Heart Of Stone Trailer: વિલનના રોલમાં જોવા મળી આલિયા ભટ્ટ, ‘હાર્ટ ઓફ સ્ટોન’નું ટ્રેલર રિલીઝ
Heart Of Stone Trailer : હોલીવુડ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન' ઘણા સમયથી ચર્ચામાં છે. આલિયા ભટ્ટની આ પહેલી હોલીવુડ ફિલ્મ છે. આલિયા આ ફિલ્મથી હોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.
Heart Of Stone Trailer : હોલિવૂડ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ના મેકર્સે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. આ સાથે તે આલિયા ભટ્ટની હોલિવૂડ ડેબ્યુ ફિલ્મનું ટીઝર હોવાના કારણે પણ ચર્ચામાં છે. આ ફિલ્મમાં ગેલ ગેડોટ અને જેની ડોર્નન પણ મુખ્ય ભૂમિકામાં છે. ગેલ ગેડોટ આખા ટ્રેલરમાં પ્રભુત્વ ધરાવે છે. ગેલ ગેડોટ એક્શનથી લઈને ખતરનાક સ્ટંટ સુધી પરફોર્મ કરતી જોવા મળે છે.
આ પણ વાંચો : Met Gala 2023 : મેટ ગાલામાં બોલિવૂડની સુંદરીઓનો જલવો, આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરાના આઉટફિટ્સની થઈ રહી છે ચર્ચા
ડાયલોગ્સ ખૂબ જ છે જોરદાર
તે જ સમયે ટ્રેલર જોયા પછી એક વાત સ્પષ્ટ છે કે આલિયા ભટ્ટે તેની પ્રથમ હોલીવુડ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી છે. આ ભૂમિકા નિભાવતી વખતે તે ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. અને હોલીવુડ સ્ટાર ગેલ ગેડોટ એક સિક્રેટ એજન્ટ છે. જે પોતાના મિશનને પૂર્ણ કરવા માટે ઘણી બધી બાબતોમાંથી પસાર થતી જોવા મળશે. ટ્રેલરની શરૂઆતમાં બોલાયેલા ડાયલોગ્સ ખૂબ જ જોરદાર છે.
લોકો આલિયાના કરી રહ્યા છે વખાણ
હાર્ટ ઓફ સ્ટોન ટ્રેલરની શરૂઆત જણાવે છે કે, “તમે જાણો છો કે તમે શેના માટે સાઇન અપ કર્યું છે. કોઈ મિત્ર નથી, કોઈ સંબંધ નથી… આપણે શું કરીએ છીએ તે ખૂબ મહત્વનું છે. જ્યારે સરકારો નિષ્ફળ જાય છે, ત્યારે ફક્ત ચાર્ટર જ બચે છે. ટ્રેલર શેર કરતાં આલિયા ભટ્ટે લખ્યું, “હાર્ટ ઓફ સ્ટોન, 11મી ઓગસ્ટ @netflix @netflixindia. ટ્રેલર જોયા બાદ લોકો આલિયાના વખાણ કરતા જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે, ફિલ્મફેર સાથેના ઈન્ટરવ્યુ દરમિયાન પણ આલિયા ભટ્ટે હાર્ટ ઓફ સ્ટોનની ટીમના વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે તે ખૂબ જ મૈત્રીપૂર્ણ છે અને તે ખૂબ આભારી છે. હોલીવુડમાં કામ કરવું તેના માટે ખૂબ જ ખાસ હતું. એક્શન ફિલ્મના શૂટિંગ દરમિયાન ત્યાંની ટીમે તેને ખૂબ જ કમ્ફર્ટ ફીલ કરાવ્યું. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ સિવાય રણવીર સિંહ સાથે રોકી અને રાનીની લવસ્ટોરી પણ આવવાની તૈયારીમાં છે.