ITR : ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી , જાણો વિગતવાર

આ ફેરફાર પ્રત્યક્ષ કર વિવાદ સે વિશ્વાસ અધિનિયમની કલમ 3 હેઠળ કરવામાં આવ્યો છે. આવકવેરા વિભાગના નવા પોર્ટલમાં ખામીઓને કારણે કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી પડી રહી હતી.

ITR  : ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી , જાણો વિગતવાર
ITR Deadline Extended
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 8:47 AM

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. આ ફેરફાર પ્રત્યક્ષ કર વિવાદ સે વિશ્વાસ અધિનિયમની કલમ 3 હેઠળ કરવામાં આવ્યો છે. આવકવેરા વિભાગના નવા પોર્ટલમાં ખામીઓને કારણે કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી પડી રહી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

CBDT દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે, “વિવાદ સે વિશ્વાસ અધિનિયમ હેઠળ આવશ્યકતા મુજબ ફોર્મ 3 જારી કરવામાં અને તેમાં સુધારો કરવામાં આવી રહેલી સમસ્યાઓને કારણે કોઈપણ વધારાની રકમની ચુકવણી વિના રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વધારી દેવામાં આવી છે. નવી સમય મર્યાદા 30 સપ્ટેમ્બર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ”

જો કે, તે સ્પષ્ટ કરાયું છે કે વિવાદ સે વિશ્વાસ અધિનિયમ હેઠળ વધારાની રકમ સાથે ચુકવણીની છેલ્લી તારીખ બદલાઈ નથી અને તે 31 ઓક્ટોબર જેવી જ રહેશે. આ અગાઉ 25 જૂનના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં, ચુકવણીની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ કરવામાં આવી હતી.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ઇન્ફોસિસને આવકવેરા વિભાગના નવા પોર્ટલમાં ખામીઓ સુધારવા માટે 15 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. નવું પોર્ટલ લોન્ચ થયા બાદથી કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવામાં અને ડેટા અપડેટ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. નાણાં મંત્રાલયના અધિકારીઓએ આ અંગે ઇન્ફોસિસના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી.

નવા IT પોર્ટની સમ્યાઓના કારણે નાણાં મંત્રાલયે CEOને સમન્સ મોકલ્યું હતું પોર્ટલની ચાલી રહેલી સમસ્યાઓ વચ્ચે નાણા મંત્રાલયે પોર્ટલ તૈયાર કરનાર અગ્રણી આઇટી કંપની ઇન્ફોસિસના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) સલિલ પારેખને હાજર થવા કહ્યું હતું. પારેખને નાણામંત્રી નિર્મલા સીતારમણ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું.નાણામંત્રીએ જવાબ માંગ્યો હતો કે બે મહિના પછી પણ પોર્ટલ પર સમસ્યાઓ શા માટે છે અને તે કેમ ઉકેલાતી નથી?

સરકારે પોર્ટલ માટે ઇન્ફોસિસને 164.5 કરોડ રૂપિયા ચૂકવ્યા ઈ-પોર્ટલમાં વિક્ષેપનો મુદ્દો તાજેતરમાં સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. નાણામંત્રી પંકજ ચૌધરીએ આનો જવાબ આપ્યો. તેમણે દેશને કહ્યું કે સરકારે આવકવેરા વિભાગ માટે નવી વેબસાઇટ બનાવવા માટે જાન્યુઆરી 2019 થી જૂન 2021 વચ્ચે ઇન્ફોસિસને 164.5 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

આ પણ વાંચો :  નોકરિયાતો માટે અગત્યના સમાચાર, જો તમારી પાસે FORM 16 ન હોય તો પણ તમે INCOME TAX RETURN ફાઇલ કરી શકો છો , જાણો કઈ રીતે?

આ પણ વાંચો : કરદાતાઓને મોટી રાહત, વિવાદ સે વિશ્વાસ યોજના અંતર્ગત ચુકવણીની સમયમર્યાદા એક મહિનો વધારી, જાણો નવી તારીખ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">