દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિર શરુ, વિધાનસભાની ચૂંટણી 2022 માટેનો રોડમેપ તૈયાર કરાશે
કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો દ્વારકા ચિંતન શિબિરની ચર્ચામાં ભાગ લઈ આગામી વિધાનસભાની ચૂંટણી 2022 માટેનો રોડમેપ તૈયાર કરશે. દ્વારકા ચિંતન શિબિરમાં રાષ્ટ્રીય નેતૃત્વ અને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શ્રી કૃષ્ણની નગરી દ્વારકામાં કોંગ્રેસ (Congress)ની ત્રણ દિવસની ચિંતન શિબિર (Chintan shibir)નો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, કોંગ્રેસના ધારાસભ્યો, રાજ્યસભા સાંસદ પણ ઉપસ્થિત રહેશે. ચિંતન શિબિરના બીજા દિવસે એટલે કે 26 ફેબ્રુઆરીએ કોંગ્રેસ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ ચિંતન શિબિરમાં હાજર રહેશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસ પણ હવે પોતાની રણનીતિ બનાવવા સજ્જ બને છે. વિધાનસભાની ચૂંટણીને લઇને રણનીતિ ઘડવા કોંગ્રેસે ત્રણ દિવસની ચિંતન શિબિરનું દ્વારકામાં આયોજન કર્યુ છે. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા સહિતના વરિષ્ઠ નેતા હાજર રહેશે. તો કોંગ્રેસના ધારાસભ્યો, રાજ્યસભા સાંસદ પણ ઉપસ્થિત રહેશે. કોંગ્રેસની ચિંતન શિબિરના 26 ફેબ્રુઆરીએ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહેવાના છે.
ચિંતન શિબિરમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સતત ત્રણ દિવસ સુધી ચિંતન અને મનન કરશે. જેમાં કાર્યકર્તાઓ અને અગ્રણીઓને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી હતી.મળતી માહિતી પ્રમાણે આ ચિંતન શિબિરમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.ખાસ કરીને વિધાનસભા ચૂંટણીને લઈને વિસ્તારપૂર્વક ચર્ચા કરાશે. જેમાં મહિલા અત્યાચાર, ભ્રષ્ટાચાર મુદ્દાઓ પર ચર્ચા, વ્યૂહરચના ઘડાશે. તેમજ શિક્ષણ, બેરોજગારી મુદ્દાઓ પર ચર્ચા, વ્યૂહરચના ઘડાશે
રાહુલ ગાંધી કાર્યકરો-પદાધિકારીઓને માર્ગદર્શન આપશે
કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો દ્વારકા ચિંતન શિબિરની ચર્ચામાં ભાગ લઈ આગામી વિધાનસભાની ચૂંટણી 2022 માટેનો રોડમેપ તૈયાર કરશે. દ્વારકા ચિંતન શિબિરમાં રાષ્ટ્રીય નેતૃત્વ અને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના પ્રદેશ-જીલ્લા-તાલુકામાંથી ૫૦૦થી વધુ નેતા- આગેવાનો ભાગ લેશે.કોંગ્રસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ રાહુલ ગાંધી દ્વારકા ચિંતન શિબિરમાં ગુજરાત કોંગ્રેસના સૌ કાર્યકર-પદાધિકારીઓને માર્ગદર્શિત કરશે.
ગુજરાતની છ કરોડ જનતા માટે દ્વારકા ડેકલેરેશન રજુ કરશે
કોંગ્રેસ પક્ષના તમામ ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિઓ, કોર કમીટીના સભ્યો, કોર્ડિનેસન કમીટીના સભ્યો દ્વારકા ચિંતન શિબિર માં ભાગ લઈ વિધાનસભાની ચુંટણીમાં 125 + બેઠક જીતવા રોડ મેપ બનાવશે.ત્રણ દિવસીય ચિંતન શિબિરમાં રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ, જનતાને સ્પર્શતા મુદ્દાઓ, ભાજપની નિષ્ફળતા સાથે ચાર્ટર ડીમાન્ડ રજુ કરાશે.ત્રણ દિવસીય ચિંતન શિબિર બાદ 27 મી તારીખે ગુજરાત વિધાનસભા 2022 ની ચુંટણીને ગુજરાતની છ કરોડ જનતા માટે દ્વારકા ડેકલેરેશન રજુ કરશે.
આ પણ વાંચો-
આવતીકાલે અમદાવાદનો સ્થાપના દિવસ, એલિસ બ્રિજના પૂર્વ છેડે શહેરની પ્રથમ ઈંટ મુકાઈ હતી, જાણો શહેરનો ઇતિહાસ
આ પણ વાંચો-