Tu Jhoothi Main Makkaar Review : રોમકોમને લાગ્યો લાગણીઓનો સંપૂર્ણ તડકો, વાંચો લવ રંજનની ફિલ્મની સંપૂર્ણ રિવ્યૂ
TJMM Review : રણબીર કપૂર અને શ્રદ્ધાની ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. જો તમે આ ફિલ્મને થિયેટરમાં જોવા માંગો છો, તો આ રિવ્યૂ ચોક્કસ વાંચો.

કલાકારો : રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર, ડિમ્પલ કાપડિયા, બોની કપૂર, અનુભવ સિંહ બસ્સી
દિગ્દર્શક : લવ રંજન
રિલીઝ : થિયેટર
રેટિંગ : 4 સ્ટાર્સ
આ પણ વાંચો : ‘પ્યાર હોતા કઈ બાર હૈ’ ગીતને લઈનો રણબીર કપૂરે કર્યો ખુલાસો, કહ્યું- આ ગીત મારા જીવન પર આધારિત..
‘તુ જૂઠી મેં મક્કર’ સાથે, લવ રંજન ફરી એકવાર રોમ-કોમ ફિલ્મ સાથે બોક્સ ઓફિસ પર પાછો ફર્યો છે. 8 માર્ચે ‘મહિલા દિવસ‘ના અવસર પર રિલીઝ થનારી આ ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર પહેલીવાર એકબીજા સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર શ્રદ્ધાની સાથે ડિમ્પલ કાપડિયા, બોની કપૂર, અનુભવ સિંહ બસ્સી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. જો તમે આ અઠવાડિયે આ ફિલ્મ જોવાનું વિચારી રહ્યા છો, તો આ રિવ્યુ ચોક્કસ વાંચો.
જાણો શું છે ફિલ્મની સ્ટોરી
આ વાર્તા છે મિકી અને ટીનીની. રોહન અરોરા (રણબીર કપૂર) એટલે કે મિકી તેના પરિવાર સાથે દિલ્હીમાં રહે છે. તેમના પરિવારમાં દાદી, પિતા (બોની કપૂર), માતા (ડિમ્પલ કાપડિયા), બહેન, ભત્રીજી, ભાભી અને તેમના મિત્ર (અનુભવ સિંહ બસ્સી) નો સમાવેશ થાય છે. મિકી તેના મિત્ર સાથે ફેમિલી બિઝનેસ ચલાવે છે અને આ સિવાય આ બંને મિત્રો મળીને બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડને બ્રેકઅપ કરાવવા માટે કોન્ટ્રાક્ટ પણ લે છે. ટીન્ની એટલે કે નિશા વિશે વાત કરીએ તો, નોકરી માટે દિલ્હીમાં હોવા છતાં, ટીન્ની એક સ્વતંત્ર અને આધુનિક છોકરી છે જે તેના પરિવારથી દૂર રહે છે.
હવે જૂઠી ટીન્ની અને મક્કર મિકી સાથે આવ્યા પછી શું થાય છે, શું તેમનો ટાઈમપાસ પ્રેમમાં બદલાઈ જાય છે કે પછી એક થયા પહેલા તેમના સંબંધો તૂટી જાય છે, તમને લવ રંજનની ફિલ્મમાં આની રસપ્રદ વાર્તા જોવા મળશે.
જાણો કેવી છે ફિલ્મ
લવ રંજનની આ ફિલ્મમાં લગભગ 8 ગીતો છે. જેમ જેમ ફિલ્મ આગળ વધે છે તેમ આ ગીતો વધુ રસપ્રદ થતા જાય છે. જોકે હોળીના અવસર પર રિલીઝ થયેલી આ ફિલ્મમાં એક પણ હોળી ગીત નથી. ફિલ્મના કેટલાક મોનોલોગ પહેલાં હાફમાં બિનજરૂરી અને થોડા કંટાળાજનક લાગે છે, પરંતુ આ ક્ષણ ખૂબ ટૂંકી છે. સેકન્ડ હાફમાં ફિલ્મ એન્ટરટેઈનમેન્ટનો ડબલ ડોઝ આપે છે. ફિલ્મમાં કાર્તિક આર્યન અને નુસરત ભરૂચાની એન્ટ્રી ચાહકો માટે સરપ્રાઈઝ હશે.
