Ganesh Chaturthi 2021 : બાપ્પાને ભોગ ધરાવવા આજે જ બનાવો હોમ મેડ પ્રસાદ, આ રહી ખાસ રેસીપી

ગણેશોત્સવ શરૂ થઈ ગયો છે અને આ વખતે આ તહેવારમાં લોકોના ચહેરા પર થોડી ચમક ફરી આવી છે. આ દરમિયાન તમે સરળતાથી ઘરે પ્રસાદ આપવા માટે અનેક પ્રકારના પ્રસાદ બનાવી શકો છો.

Ganesh Chaturthi 2021 : બાપ્પાને ભોગ ધરાવવા આજે જ બનાવો હોમ મેડ પ્રસાદ, આ રહી ખાસ રેસીપી
Vinayak Chaturthi 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 10:40 AM

Ganesh Chaturthi 2021 :ગણેશ ચતુર્થીની હમણાં જ શરૂઆત થઈ છે, અને ભગવાન ગણેશ (Ganesh )ને ચોક્કસપણે ઘરે લાવવાના ઉત્સાહ વચ્ચે તમે સૌથી મહત્વની વસ્તુ ભોગ પ્રસાદ (Prasad)વિશે ભૂલી ગયા છો. તો આ પ્રસાદ બનાવી શકો છે.

ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi ) જે 10 દિવસના સમયગાળા માટે ઉજવવામાં આવે છે, તે હિંદુ ચંદ્ર કેલેન્ડર મહિના ભાદરવા મહિનાના ચોથા દિવસે શરૂ થાય છે. તે આ વર્ષે 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને 19 મી સપ્ટેમ્બરે સમાપ્ત થશે,આપણે બધા જાણીએ છીએ કે, બાપ્પાને સ્વાદિષ્ટ મીઠાઈઓનો ખૂબ શોખ છે, અને ભક્તો તેને પ્રસન્ન કરવા માટે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરે છે.

આ 10 દિવસ લાંબા તહેવાર (Festival)દરમિયાન તૈયાર કરવામાં આવેલી વાનગીઓ પ્રદેશ પ્રમાણે અલગ અલગ હોય છે. ભગવાન ગણેશને અર્પણ કરવા માટે અહીં કેટલીક ભોગની વાનગીઓ છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

1. મોદક

ભગવાન ગણપતિને ‘મોદકપ્રિયા’ (Modak) કહેવાનું એક કારણ છે. હિંદુ માન્યતા અનુસાર, મોદક – લોટ, ગોળ અને નાળિયેરથી બનેલી વાનગી, ભગવાન ગણેશની પ્રિય વાનગીઓમાંની એક છે. ભક્તો ભગવાન ગણેશને ભોગ તરીકે અર્પણ કરવા માટે ચોકલેટ (Chocolate), કેસર, કાજુ, મોતીચૂર અને મોદક સહિત વિવિધ પ્રકારના મોદક તૈયાર કરે છે.

2. પુરણ પોળી

આ ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી તમારા સ્વાદને સંતોષવા માટે પૂરતી છે. ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) દરમિયાન બાપ્પાને અર્પણ કરાયેલા મુખ્ય ભોગમાં પૂરણ પોળી છે. તે ગોળ, નાળિયેર, એલચી, અને માખણ અથવા ઘીના પુરણ સાથે ચણાની દાળથી બનેલી મીઠી રોટલી છે.

3. શ્રીખંડ

Shrikhand  દહીં અને સુકા મેવા સાથે તૈયાર કરી શકો છો આ મીઠી વાનગી સામાન્ય રીતે કેસર અને એલચીના સ્વાદ સાથે તૈયાર કરવામાં આવે છે અને બદામ, કાજુ, કિસમિસ, પિસ્તા અને અન્ય સૂકા મેવા સાથે પીરસવામાં આવે છે.

4. મોતીચૂર લાડુ

આ નરમ નારંગી રંગની વાનગીની માત્ર એક ઝલક આંખો અને આત્માને અત્યંત શાંત કરી શકે છે. આપણે બધા જાણીએ છીએ કે બાપ્પા લાડુને કેટલો પ્રેમ કરે છે કારણ કે, આપણે હંમેશા તેને હાથમાં લાડુ પકડતા જોઈએ છીએ. મોતીચૂર લાડુ મુખ્યત્વે ચણાનો લોટ, ખાંડ સાથે તૈયાર કરવામાં આવે છે. ચણાના લોટમાંથી બનાવેલ બૈટરને સૌપ્રથમ નાના બોલ અથવા ‘બૂંદી’ બનાવવા માટે તળવામાં આવે છે અને ખાંડની ચાસણી, સૂકામેવા સાથે મિશ્રિત કરવામાં આવે છે ત્યારબાદ તેને ગોળ રાઉન્ડ વાળવામાં આવે છે.

ભગવાન ગણેશને મીઠાઈઓ ખુબ પસંદ છે પરંતુ તેમના માટે સૌથી કિંમતી તેમના ભક્તો છે, જેઓ ખાસ પ્રસંગોએ તેમની પૂજા કરવા પ્રેમ અને ઉત્સાહથી તેમનું સ્વાગત કરે છે.

આ પણ વાંચો : Skin care: સુકા હોઠને મુલાયમ અને ગુલાબી બનાવવા માંગો છો તો આ 3 લિપ સ્ક્રબ્સનો ઉપયોગ કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">