એક્ટ્રેસ સુષ્મિતા સેને (Sushmita Sen) ગુરુવારે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની અપકમિંગ ફિલ્મ ‘તાલી’નો (Taali) ફર્સ્ટ લૂક શેયર કર્યો છે. ‘તાલી’ ટ્રાન્સવુમન ગૌરી સાવંતની બાયોપિક છે. આ ફિલ્મ દ્વારા સુષ્મિતા સેન તેના જીવનનું કેરેક્ટરાઈઝેશન કરતી જોવા મળશે. ‘તાલી’ના પહેલા પોસ્ટરમાં તે ગૌરી સાવંતના અવતારમાં જોવા મળી રહી છે. સુષ્મિતા સેને લાલ-લીલા કલરની સાડી પહેરી છે અને તેના કપાળ પર મોટી ગોળ મરૂન બિંદી છે. લોકો તેમના નવા અવતારને ખૂબ પસંદ કરી રહ્યા છે.
ગૌરી સાવંત ‘કૌન બનેગા કરોડપતિ સીઝન 9’માં જોવા મળી હતી અને ઉષા ઉત્થુપે તેને સેક્સ વર્કર માટે ઘર બનાવવા માટે પૈસા ભેગાં કરવામાં સમર્થન આપ્યું હતું.
View this post on Instagram
ગૌરી સાવંતને ટાંકીને સુષ્મિતા સેને પોસ્ટને કેપ્શન આપ્યું હતું કે, “તાલી- બજાઉંગી નહીં, બજવાઉંગી. આ સુંદર પાત્રને કેરેક્ટરાઈઝ કરવા અને તેની વાર્તાને દુનિયા સામે લાવવા માટે સૌભાગ્ય મેળવવા માટે મને ગર્વ છે અને આભારી છું !!”
સુષ્મિતાએ આગળ કહ્યું કે, “અહીં જીવન છે અને તેને સન્માન સાથે જીવવાનો દરેકનો અધિકાર છે!!! આઈ લવ યુ દોસ્તો!!! #દુગ્ગાદુગ્ગા.” તેણે હેશટેગ #ફર્સ્ટ લુક #શ્રીગૌરીસાવંત. એક્ટ્રેસની પોસ્ટ પર કોમેન્ટ કરતા ચારુ આસોપાએ લખ્યું, “વાહ…ફર્સ્ટ લુક શાનદાર છે… તમારા પર ગર્વ છે દીદી. લવ યુ દીદી. તેના એક ફેન્સે કોમેન્ટ કરી, “તમે હમણાં જ જોયું.” અન્ય એક ફેન્સે લખ્યું, “ઓહ માય ગોડ!! તમારી પાસે હંમેશા વધુ શક્તિ રહે. જ્યારે ઘણા ફેન્સે ઉત્સાહ દર્શાવ્યો અને તેમના નવા પ્રોજેક્ટ માટે હાર્ટ ઈમોજીસ શેયર કર્યા.
ગૌરી સાવંત મુંબઈની એક ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ છે. તેણી વિક્સ એડમાં ટ્રાન્સજેન્ડર માતા તરીકે જોવા મળી છે જે ત્રીજા લિંગની સ્ટીરિયોટાઈપ રીપ્રેજેંટેશનને તોડવા માટે એક અનાથ છોકરીની પરવરિશ કરે છે. તેણે ‘કૌન બનેગા કરોડપતિ’ની સીઝન 9માં ખારગઢ પાસે સેક્સ વર્કર માટે ઘર બનાવવા માટે જીતીને પૈસા ભેગા કર્યા.
સુષ્મિતા સેન હાલમાં લલિત મોદી સાથેના સંબંધોને લઈને ચર્ચામાં હતી. લલિત મોદીએ પોતે સોશિયલ મીડિયા પર આ સંબંધની જાણકારી આપી હતી. પરંતુ થોડા સમય બાદ ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામના ડીપી પરથી સુષ્મિતા સાથેની તસવીર હટાવી દેવામાં આવી હતી.