આજના જમાનાનું ફેમિલિ ડ્રામા
આ પરિવારમાં બતાવેલા અરોરા પરિવાર સાથે આજની ફેમિલિ રિલેટ કરી શકશે. આ ફિલ્મમાં કોઈ પરિવાર પોતાની વહુ પાસેથી સાડીની અપેક્ષા રાખતો નથી, ન તો રડતો અને ઈમોશનલ અત્યાચાર. આ જ કારણ છે કે આજની યુવા પેઢીને આ ફિલ્મ ચોક્કસ ગમશે.
અભિનય, દિગ્દર્શન અને વાર્તા
લવ રંજનની ‘તુ જૂઠી મેં મક્કર’ એક તાજગીભરી સ્ટોરી કહે છે. રણબીર અને શ્રદ્ધાની એક્ટિંગની સાથે તેમની કેમેસ્ટ્રી પણ અદભૂત છે. આ રોમકોમ સાથે રણબીર ફરી એકવાર તેના મોહક લુકમાં જોવા મળ્યો છે, જે તેના ચાહકોને ખૂબ જ પસંદ છે. રણબીર અને શ્રધ્ધાની સાથે ડિમ્પલ કાપડિયાએ ફરી એકવાર પોતાના અભિનયનું પરાક્રમ બતાવીને સૌના દિલ જીતી લીધા છે. સ્ટેન્ડ અપ કોમેડિયન અનુભવ સિંહ બસીની આ પહેલી ફિલ્મ હતી પરંતુ આ ફિલ્મમાં તેણે પોતાના રોલને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. મિકીની ભત્રીજીથી લઈને તેના પિતા અને બહેન સુધી, ફિલ્મના દરેક પાત્રની કાસ્ટિંગ પરફેક્ટ છે અને આ એક કારણ છે કે આ વાર્તા દર્શકોને તેના તરફ આકર્ષિત રાખે છે.
‘તુ જૂઠી મેં મક્કર’ એક પરફેક્ટ લવ રંજન ફિલ્મ છે. લવ રંજન દ્વારા દિગ્દર્શિત આ પહેલી ફિલ્મ હતી. જેમાં નુસરત અને કાર્તિકની મુખ્ય ભૂમિકાઓ નહોતી. રણબીર અને શ્રદ્ધા સાથે લવે ફરી એકવાર દર્શકો સામે પરફેક્ટ રોમકોમ ફેમિલી ડ્રામા રજૂ કર્યો છે. તમને હસાવતી વખતે આ ફિલ્મ તમને ક્યારે ઈમોશનલ કરી દેશે એ ખબર પણ નહીં પડે. આ વાર્તા યુવાનોથી લઈને વડીલો સુધી દરેક માટે મનોરંજક છે. મોનોલોગ અને ડાયલોગ આ સ્ક્રિપ્ટને હંમેશની જેમ મજબૂત બનાવી રહ્યા છે. ફિલ્મનો ક્લાઈમેક્સ સૌથી મજેદાર છે.
શા માટે જોવી
લાંબા સમય બાદ બોલિવૂડમાં આવી રોમકોમ ફિલ્મ આવી છે, જે આખા પરિવાર સાથે થિયેટરોમાં જોઈ શકાશે. જો તમે રણબીર કપૂરની જૂની સ્ટાઈલને મિસ કરી રહ્યાં હોવ તો તમારે આ ફિલ્મ જોવી જ જોઈએ. જો તમને લવ રંજન ની ફિલ્મો જોવી ગમતી હોય તો આ ફિલ્મ તમારા માટે છે.
શા માટે ન જોવી
જો તમે ફિલ્મોમાં એક્શન જોવા માંગો છો, રડતા જોવા માંગો છો, તો આ ફિલ્મ તમારા માટે બિલકુલ નથી.