ઈશા દેઓલે સની દેઓલ માટે કર્યું આ ખાસ કામ, ભાઈ અને બહેન વચ્ચે જોવા મળ્યો સ્પેશિયલ બોન્ડ, જુઓ Video
સની દેઓલની (Sunny Deol) 'ગદર 2'એ દેઓલ પરિવારને નજીક લાવી દીધો છે. બહેનો ઈશા અને આહાના પહેલીવાર ભાઈઓ સની દેઓલ અને બોબી દેઓલ સાથે જોવા મળી હતી. બહેન ઈશાએ સની દેઓલ માટે કંઈક ખાસ કર્યું છે.
સની દેઓલની (Sunny Deol) ‘ગદર 2’ની (Gadar 2) ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ફેમસ થઈ ગઈ હતી. ફિલ્મ જોવા માટે ફેન્સ પહોંચી રહ્યા છે. તારા સિંહ અને સકીનાની આગળની સ્ટોરી ‘ગદર 2’માં બતાવવામાં આવી રહી છે, જે લોકોના દિલ જીતવામાં સફળ છે. ફિલ્મે પહેલા દિવસે જ શાનદાર ઓપનિંગ કરી હતી. ફિલ્મને લોકોનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ‘ગદર 2’ની રિલીઝથી સની દેઓલના જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે. દેઓલ પરિવાર હવે પહેલા કરતા વધુ નજીક છે. સની દેઓલની બહેનો ઈશા અને આહાના ભાઈઓ સની અને બોબીની નજીક આવી છે.
(VC: instantbollywood instagram)
ઈશાએ ભાઈ માટે કર્યું કંઈક ખાસ
બે દિવસ પહેલા જ સની દેઓલે ફિલ્મની સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે બોલિવુડ સેલેબ્સ સિવાય સની દેઓલના પરિવારના સભ્યો પણ પહોંચ્યા હતા. આમાં બહેનો ઈશા અને આહાના હાજર ન હતી, પરંતુ હવે બહેન ઈશા દેઓલે તેના ભાઈને સરપ્રાઈઝ આપી છે. ઈશા દેઓલે સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ કર્યું હતું. આ પ્રસંગે સની દેઓલ, બોબી દેઓલ અને આહાના દેઓલ જોવા મળ્યા હતા. 40 વર્ષમાં પહેલીવાર એવું જોવા મળ્યું, જ્યારે બહેનોએ સની દેઓલ માટે કંઈક ખાસ કર્યું. સની દેઓલને બહેનોનું આ સરપ્રાઈઝ ગમ્યું જ હશે.
View this post on Instagram
(VC: viralbhayani instagram)
લોકો પસંદ આવી રહ્યો છે આ વીડિયો
ઈશા દેઓલ છેલ્લા કેટલાક દિવસોથી આવી ઘણી પોસ્ટ કરી રહી છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે તેના અને સની દેઓલના પરિવાર વચ્ચે કોઈ અંતર નથી. ભાઈ સની માટે બહેન ઈશાના પ્રેમને લોકો પસંદ કરી રહ્યા છે. ભૂતકાળમાં ઈશા દેઓલ સની દેઓલના પુત્ર કરણ દેઓલના લગ્નમાં હાજર રહી ન હતી, જેને લઈને ઘણા સવાલો પણ ઉભા થયા હતા, પરંતુ લગ્નના થોડા દિવસો બાદ જ ઈશાએ કરણ અને દ્રિષાને તેમના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા. આ પછી તે સની દેઓલની ફિલ્મનું ટ્રેલર પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર ‘ગદર 2’નું પ્રમોશન કરતી જોવા મળી હતી. એટલું જ નહીં, ફિલ્મની રિલીઝના એક દિવસ પહેલા તે સોશિયલ મીડિયા પર સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ માટે ચીયર કરી રહી હતી.
આ પણ વાંચો: Gadar 2 રીલિઝ થતાં જ સની દેઓલે માંગી માફી, કહ્યું- મારાથી ભૂલ થઈ હોય તો માફ કરી દો!, જુઓ Video
તમને જણાવી દઈએ કે આ પહેલા સની દેઓલ, બોબી દેઓલ, ઈશા અને આહાના સાથે જોવા મળ્યા નથી. આટલા વર્ષોમાં આ પહેલીવાર છે જ્યારે ચારેય સાથે સમય પસાર કરતા જોવા મળ્યા હતા. ધર્મેન્દ્રના પરિવારનું બોન્ડિંગ પહેલા કરતા વધુ મજબૂત થતું જોઈને લોકો ખૂબ જ ખુશ છે. ‘ગદર 2’ની વાત કરીએ તો ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ હાઉસફુલ ચાલી રહી છે. આ ફિલ્મે ઘણી કમાણી કરીને ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે. ‘ગદર 2’ આ વર્ષની બીજી સૌથી વધુ ઓપનિંગ ડે કમાણી કરનાર બની છે. ફિલ્મે પહેલા દિવસે 40 કરોડની કમાણી કરી હતી.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો