15 થી 24 વર્ષ 5. કુલ પદ : 3093

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અરજી માટે 100 રૂપિયાની ફી પણ જમા કરાવવાની રહેશે. ઓનલાઈન અરજીની પ્રક્રિયા 20 સપ્ટેમ્બરથી ચાલી રહી છે અને 20 ઓક્ટોબર સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે અને કોઇ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં. એપ્રેન્ટીસશીપ દરમિયાન મળેલ સ્ટાઇપેન્ડ સહિતની અન્ય સુવિધાઓ ઉમેદવારો સૂચનામાંથી મેળવી શકે છે. સૂચના ડાઉનલોડ કરવા આ લિંક ક્લિક કરો.

NET પરીક્ષાનું એડમિટ કાર્ડ ટૂંક સમયમાં આવશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા UGC NET પરીક્ષા માટે એડમિટ કાર્ડ ટૂંક સમયમાં આપવામાં આવશે. UGC NET પરીક્ષા માટે એડમિટ કાર્ડ NTAની સત્તાવાર વેબસાઇટ – ugcnet.nta.nic.in પર જારી કરવામાં આવશે. ઉમેદવારો આ વેબસાઈટ પરથી જ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે અરજી નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરવું પડશે. UGC NETની પરીક્ષા 6 થી 8 ઓક્ટોબર અને 17 થી 19 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. અગાઉ આ પરીક્ષા 6 થી 11 ઓક્ટોબર દરમિયાન યોજાવાની હતી.

 પણ વાંચો: UGC NET 2021 Admit Card: NET પરીક્ષાનું એડમિટ કાર્ડ ટૂંક સમયમાં આવશે, તમે આ રીતે કરી શકશો ડાઉનલોડ

આ પણ વાંચો: પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી નવજોતસિંહ સિદ્ધુએ આપ્યુ રાજીનામુ, કેપ્ટન અમરિંદરે કહ્યુ-પંજાબ જેવા સરહદી રાજ્ય માટે તેઓ અનુકુળ નથી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">