શુક્રવાર, જૂન 24, સિનેમા પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ દિવસ છે. જો તમે આ સપ્તાહના અંતને મનોરંજક બનાવવાનું વિચારી રહ્યાં છો, તો અમે તમારા માટે ફિલ્મો અને વેબ સિરીઝની (Web Series) સંપૂર્ણ સૂચિ લાવ્યા છીએ. જેની મદદથી તમે તમારી વોચ લિસ્ટને અપડેટ કરી શકો છો. આ સિવાય, જો તમે રજાના દિવસે સિનેમા હોલમાં જવાનું વિચારી રહ્યા છો, તો આ સૂચિમાં આપવામાં આવેલી માહિતી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તો ચાલો જાણીએ કે આ શુક્રવાર, જૂન 24ના રોજ ઓટીટી-થિયેટરોમાં કઈ વેબ સિરીઝ અને મૂવી રિલીઝ થવા જઈ રહી છે.
View this post on Instagram
આ શુક્રવારે એટલે કે 24 જૂને બોલિવૂડ એક્ટર વરુણ ધવન અને કિયારા અડવાણીની ફિલ્મ ‘જુગ જુગ જિયો’ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. લોકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મમાં બંને સિવાય અનિલ કપૂર અને નીતુ કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન રાજ મહેતાએ કર્યું છે. રાજ મહેતા અગાઉ ‘ગુડ ન્યૂઝ’ જેવી સુપરહિટ ફિલ્મ બનાવી ચૂક્યા છે.
View this post on Instagram
અભિનેતા પંકજ ત્રિપાઠીની ફિલ્મ શેરદીલઃ ધ પીલીભીત સાગા પણ આ શુક્રવાર, 24 જૂને રિલીઝ થઈ રહી છે. શેરદિલમાં પંકજ ઉપરાંત સયાની ગુપ્તા અને નીરજ કબી પણ જોવા મળશે. નોંધનીય છે કે આ ફિલ્મ જંગલ વિસ્તારની આસપાસ હાજર ગામડાંઓની સમસ્યાઓની આસપાસ વણાયેલી છે. આ ફિલ્મનું નિર્દેશન શ્રીજીત મુખર્જી કરી રહ્યા છે. અભિનેતા પંકજ ત્રિપાઠીના ચાહકો માટે આ ખૂબ જ ખાસ ફિલ્મ છે.
View this post on Instagram
આ સાથે, શિવ અરુર અને રાહુલ સિંહના પુસ્તક ‘ઈન્ડિયાઝ મોસ્ટ ફિયરલેસ’ પર આધારિત વેબ સિરીઝ અવરોધ 2 પણ 24 જૂનથી સ્ટ્રીમ થઈ શકે છે. બીજી સિઝનમાં દિગ્દર્શક રાજ આચાર્ય ભારતીય સેનાની કેટલીક શૌર્યગાથાઓ લઈને આવ્યા છે. શ્રેણીની નવી સીઝનમાં અબીર ચેટર્જી, આહાના કુમરા, અનંત મહાદેવન, ક્રિષ્ના હેબ્બલે, મોહન અગાશે, નીરજ કબી, રાજેશ ખટ્ટર, સંજય સુરી અને વિજય કૃષ્ણન છે.
View this post on Instagram
સસ્પેન્સ થ્રિલરના ચાહકો માટે શુક્રવાર વધુ ખાસ બનવાનો છે, કારણ કે ફિલ્મ ‘ફોરેન્સિક’ OTT પ્લેટફોર્મ જી 5 પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ મલયાલમ ફિલ્મની રિમેક છે. આમાં વિક્રાંત મેસી અને રાધિકા આપ્ટે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં પ્રાચી દેસાઈ, વિંદુ દારા સિંહ અને રોહિત રોય પણ મુખ્ય ભૂમિકામાં છે.
અજય દેવગણ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘રનવે 34’ સિનેમાઘરો બાદ હવે OTT પર પણ રિલીઝ થવા જઈ રહી છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મનું નિર્દેશન અજય દેવગણે કર્યું છે. જો તમે કોઈ કારણસર આ ફિલ્મને સિનેમાઘરોમાં જોઈ શક્યા નથી, તો તમે તેને 24 જૂનથી એમેઝોન પ્રાઇમ પર જોઈ શકો છો.