Skin care: સુકા હોઠને મુલાયમ અને ગુલાબી બનાવવા માંગો છો તો આ 3 લિપ સ્ક્રબ્સનો ઉપયોગ કરો

આપણા હોઠ શરીરનો સૌથી નાજુક ભાગ છે, જેની યોગ્ય રીતે કાળજી ન લેવામાં આવે તો તે સૂકા અને નિર્જીવ દેખાય છે. જો તમે પણ શુષ્ક હોઠની સમસ્યાથી પરેશાન છો, તો અમે તમારા માટે કેટલાક હોમમેઇડ લિપ સ્ક્રબ લાવ્યા છીએ.

Skin care: સુકા હોઠને મુલાયમ અને ગુલાબી બનાવવા માંગો છો તો આ 3 લિપ સ્ક્રબ્સનો ઉપયોગ કરો
skin care try these home made scrub to get soft pink lips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 10:06 AM

Skin care : દરેક વ્યક્તિ સુંદર ચમકતી ત્વચા (Skin)ઇચ્છે છે. આપણી ત્વચાને ચમકદાર બનાવવા માટે આપણે સૌ અનેક સ્ક્રિન કેર રુટિનને ફોલો કરીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ બધાની વચ્ચે તમે તમારા ચહેરા (Face)નો સૌથી મહત્વનો ભાગ ભૂલી ગયા છો? સુંદર દેખાવા માટે, તમારા હોઠ પણ સુંદર દેખાવા જોઈએ. ત્વચાની સંભાળ દરમિયાન પણ, આપણામાંના મોટાભાગના હોઠની યોગ્ય કાળજી લેતા નથી, જેના કારણે હોઠ સૂકા અને ફાટેલા દેખાય છે.

તમારામાંથી કેટલાકે હોઠ (Lips)ની ખાસ કાળજી લીધી હશે પરંતુ તેમ છતાં હોઠા સૂકા દેખાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે, અમે તમારા માટે કેટલાક હોમમેઇડ લિપ સ્ક્રબ (Lip scrub) લાવ્યા છીએ. તેનો ઉપયોગ સૂકા અને ફાટેલા હોઠને ગુલાબી અને નરમ બનાવી શકે છે. આવો જાણીએ આ સ્ક્રબ્સ કેવી રીતે બનાવવું.

1. મિલ્ક ક્રીમ સ્ક્રબ

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

એક ચમચી ખાંડ એક ચમચી ક્રીમ

આ માટે તમારે ફ્રેશ ક્રીમ (Fresh cream)અને ખાંડને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવી પડશે. આ મિશ્રણને તમારા હોઠ પર લગાવો અને લગભગ 5 થી 10 મિનિટ સુધી સ્ક્રબ કરો. તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. સારું પરિણામ મેળવવા માટે તમે આ ઉપાય રોજ કરી શકો છો. આ સિવાય જો તમે ઈચ્છો તો હોઠ પર ક્રીમનો ઉપયોગ કરી શકો છો. તેમાં હાજર ખાંડ એક એક્સફોલિએટર તરીકે કામ કરશે અને શુષ્ક અને મૃત ત્વચાથી છુટકારો મેળવવામાં મદદ કરશે. તેનાથી તમારા હોઠ મુલાયમ અને ગુલાબી દેખાશે.

2. કોકોનટ સ્ક્રબ

એક ચમચી ખાંડ એક ચમચી લીંબુનો રસ નાળિયેર તેલ

સૌથી પહેલા ખાંડ અને લીંબુનો રસ (Lemon juice)મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પછી, આ મિશ્રણમાં નાળિયેર તેલના થોડા ટીપાં ઉમેરો. આ મિશ્રણને તમારા હોઠ પર લગાવો અને લગભગ 5 થી 10 મિનિટ સુધી મસાજ કરો અને સ્વચ્છ પાણી (Clean water)થી ધોઈ લો. આ મિશ્રણને અઠવાડિયામાં 2 થી 3 દિવસ લગાવો.ખાંડ એક્સ્ફોલિયેટર તરીકે કામ કરે છે. નાળિયેર તેલ હોઠને નરમ રાખવામાં મદદ કરે છે.

3. ગુલાબનું સ્ક્રબ

એક ચમચી ગ્લિસરિન 3 થી 4 ગુલાબની પાંખડીઓ એક ચમચી લીંબુનો રસ એક ચમચી ખાંડ

એક વાટકીમાં ગિલસરિન (Gilsarin)લો અને તેમાં ગુલાબની પાંદડીઓ નાખો. તે પછી લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણમાં ખાંડ ઉમેરો. આ પેસ્ટને તમારા હોઠ પર લગાવો અને લગભગ 5 થી 10 મિનિટ સુધી મસાજ કરો અને પછી પાણીથી ધોઈ લો. તમે આ મિશ્રણને આખી રાત રાખી શકો છો.આ સ્ક્રબમાં ખાંડ હોય છે જે એક્સફોલિએટર તરીકે કામ કરે છે. ગ્લિસરિન હોઠને ગુલાબી રાખવામાં મદદ કરે છે અને ગુલાબની પાંખડીઓ હોઠને ગુલાબી રાખવામાં મદદ કરે છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : Indian playersની મહેમાની માટે પાકિસ્તાને જમીન-આકાશ એક કર્યું, માત્ર એક ખેલાડી માટે વેજ ખાવાની વ્યવસ્થા કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">