AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Met Gala 2023 : મેટ ગાલામાં બોલિવૂડની સુંદરીઓનો જલવો, આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરાના આઉટફિટ્સની થઈ રહી છે ચર્ચા

Met Gala 2023 : ઈન્ટરનેશનલ ઈવેન્ટ મેટ ગાલા 2023માં બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરાએ પણ રેડ કાર્પેટ પર પોતાનો ઝલવો ફેલાવ્યો હતો. આટલું જ નહીં આલિયા ભટ્ટનું ડેબ્યૂ શાનદાર રહ્યું હતું.

Met Gala 2023 : મેટ ગાલામાં બોલિવૂડની સુંદરીઓનો જલવો, આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરાના આઉટફિટ્સની થઈ રહી છે ચર્ચા
Met Gala 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 12:25 PM
Share

Met Gala 2023 : ફેશન અને ગ્લેમરની સૌથી મોટી અને સૌથી ખાસ રાત પસાર થઈ ગઈ છે. ગઈ રાત્રે મેટ ગાલા 2023નું આયોજન કર્યું. ફેશન અને ડિઝાઇનર્સની કળાને પ્રદર્શિત કરવાની આ સૌથી મોટી તક હતી. જે લોકો યુનિક ફેશનને પસંદ કરે છે તેમના માટે આ મોટી ઈવેન્ટ કોઈ તહેવારથી ઓછી નથી. આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં જ્યાં હોલીવુડથી લઈને અન્ય ઉદ્યોગોના સ્ટાર્સ ગ્લેમરનો તડકો ઉમેરે છે. તે જ સમયે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે પણ આ વર્ષે ડેબ્યુ કર્યું છે.

આ પણ વાંચો : Met Gala 2023 : આજે મેટ ગાલા રેડ કાર્પેટ પર પહેલીવાર જોવા મળશે આલિયા ભટ્ટ, પ્રિયંકાના ડ્રેસ પર રહેશે તમામની નજર

દરેક વ્યક્તિ જાણે છે કે, દર વર્ષે મે મહિનાના પહેલા સોમવારે આ ઇવેન્ટને મેટ મન્ડે તરીકે ઉજવવામાં આવે છે. દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા પછી, ગઈકાલે રાત્રે આલિયા ભટ્ટે પણ મેટ ગાલા 2023માં પોતાની સુંદરતા ફેલાવી હતી. આલિયા ભટ્ટ છેલ્લા ઘણા મહિનાઓથી આ મોટા ઈવેન્ટની તૈયારી કરી રહી હતી. અભિનેત્રીએ માતા બન્યા બાદ પોતાનું પ્રેગ્નન્સી વજન પણ ઘટાડ્યું છે. આલિયાએ પોતાની જાતને ફરીથી ફિટ કરવા માટે ઘણી મહેનત કરી છે.

આલિયા લાગી રાજકુમારી

આલિયા ભટ્ટે જ્યારે રેડ કાર્પેટ પર પગ મૂક્યો ત્યારે એવું લાગી રહ્યું હતું કે, જાણે કોઈ એન્જલ સામે આવી ગઈ હોય. આલિયા ભટ્ટે મોતીથી જડાયેલું સફેદ ગાઉન પહેર્યું હતું. જેમાં તે કોઈ રાજકુમારીથી ઓછી લાગી રહી હતી. અભિનેત્રીનો ગાઉન જૂની રાણીઓ જેવો હતો. આ ઉપરાંત તેણે કાનની ઈયરિંગ પણ શાનદાર પહેરી હતી. આલિયાનો લુક જોઈને લોકો તેને જોઈ જ રહ્યા. અભિનેત્રીએ પાપારાઝીને પણ શાનદાર પોઝ આપ્યા હતા.

આલિયા ઉપરાંત ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા પણ દર વર્ષની જેમ આ ફેશન ઈવેન્ટનો ભાગ બની હતી. પ્રિયંકા સાથે નિક જોનાસ પણ હાજર હતો. આ કપલે પણ પોતાની ફેશનથી બધાને પ્રભાવિત કર્યા હતા. દેશી ગર્લ પ્રિયંકાએ થાઈ હાઈ સ્લિટ બ્લેક ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું હતું. જેની સાથે તેણે બ્લેક લોંગ શ્રગ પણ કેરી કર્યું છે. બીજી તરફ પ્રિયંકાની હેરસ્ટાઈલ એકદમ યુનિક છે.

પ્રિયંકા-નિકની શાનદાર જોડી

જો જોવામાં આવે તો પ્રિયંકા ચોપરાએ પોતાના લુકથી બધાને ખુશ કરી દીધા છે. તેણે ગ્લેમર અને ફેશનનું પરફેક્ટ કોમ્બિનેશન કર્યું છે. જ્યારે નિક જોનાસે બ્લેક કોટ પેન્ટ અને સફેદ શર્ટ પહેર્યું હતું. નિક તેના લુકમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">