ગુજરાતમાં PSIની ભરતી પરીક્ષાના પરિણામને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે વિસંગતતાથી ભરેલું ગણાવ્યું

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે PSIની ભરતી પરીક્ષાના પરિણામને વિસંગતતાથી ભરેલું ગણાવ્યું છે. જાહેર કરાયેલું રીઝલ્ટ અનામત અને બિન અનામત કેટેગરીમાં વિસંગતતાઓ ઉભી કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 10:13 PM

ગુજરાતમાં(Gujarat)  તાજેતરમાં જાહેર કરાયેલા PSIની ભરતી પરીક્ષાના(PSI Examination Result)  પરિણામને લઈ એક નવો વિવાદ છેડાયો છે. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે PSIની ભરતી પરીક્ષાના પરિણામને વિસંગતતાથી ભરેલું ગણાવ્યું છે. જાહેર કરાયેલું રીઝલ્ટ અનામત અને બિન અનામત કેટેગરીમાં વિસંગતતાઓ ઉભી કરે છે. રિઝલ્ટમાં ફક્ત સીટ નંબર અને ઉમેદવારોનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારની કેટેગરી કે માર્કસનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જે પદ્ધતિથી રિઝલ્ટ બનાવાયું છે તેનાથી કેટલાક વિદ્યાર્થીઓને અન્યાય થયો છે. જે પેટર્નથી GPSC રિઝલ્ટ તૈયાર કરે છે એ જ પેટર્ન અનુસરી પોલીસ ભરતી બોર્ડે પણ રિઝલ્ટ તૈયાર કરવું જોઈએ. એવી વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે માગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં  6 માર્ચના રોજ યોજાયેલી પીએસઆઈની પ્રિલીમનરી પરીક્ષાનું  પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમજ તેની સાથે કટ ઓફ માર્કની  યાદી પણ જાહેર કરવામાં આવી હતી.જેમાં મુખ્ય પરીક્ષા માટે કુલ 4311 ઉમેદવાર પાસ થયા છે.કુલ 1382 બેઠક માટે 96000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. તેમજ મે મહિનાના અંતમાં અથવા જૂનના પ્રથમ સપ્તાહમાં મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં ભરતીની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પીએસઆઇની લેખિત પરીક્ષા 6 માર્ચના રોજ ગાંધીનગર અને અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી. જેમાં પીએસઆઈની શારીરીક કસોટીમાં 96 હજારથી વધુ ઉમેદવારો શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયા હતા

આ પણ વાંચો :  પીપાવાવ પોર્ટ પરથી કસ્ટમ, એટીએસ અને DRI ના સંયુક્ત ઓપરેશનથી ડ્રગ્સ ઝડપાયું : આશિષ ભાટિયા

આ પણ વાંચો : રાજકોટમાં પ્રોહિબીશનની કાર્યવાહી બનશે કડક ! FIRમાં 13 મુદ્દાઓ સામેલ કરવાની DCPની સૂચના

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">