Gold Price Today : આજે જન્માષ્ટમીના પર્વએ સોનાના ભાવની શું છે સ્થિતિ? કરો એક નજર દુબઈ અને ભારતમાં સોનાની કિંમત ઉપર

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ચાલુ નાણાકીય વર્ષ માટે સોવરેન ગોલ્ડ બોન્ડની (Sovereign Gold Bond) છઠ્ઠી સિરીઝ શરૂ કરી છે. આ માટેના સબ્સ્ક્રિપ્શન આજે 30 ઓગસ્ટથી શરૂ થશે જે 3 સપ્ટેમ્બર સુધી ચાલશે. ગોલ્ડ બોન્ડ્સ માટે ઇશ્યૂ પ્રાઇસ 4,732 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે.

Gold Price Today : આજે જન્માષ્ટમીના પર્વએ સોનાના ભાવની શું છે સ્થિતિ? કરો એક નજર દુબઈ અને ભારતમાં સોનાની કિંમત  ઉપર
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 4:25 PM

આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં ઘટાડાને કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવ(Gold Price Today ) નીચે આવ્યા છે. આજે સોમવારે અઠવાડિયાના પ્રથમ કારોબારી દિવસે દેશની રાજધાની દિલ્લીમાં સોનું 199 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. આ સામે સમાન સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે. એક કિલો ચાંદીના ભાવમાં 250 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે.

કેવો રહ્યો સોના – ચાંદીનો ચળકાટ  રાજધાની દિલ્લીમાં આજે 99.9 ટકા સોનાનો ભાવ 199 રૂપિયા ઘટ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાની કિંમત 1,814 ડોલર પ્રતિ ઔંસ જોવા મળી હતી. એચડીએફસી સિક્યોરિટીઝ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીનો ભાવ 250 રૂપિયા ઘટીને 62,063 રૂપિયા પ્રતિ કિલો થયો છે. આ પહેલા ગત ટ્રેડિંગ સેશનમાં ચાંદીનો ભાવ 62,313 રૂપિયા પ્રતિ કિલોએ બંધ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ભાવ 23.99 ડોલર પ્રતિ ઔંસ હતો.

આજથી 5 દિવસ સસ્તું સોનું ખરીદવાની તક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ચાલુ નાણાકીય વર્ષ માટે સોવરેન ગોલ્ડ બોન્ડની (Sovereign Gold Bond) છઠ્ઠી સિરીઝ શરૂ કરી છે. આ માટેના સબ્સ્ક્રિપ્શન આજે 30 ઓગસ્ટથી શરૂ થશે જે 3 સપ્ટેમ્બર સુધી ચાલશે. ગોલ્ડ બોન્ડ્સ માટે ઇશ્યૂ પ્રાઇસ 4,732 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. સોનુ ખરીદવા ઓનલાઇન અથવા ડિજિટલ પેમેન્ટ કરવા પર 50 રૂપિયા પ્રતિ ગ્રામ છૂટ અલગથી આપવામાં આવશે. આ રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડ્સની ઇશ્યૂ કિંમત 4,682 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો જો તમે સોનાની શુદ્ધતા તપાસવા માંગતા હોવ તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. BIS કેર એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતાની ચકાસણી જ નહિ પરંતુ તમે સોના સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD  47341.00   -197.00 (-0.41%)–  16:00 કલાકે 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         48960 RAJKOT 999                   48980 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 48960 MUMBAI                  47500 DELHI                      50800 KOLKATA                49650 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48490 HYDRABAD          48490 PUNE                      49120 JAYPUR                 48800 PATNA                    49120 NAGPUR                47500 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                 43912 AMERICA          43058 AUSTRALIA     43043 CHINA               43058 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

આ પણ વાંચો :    Sovereign Gold Bond: આજથી 5 દિવસ મળશે સસ્તા ભાવે શુદ્ધ સોનું , જાણો કઈ રીતે કરવી ખરીદી અને શું છે 1 તોલાનો ભાવ

આ પણ વાંચો : ITR : ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી , જાણો વિગતવાર

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">