AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rana Naidu Review : સસ્પેન્સથી ભરેલી એ જ સ્ટોરી, જોતાં પહેલા વાંચો કે કેવી છે રાણા અને વેંકટેશની નવી સિરીઝ

Rana Naidu Review : રાણા નાયડુમાં ઘણી હિન્દી અને દક્ષિણ ફિલ્મોના પ્રખ્યાત કલાકારોનો સમાવેશ થાય છે. જો તમે આ વેબ સિરીઝ જોવા માંગતા હો, તો તમારે આ રિવ્યુ વાંચવો જ પડશે.

Rana Naidu Review : સસ્પેન્સથી ભરેલી એ જ સ્ટોરી, જોતાં પહેલા વાંચો કે કેવી છે રાણા અને વેંકટેશની નવી સિરીઝ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2023 | 8:56 AM
Share

કલાકાર : વેંકટેશ દગ્ગુબાતી, રાણા દગ્ગુબાતી અને સુરવીન ચાવલા

ડિરેક્ટરઃ કરણ અંશુમન અને સુપર્ણ વર્મા

રેટિંગ : 2.5 સ્ટાર

OTTની મોસ્ટ અવેઈટેડ વેબ સિરીઝ રાણા નાયડુ શુક્રવારે સ્ક્રીન પર રિલીઝ થઈ છે. ફેન્સ સાઉથના પ્રખ્યાત સુપરસ્ટાર રાણા દગ્ગુબાતી અને વેંકટેશની કેમેસ્ટ્રી જોવા આતુર હતા પરંતુ જે કલ્ચર અને ફેમિલી ડ્રામા માટે સાઉથની ફિલ્મો અને સિરીઝ ફેમસ છે, આ સિરીઝ તે કન્ટેન્ટથી સાવ અલગ છે.

આ પણ વાંચો : Tu Jhoothi Main Makkaar Review : રોમકોમને લાગ્યો લાગણીઓનો સંપૂર્ણ તડકો, વાંચો લવ રંજનની ફિલ્મની સંપૂર્ણ રિવ્યૂ

વેંકટેશની આ સિરીઝમાં દર્શકોને એક્શન અને થ્રિલર તેમજ બોલ્ડ અને એડલ્ટ કન્ટેન્ટ જોવા મળી રહ્યા છે. આ જ કારણ છે કે રાણા નાયડુ પરિવાર સાથે જોવા મળી શકતા નથી. જો તમે આ સિરીઝ જોવા માંગો છો, તો ચોક્કસપણે આ રિવ્યૂ વાંચો.

જાણો શું છે ફિલ્મની સ્ટોરી

નેટફ્લિક્સ સિરીઝમાં રાણા નાયડુ તરીકે રાણા દગ્ગુબાતી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યારે વેંકટેશ રાણાના પિતા નાગાનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મમાં સુશાંત સિંહ રાણાના ભાઈ તેજના રોલમાં, સુરવીના ચાવલા રાણાની પત્ની નૈના અને અભિષેક બેનર્જી જાફાના રોલમાં જોવા મળે છે.

રાણા નાયડુની વાર્તા હૈદરાબાદ અને મુંબઈની ગલીઓમાં ફરતી જોવા મળે છે. રાણા નાયડુ એક સ્માર્ટ બિઝનેસ મેન છે. તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને અલગ રાખવાનું પસંદ કરે છે. બીજી બાજુ રાણા તેની પત્ની નૈનાને ખૂબ જ પ્રેમ કરે છે અને એક સારા પતિ તેમજ સારા પિતા બનવાનો તમામ પ્રયાસ કરે છે. રાણાની પત્ની સાઉથની જાણીતી અભિનેત્રી રહી ચુકી છે.

નાગાની એન્ટ્રી સાથે સીરિઝમાં નવો ટ્વિસ્ટ

ધંધાના નામે ગુનાઓ છુપાવનારા રાણાનો ધંધો નૈના માટે રહસ્ય જ રહ્યો. નૈના રાણાના કામથી સાવ અજાણ છે પરંતુ બંને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા રહે છે. રાણા નાયડુ તેમના પિતા નાગા સાથે નથી બનતું. સિરીઝની શરૂઆતમાં નાગા તેના ગુનાઓને કારણે જેલમાં બંધ જોવા મળે છે પરંતુ નાગા સજા પૂરી થયાના પાંચ વર્ષ પહેલા જેલમાંથી છૂટી જાય છે. આવી સ્થિતિમાં નાગાની એન્ટ્રી સાથે સીરિઝમાં નવો ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત રાણાના પરિવારમાં થઈ રહેલા નવા ખુલાસાઓને કારણે સિરીઝની સ્ટોરી એક રસપ્રદ વળાંક લે છે.

દિગ્દર્શન અને કલાકારોનો અભિનય

રાણા નાયડુમાં રાણા દગ્ગુબાતીનો રોલ ઘણો રસપ્રદ છે પરંતુ વેંકટેશની એન્ટ્રી આ સિરીઝમાં એક વળાંક લેવાનો નબળો પ્રયાસ કરે છે. હકીકતમાં રાણા અને વેંકટેશનના શાનદાર પ્રદર્શન છતાં પિતા અને પુત્ર વચ્ચેની દુશ્મનાવટની આ વાર્તા વધુ પ્રભાવિત કરતી નથી. પિતા-પુત્રની દુશ્મનીની કહાની, ક્રાઈમ જગતનું સસ્પેન્સ આ પહેલા પણ દર્શકો ઘણી સીરિઝમાં જોઈ ચૂક્યા છે. આ જ કારણ છે કે ઘણા પ્રતિભાશાળી કલાકારો હોવા છતાં, આ સિરીઝ અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી.

શા માટે જુઓ કે ન જુઓ

રો ભાષા, બોલ્ડ કન્ટેન્ટ, અપશબ્દોથી ભરેલી આ સિરીઝ પરિવાર સાથે બિલકુલ જોઈ શકાતી નથી. તેને જોવા માટે તમારે ચોક્કસપણે હેડફોન્સની જરૂર પડશે. આવી ઘણી સિરીઝ જોઈ છે, તેથી જો તમે ઇચ્છો, તો તમે છોડી શકો છો અને બીજું કંઈક જોઈ શકો છો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">