Video : બાલાકોટ એરસ્ટ્રાઈક પર આવી રહેલી વેબ સિરીઝ, લારા દત્તાએ શેયર કર્યુ ધમાકેદાર ટીઝર

Ranneeti - Balakot and Beyond Teaser : વર્ષ 2019માં ભારતના બાલાકોટ એરસ્ટ્રાઈકને કારણે દેશવાસીઓએ ગર્વની લાગણી અનુભવી હતી. આ સ્ટ્રાઈકથી પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી કેમ્પસના ભારતીય જવાનોએ ધ્વસ્ત કર્યુ હતુ. આ જ ઐતિહાસિક ઘટના પર વેબ સીરીઝ આવી રહી છે.

Video : બાલાકોટ એરસ્ટ્રાઈક પર આવી રહેલી વેબ સિરીઝ, લારા દત્તાએ શેયર કર્યુ ધમાકેદાર ટીઝર
Ranneeti balakot web series teaserImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 8:06 PM

Balakot : બોલિવૂડ અને ઓટીટી પ્લેટફોર્મ પર હવે સત્ય ઘટનાઓ પર બનેલી ફિલ્મો અને વેબ સીરીઝ વધારે બની રહી છે. આ ફિલ્મો અને વેબ સીરીઝને ફેન્સ પણ ખુબ પસંદ કરી રહ્યા છે. કેટલીક ફિલ્મોને ફિક્શન ફોર્મમાં બનાવવામાં આવી રહી છે તો કેટલાકને ડોક્યૂમેન્ટ સીરીઝના રુપમાં બનાવવામાં આવી રહી છે. વર્ષ 2019માં બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી, જેના પર એક શાનદાર વેબ સીરીઝ આવી રહી છે.

આ ઐતિહાસિક સર્જિકલ સ્ટ્રાઈક પર વેબ સીરીઝ રિલીઝ થવા જઈ રહી છે. આ વેબ સીરીઝનું ટીઝર જાહેર કરવામાં આવ્યું છે. અભિનેત્રી લારા દત્તાએ વેબ સીરીઝ ‘રણનીતિ – બાલાકોટ એન્ડ બિયોન્ડ’નું ટીઝર શેયર કર્યું છે. આ ટીઝર બહાર પડતાની સાથે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. દેશવાસીઓની આંખ સામે બાલાકોટ એરસ્ટ્રાઈક સમયની ઘટનાઓ તાજા થઈ ગઈ હતી.

આ પણ વાંચો : ઈશા દેઓલે સની દેઓલ માટે કર્યું આ ખાસ કામ, ભાઈ અને બહેન વચ્ચે જોવા મળ્યો સ્પેશિયલ બોન્ડ, જુઓ Video

જુઓ આગામી વેબ સીરીઝનું ધમાકેદાર ટીઝર

(Video Credit – Lara Dutta Bhupath )

આ પણ વાંચો : Exclusive: ગદર 2ના વિલને 12 વર્ષથી માથા પર એક વાળ ઉગવા દીધો નથી, એક કોલ પાછળ છે સમગ્ર સ્ટોરી

લારા દત્તાએ વીડિયો પોસ્ટના કેપ્શનમા લખ્યું છે કે, રણનીતિ- બાલાકોટ એન્ડ બિયોન્ડ. સત્ય ઘટના પર આધારિક નવી સીરીઝ જલ્દી જ આવી રહી છે. જોડાયેલા રહો. ટીઝરમાં સૈન્યના જવાનોનું પરાક્રમ જોવા મળી રહ્યું છે.

સૈન્યના વિમાન આકાશમાં કરતબ બતાવી રહ્યા છે. અને કેટલાક સ્થળો પર બોમ્બ વર્ષ કરતા જોવા મળી રહ્યા છે. આ ટીઝરના બેકગ્રાઉન્ડમાં અવાજ આવી રહ્યો છે કે – આ એક નવુ રણ છે અને તે તેને જીતવા માટે નવી રણનીતિની જરુરત છે.જણાવી દઈએ કે આ વેબ સીરીઝ જીયો સિનેમા પર જોવા મળશે.

આ પણ વાંચો :  Gadar 2 રીલિઝ થતાં જ સની દેઓલે માંગી માફી, કહ્યું- મારાથી ભૂલ થઈ હોય તો માફ કરી દો!, જુઓ Video

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ટીઝર પર ફેન્સ રિએક્શન પણ આપી રહ્યા છે. બોલિવૂડ ફિલ્મો અને વેબ સીરીઝના ફેન્સ આ સીરીઝને લઈને ઉત્સુક દેખાઈ રહ્યા છે. વીડિયો પોસ્ટના કમેન્ટ બોક્સમાં તેમના રિએક્શન જોવા મળી રહ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates