AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘મેથી મટર મલાઈ’ સબ્જીને હવે તમે ક્રીમ અને માખણ વગર પણ બનાવી શકશો- ફોલો કરો આ રેસીપી

'મલાઈ મેથી મટર' સબ્જી શિયાળાની સ્વાદિષ્ટ વાનગી છે, પરંતુ ક્રીમ કે માખણ વગર ક્રીમી ટેક્સચર મેળવવું મુશ્કેલ છે. તો, આ રેસીપી અજમાવી જુઓ, જે માખણ, કાજુ કે ક્રીમ વગર મેથી મટર મલાઈ બને છે.

'મેથી મટર મલાઈ' સબ્જીને હવે તમે ક્રીમ અને માખણ વગર પણ બનાવી શકશો- ફોલો કરો આ રેસીપી
Winter Special: Methi Matar Malai Without Cream or ButterImage Credit source: ai
| Updated on: Dec 27, 2025 | 10:00 PM
Share

મેથી અને વટાણા, બંને લીલા શાકભાજી શિયાળા દરમિયાન અતિ સ્વાદિષ્ટ હોય છે, અને તેમને ભેગા કરવાથી ઉત્તમ સ્વાદ જ નહીં પરંતુ પોષક તત્વોનો ભંડાર પણ મળે છે. મેથી મટર મલાઈ ભારતીય ઘરોમાં શિયાળાની લોકપ્રિય વાનગી છે. તેની ક્રીમી ટેક્સચર રોટલી, પરાઠા, નાન અને જીરા ભાત સાથે પીરસી શકાય છે. તે ખાસ પ્રસંગોએ પણ પીરસી શકાય છે, જેમ કે જ્યારે મહેમાનો ઘરે આયા હોય ત્યારે પણ બનાવી શકો  છો. ક્યારેક, તમારે આ વાનગી અચાનક રીતે બનાવવાની હોય, ત્યારે તમારી પાસે ક્રીમ કે માખણન હોય કે ન હોય. તોએ તમે આ ક્રીમી ટેક્સચરવાળી મેથી મટર મલાઈ બનાવી શકો છો. અહીં રેસીપી જુઓ.

જ્યારે તાજા લીલા વટાણા અને મેથીના પત્તાને ભેળવીને મેથી મટર મલાઈ બનાવવામાં આવે છે, ત્યારે તેની સુગંધ દૂર દૂર સુધી ફેલાય છે, જેનાથી તમને ખાવાની ઈચ્છા થાય છે. આ લેખમાં, ક્રીમ વગર ઘરે બનાવેલી મેથી મટર મલાઈની સરળ, રેસ્ટોરન્ટ શૈલીની રેસીપી જાણો.

સામગ્રી

મેથી મટર મલાઈ માટે, તમારે 250 ગ્રામ મેથીના પત્તા, 2 થી 3 ડુંગળી, 5 થી 6 લીલા મરચાં, 2 ટુકડા આદુ, 10 થી 15 લસણની કળી, 2 મોટી ચમચી મગફળી, 2 સૂકા લાલ મરચાં, 1 ચમચી ચણાની દાળ, 2-3 ટામેટાં, 1 ચમચી ધાણાજીરું, 1 ચમચી તલ, 1/2 ચમચી કાળા મરી, 2 થી 3 ચમચી તેલ, 1 ચમચી જીરું, 1/2 કપ લીલા વટાણા, 1/2 ચમચી હળદર પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડરની જરૂર પડશે.

મેથી મટર મલાઈ રેસીપી

  • સૌપ્રથમ, મેથીના પત્તાને સાફ કરો, તેમને બે થી ત્રણ પાણીમાં સારી રીતે ધોઈ લો, અને પછી તેમને બારીક કાપો.
  • એક તપેલી ગરમ કરો. તેમાં મગફળી ઉમેરો અને ધીમા તાપે શેકો અને થોડાક સમયમાં ચલાવતા રહો. આમાં દોઢ થી બે મિનિટ લાગશે.
  • એ જ તપેલીમાં ચણાની દાળ, સૂકા લાલ મરચાં, ધાણાજીરું, સફેદ તલ અને કાળા મરી ઉમેરો અને તેમને એકસાથે શેકો.
  • મગફળી અને બધા શેકેલા મસાલા ને થોડા ઠંડા થઈ ગયા પછી, તેમને બધાને એકસાથે ભેળવી દો. સ્મૂધ પેસ્ટ બનાવવા માટે થોડું પાણી ઉમેરો.
  • એક તપેલીમાં તેલ ગરમ કરો, પછી જીરું શેકો. બારીક સમારેલું લસણ ઉમેરો અને થોડું સોનેરી થાય ત્યાં સુધી શેકો.
  • તપેલીમાં બારીક સમારેલું અથવા છીણેલું આદુ અને લીલા મરચાં ઉમેરો અને થોડીવાર માટે શેકો, હલકું હલકું શેકવું વધારે શેકવું નહીં.
  • લીલા મરચાં અને આદુ પછી બારીક સમારેલી ડુંગળી ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી શેકો. આ પછી તેમાં લીલા વટાણા નાખો.
  • વટાણાને થોડીવાર તળવું, તે પછી સમારેલા ટામેટાં અને થોડું મીઠું ઉમેરો સ્વાદ અનુસાર. ચલાવતા રહો અને પછી ઢાંકીને નરમ થાય ત્યાં સુધી પકાવો.
  • વટાણા અને ટામેટાં નરમ થઈ જાય પછી, હળદર અને લાલ મરચાં ઉમેરો. પછી, સમારેલી લીલી મેથી ઉમેરો અને મસાલા સાથે સારી રીતે શેકો.
  • મેથી શેકાઈ જાય પછી, તમે તૈયાર કરેલી મગફળી અને તલની પેસ્ટ ઉમેરો. થોડું પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરો, અને તેને થોડીવાર માટે પાકવા દો.
  • આનાથી તમારી ક્રીમી મેથી મટર મલાઈ બનશે, જેનો મેલ્ટી સ્વાદ આવશે અને મોંમાં ઓગળી જશે. ગરમા ગરમ પીરસો અને દરેકને તે ગમશે.

શેફ દ્વારા બનાયેલો વિડિયો જુઓ

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
g clip-path="url(#clip0_868_265)">