ગૌરી સાવંતે સુષ્મિતા સેનનો ‘તાલી’ માટે માન્યો આભાર, કહ્યું- 3 વખત સલામ કરું છું

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Nancy Nayak

Updated on: Oct 09, 2022 | 1:55 PM

6 ઓક્ટોબરે બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા (Sushmita Sen) સેને તેની અપકમિંગ વેબ સિરીઝ 'તાલી'માંથી (Taali) પોતાનો લુક શેયર કર્યો હતો. આ તસવીરમાં તે ખૂબ જ એટ્રેક્ટિવ લાગી રહી હતી.

ગૌરી સાવંતે સુષ્મિતા સેનનો 'તાલી' માટે માન્યો આભાર, કહ્યું- 3 વખત સલામ કરું છું
Gauri Sawant With Sushmita Sen

સુષ્મિતા સેન (Sushmita Sen) હાલમાં તેની અપકમિંગ વેબ સીરિઝ ‘તાલી’ને (Taali) લઈને સતત ચર્ચામાં છે. તે ફેમસ ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ ગૌરી સાવંતના જીવન પર બનેલી વેબ સિરીઝમાં તેનું પાત્ર ભજવવા જઈ રહી છે. આ વેબ સિરીઝનું શૂટિંગ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં સુષ્મિતા સેન ગૌરી સાવંતના સંઘર્ષને પડદા પર લાવવા જઈ રહી છે. સુષ્મિતા સેને થોડા દિવસો પહેલા આ વેબ સિરીઝમાંથી પોતાનો લુક શેયર કર્યો હતો અને હવે ગૌરી સાવંતે પણ સુષ્મિતા સાથે એક તસવીર શેયર કરી છે અને પાત્ર ભજવવા બદલ તેમનો આભાર માન્યો છે.

ગૌરી સાવંતે સુષ્મિતાનો માન્યો આભાર

ગૌરી સાવંતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેયર કરી છે. આ તસવીરમાં તે સુષ્મિતા સેન અને આ વેબ સિરીઝની પ્રોડ્યુસર અફિફા નડિયાદવાલા સાથે જોવા મળી રહી છે. આ તસવીર શેયર કરતાં ગૌરી સાવંતે કેપ્શનમાં લખ્યું, ‘હા માં.. અમે મૂળભૂત રીતે મહિલાઓ છીએ… તમે આમાં મારી ભૂમિકા ભજવશો એટલે કે લેક્ટેટ યોગ… આ મારા સમાજ માટે બહુ મોટું સન્માન છે, તમારી હિંમતને 3 વખત સલામ કરું છું…’

અહીં જુઓ ગૌરી સાવંતની લેટેસ્ટ પોસ્ટ

સુષ્મિતા સેને પણ કરી કોમેન્ટ

ગૌરી સાવંતની કોમેન્ટ પર સુષ્મિતા સેને પણ કોમેન્ટ કરી છે. તેણે હાર્ટ અને હાથ જોડવાવાળી ઇમોજી સાથે લખ્યું હતું કે, ‘તું જ વાસ્તવિક શક્તિ છે ગૌરી. સમાવેશનું એક સશક્ત ઉદાહરણ બનવા બદલ આભાર. ચાલો તે કરીએ. મારો પ્રેમ અને આદર તમને અને તમારા સમુદાયને.

અહીં જુઓ સુષ્મિતાની પોસ્ટ

6 ઓક્ટોબરે કર્યો હતો ‘તાલી’નો લુક શેયર

6 ઓક્ટોબરે જ સુષ્મિતા સેને તેની અપકમિંગ વેબ સિરીઝ ‘તાલી’માંથી પોતાનો લુક શેયર કર્યો હતો. આ તસવીરમાં તે ખૂબ જ એટ્રેક્ટિવ લાગી રહી હતી. ગૌરી સાવંતના પાત્રમાં સુષ્મિતા સેને કેપ્શનમાં લખ્યું, “તાલી- બજાઉંગી નહીં, બજવાઉંગી.” આ સુંદર પાત્રને કેરેક્ટરાઈઝ કરવા અને તેની વાર્તાને દુનિયા સામે લાવવા માટે સૌભાગ્ય મેળવવા માટે મને ગર્વ છે અને આભારી છું !!”

વિક્સની એડમાં જોવા મળી હતી ગૌરી સાવંત

ગૌરી સાવંત મુંબઈની એક ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ છે. તેણી વિક્સ એડમાં ટ્રાન્સજેન્ડર માતા તરીકે જોવા મળી છે જે ત્રીજા લિંગની સ્ટીરિયોટાઈપ રીપ્રેજેંટેશનને તોડવા માટે એક અનાથ છોકરીની પરવરિશ કરે છે. તેણે ‘કૌન બનેગા કરોડપતિ’ની સીઝન 9માં ખારગઢ પાસે સેક્સ વર્કર માટે ઘર બનાવવા માટે જીતીને પૈસા ભેગા કર્યા.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati