AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુપ્રીમ કોર્ટે એકતા કપૂરને લગાવી ફટકાર, કહ્યું તમે યુવાનોના મગજને કરી રહ્યા છો દુષિત

બિહારના બેગુસરાયની કોર્ટે એકતા કપૂર (Ekta Kapoor) વિરુદ્ધ એક્સ સૈનિક શંભુ કુમારની ફરિયાદ પર વોરંટ જાહેર કર્યું હતું. આ ફરિયાદ એક્સએક્સએક્સ સિઝન 2 માં સૈનિકની પત્ની સાથે જોડાયેલા કેટલાક દ્રશ્યોને કારણે કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે એકતા કપૂરને લગાવી ફટકાર, કહ્યું તમે યુવાનોના મગજને કરી રહ્યા છો દુષિત
ekta kapoor
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2022 | 7:14 PM
Share

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફિલ્મ અને ટીવી પ્રોડ્યુસર એકતા કપૂરની (Ekta Kapoor) ઓટીટી એપ ઓલ્ટ બાલાજી (Alt Balaji) પર સ્ટ્રીમ થયેલી વેબ સીરિઝ એક્સએક્સએક્સમાં બતાવવામાં આવેલા વાંધાજનક દ્રશ્યો પર ફટકાર લગાવતા કહ્યું કે તે આ દેશની યુવા પેઢીના મગજને દુષિત કરી રહી છે. આ કોર્ટમાં એકતા કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી ચાલી રહી હતી. વેબ સિરીઝ એક્સએક્સએક્સમાં સૈનિકોનું કથિત રૂપે અપમાન કરવા અને તેમના પરિવારોની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ તેની સામે જાહેર કરાયેલ ધરપકડ વોરંટને એકતા કપૂર તરફથી પડકારવામાં આવ્યો હતો.

જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે એકતા કપૂરને કહ્યું કે, “કંઈક કરવાની જરૂર છે. તમે આ દેશની યુવા પેઢીના મનને દુષિત કરી રહ્યા છો. આ કન્ટેન્ટ બધા માટે ઉપલબ્ધ છે. ઓટીટી (ઓવર ધ ટોપ) કન્ટેન્ટ કોઈ પણ જોઈ શકે છે. આવી સિરીઝ દ્વારા તમે લોકોને કેવો વિકલ્પ આપો છો? તમે યુવા પેઢીના મનને દૂષિત કરી રહ્યા છો.

એકતા તરફથી એડવોકેટ મુકુલ રોહતગીએ રજૂ કર્યો પોતાનો પક્ષ

એકતા કપૂર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે પટના હાઈકોર્ટ સમક્ષ એક અરજી દાખલ કરવામાં આવી છે, પરંતુ એવી આશા નથી કે આ મામલો ટૂંક સમયમાં સુનાવણી માટે સૂચિબદ્ધ થશે. તેમને કહ્યું કે કોર્ટે આ પહેલાં પણ એકતા કપૂરને આવા જ કેસમાં સંરક્ષણ આપ્યું હતું. રોહતગીએ વધુમાં કહ્યું કે આ કન્ટેન્ટ સબસ્ક્રીપ્શન પર આધારિત છે અને આ દેશમાં દરેકને પસંદગીની સ્વતંત્રતા છે.

કોર્ટે આપ્યો ઠપકો

આ વિશે વાત કરતી વખતે કોર્ટે કહ્યું કે “તમે જ્યારે પણ આ કોર્ટમાં આવો છો. અમે તેની કદર કરતા નથી. આવી અરજી દાખલ કરવા માટે અમે તમારી પાસેથી ખર્ચ લઈશું. રોહતગી મહેરબાની કરીને તમારા ક્લાયન્ટને આ વાત જણાવો. માત્ર એટલા માટે કે તમે સારા વકીલોની સેવાઓ લઈ શકો છો, આ કોર્ટ તમને મદદ કરશે નહીં. આ કોર્ટ એવા લોકો માટે નથી કે જેની પાસે અવાજ છે.

એકતા કપૂર માટે એવું પણ કહેવામાં આવ્યું છે કે “આ કોર્ટ એવા લોકો માટે કામ કરે છે જેમની પાસે પોતાનો અવાજ નથી. જે લોકો પાસે તમામ પ્રકારની સુવિધાઓ છે, જો તેઓને ન્યાય ન મળી શકે તો આ સામાન્ય માણસની શું હાલત થશે તે વિશે વિચારો. અમે ઓર્ડર જોયો છે અને અમારી પોતાની રિઝર્વેશન છે. સર્વોચ્ચ અદાલતે આ મામલાને પેન્ડિંગ રાખ્યો અને સૂચવ્યું કે હાઈકોર્ટમાં સુનાવણીની સ્થિતિ વિશે જાણવા માટે સ્થાનિક વકીલોને રોકી શકાય છે.

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">