કિયારા અડવાણી સાથે રિલેશનશિપમાં છે સિદ્ધાર્થ, કોફી વિથ કરણમાં કર્યો ખુલાસો

TV9 GUJARATI

|

Updated on: Aug 18, 2022 | 2:19 PM

સિદ્ધાર્થ (Siddharth Malhotra) અને કિયારાના (Kiara Advani) રિલેશનશિપની પુષ્ટિ થયા બાદ હવે ફેન્સ પણ આ એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

કિયારા અડવાણી સાથે રિલેશનશિપમાં છે સિદ્ધાર્થ, કોફી વિથ કરણમાં કર્યો ખુલાસો
Siddhartha and Kiara
Follow us

આખરે સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) અને કિયારા અડવાણીએ (Kiara Advani) તેમના રિલેશનશિપની વાતને કન્ફર્મ કરી છે. ઘણા સમયથી બંને રિલેશનશિપમાં છે તેવી અટકળો ચાલી રહી હતી, પરંતુ બંનેમાંથી કોઈએ પણ આ વાતની પુષ્ટિ કરી નથી. પરંતુ કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ સીઝન 7માં (Koffee With Karan) આ વાતની પુષ્ટિ થઈ. તમને જણાવી દઈએ કે કોફી વિથ કરણના લેટેસ્ટ એપિસોડમાં વિકી કૌશલ અને સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળવાના છે. સિદ્ધાર્થ અને કિયારાના રિલેશનશિપની પુષ્ટિ થયા બાદ હવે ફેન્સ પણ આ એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

સિદ્ધાર્થે કર્યું કન્ફર્મ

તમને જણાવી દઈએ કે કરણ જોહરે બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાને પૂછ્યું કે શું તે આ શોમાં કોઈ મોટી જાહેરાત કરવા ઈચ્છે છે. તમને જણાવી દઈએ કે કરણ જોહરનો ઈશારો કિયારા અને સિદ્ધાર્થના રિલેશનશિપ વિશે હતો. કરણ જોહરના આ સવાલને સિદ્ધાર્થે નજરઅંદાજ કરવાની કોશિશ કરી હતી. પરંતુ તે બચી શક્યો ન હતો. તેને તરત જ સિદ્ધાર્થને પૂછ્યું કે શું તમે કિયારા અડવાણીને ડેટ કરો છો? શું તમારો કોઈ ફ્યુચર પ્લાન છે જેના વિશે અમને પણ ખબર હોવી જોઈએ?

વિકીએ પણ સિદ્ધાર્થને ચીડવ્યો

એક્ટર વિકી કૌશલે પણ સિદ્ધાર્થ મલ્હોત્રાને ચીડવ્યો હતો. તેને સિદ્ધાર્થની સામે ‘રાતાં લંબિયા’ ગીત ગાયું હતું. આ પછી જ સિદ્ધાર્થે કહ્યું કે તે આ શોમાં એક જાહેરાત કરી રહ્યો છે. આટલું કહીને સિદ્ધાર્થ અટકી ગયો. આ દરમિયાન કરણ જોહરે સિદ્ધાર્થને પૂછ્યું કે શું તે એ કહેવાનો છે કે તે કિયારા અડવાણી સાથે લગ્ન કરશે?

કરણ જોહરની આ વાત પર સિદ્ધાર્થે જવાબ આપ્યો કે જો કિયારા હશે તો બહુ સારું રહેશે. પરંતુ હાલ તે માત્ર એક જાહેરાત કરી રહ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ કન્ફર્મ કર્યું છે કે તે કિયારા સાથે રિલેશનશિપમાં છે. તેની સાથે જ તેનું ફ્યુચર પ્લાનિંગ કરી રહ્યો છે. બંને સેલેબ્સ ઘણી વખત સાથે જોવા મળ્યા છે. હાલમાં જ કિયારા સિદ્ધાર્થના જન્મદિવસને સેલિબ્રેટ કરવા ગઈ હતી.

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati