અલવિદા ‘લલિત’ : મિર્ઝાપુર વેબ સિરીઝના એક્ટર બ્રહ્મ મિશ્રાનું થયુ નિધન, ફ્લેટના બાથરૂમમાંથી મળી લાશ

મુંબઈના વર્સોવા વિસ્તારમાં રહેતા અભિનેતા બ્રહ્મ મિશ્રાનું નિધન થયુ છે.32 વર્ષીય અભિનેતાની અણધારી વિદાયથી હાલ ચાહકોમાં શોકનું મોઝુ ફરી વળ્યુ.

અલવિદા 'લલિત' : મિર્ઝાપુર વેબ સિરીઝના એક્ટર બ્રહ્મ મિશ્રાનું થયુ નિધન, ફ્લેટના બાથરૂમમાંથી મળી લાશ
Brahma Mishra (File Photo)

Brahma Mishra Death :મુંબઈના વર્સોવા વિસ્તારમાં રહેતા અભિનેતા બ્રહ્મ મિશ્રાની (Brahma Mishra) લાશ તેમના ફ્લેટમાંથી મળી આવી હતી. તમને જણાવી દઈએ કે, મિશ્રાએ વેબ સિરીઝ મિર્ઝાપુરમાં (Mirzapur webseries) લલિતનું પાત્ર ભજવ્યું હતું. મિશ્રાના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

બાથરૂમમાંથી  મૃતદેહ મળી આવતા ખળભળાટ 

અભિનેતાની લાશ ફ્લેટના બાથરૂમમાંથી મળી આવી હતી. ફ્લેટમાંથી દુર્ગંધ આવતા આસપાસના લોકોએ પોલીસને (Mumbai Police) તેની જાણ કરી હતી. આ બાદ જ્યારે પોલીસે દરવાજો ખોલ્યો તો બાથરૂમમાંથી મિશ્રાનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. હાલ મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

મિર્ઝાપુરના ‘મુન્ના શુક્લા’ એ શોક વ્યક્ત કર્યો

મિર્ઝાપુરના ‘મુન્ના શુક્લા’ એટલે કે દિવ્યેન્દુ શર્માએ (Divyendu sharma)પણ બ્રહ્મ મિશ્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર બ્રહ્મા મિશ્રા સાથેનો ફોટો શેર કરતા તેણે લખ્યું, ભગવાન તમને શાંતિ આપે બ્રહ્મ મિશ્રા…. આપણો લલિત હવે નથી રહ્યો. તમે બધા તેમના માટે પ્રાર્થના કરો. મિર્ઝાપુર સિવાય બ્રહ્મ મિશ્રાએ કેસરી, માઉન્ટેન મેન ,બદ્રી કી દુલ્હનિયા, સુપર 30 અને દંગલ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ હતુ.

View this post on Instagram

A post shared by Divyenndu 💫 (@divyenndu)

લલિતની અણધારી વિદાય

તમને જણાવી દઈએ કે, બ્રહ્મ મિશ્રાએ થોડા દિવસો પહેલા જ પોતાનો 32મો જન્મદિવસ ઉજવ્યો હતો. ભોપાલના રહેવાસી બ્રહ્મ મિશ્રાનું બાળપણથી જ એક્ટર બનવાનું સપનું હતું. તેણે 2013માં આવેલી ફિલ્મ ચોર ચોર સુપર ચોરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે અક્ષય કુમારની કેસરીમાં ખુદરાદ ખાનનું પાત્ર પણ ભજવ્યું હતું.

આ પણ વાંચો : શું કેટરીનાએ સલમાન અને તેના પરિવારને આપ્યુ છે આમંત્રણ ? અર્પિતાએ આપ્યો જવાબ

આ પણ વાંચો : Birthday Special : 12 વર્ષ નાના કૃષ્ણાના પ્રેમમાં પાગલ થઇ હતી કશ્મીરા શાહ, આવી છે પ્રેમ કહાની

  • Follow us on Facebook

Published On - 5:16 pm, Thu, 2 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati