શોર્ટ ફિલ્મ ‘નટખટ’ ઓસ્કરની રેસમા, વિદ્યા બાલને કહ્યું “અશાંત વર્ષમાં સારા સમાચાર”

વિદ્યા બાલનની શોર્ટ ફિલ્મ નટખટ ઓસ્કર-2021, એકેડેમી એવોર્ડ્સ માટે સિલેક્ટ કરવામાં આવી છે. વિદ્યાએ કહ્યું "અશાંત વર્ષમાં સારા સમાચાર"

શોર્ટ ફિલ્મ 'નટખટ' ઓસ્કરની રેસમા, વિદ્યા બાલને કહ્યું અશાંત વર્ષમાં સારા સમાચાર
ફિલ્મ 'નટખટ'
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 17, 2021 | 8:22 AM

વિદ્યા બાલનની શોર્ટ ફિલ્મ નટખટ ઓસ્કર-2021, એકેડેમી એવોર્ડ્સ માટે સિલેક્ટ કરવામાં આવી છે. ફિલ્મ પ્રોડક્શન (RSVP) કંપનીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ શેર કરતા લખ્યું છે કે આ ફિલ્મને વિશ્વના ખૂણે ખૂણા સુધી પહોચાડવા માટે બનાવવામાં આવી છે. અમે સંદેશ આપવા માંગીએ છીએ કે દરેક બદલાવ પોતાના ઘરથી જ શરુ થાય છે. ઓસ્કર-2021ની શોર્ટ ફિલ્મ કેટેગરીમાં સિલેક્ટ થવાથી તેઓ ઉત્સાહિત છે.

વિદ્યા બાલને કહ્યું – અશાંત વર્ષમાં સારા સમાચાર ઓસ્કરનો રેસમાં ફિલ્મને સમાવેશ મળતા વિદ્યાએ ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે આ વર્ષ અશાંત રહ્યું પરંતુ અમારી ફિલ્મ ઓસ્કર માટે ક્વોલિફાય થઇ તે જાણીને અતિ આનંદ થયો. આ ફિલ્મ મારા હૃદયની ખૂબ નજીક છે. ફિલ્મમાં મને અભિનેતા અને નિર્માતા બંનેની ભૂમિકા ભજવવાની તક મળી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ફિલ્મના ડિરેક્ટર શાન વ્યાસે કહ્યું કે તેઓ પણ ઓસ્કરની રેસમાં પોતાની ફિલ્મને જોઇને ખુબ ખુશ છે. તેમનું માનવું છે કે જો આ ફિલ્મ શોર્ટલિસ્ટ થઇ જશે તો આપણા દેશના સિનેમા પ્રત્યે લોકોની રુચિ વધશે.

vidya balan short film natkhat selected for oscar 2021

અશાંત વર્ષમાં સારા સમાચાર – વિદ્યા

ફિલ્મની વાર્તા – બદલાવની શરૂઆત પોતાના ઘરથી ફિલ્મમાં વિદ્યાએ એક માતાનું પાત્ર ભજવ્યું છે, જેના ઘરમાં પુરુષોનું વધુ ચાલે છે. વિદ્યા શાળામાં જતા તેના પુત્ર સોનુ વિષે નોટીસ કરે છે કે તે પણ અન્ય પુરુષોની જેમ જ, મહિલાઓને ખોટી નજર અને અપમાન સાથે જુએ છે. વિદ્યા બાલન 33 મિનિટની આ ફિલ્મથી નિર્માતા તરીકેની શરૂઆત કરી છે. ફિલ્મમાં માતા-પુત્રના સંબંધો દર્શાવવામાં આયા છે. કેટલીક ઘટનાઓથી આ સંબંધો પર અસર પડે છે, પરંતુ તે બાદ બંનેનો મનમેળાપ થઇ જાય છે. 33 મિનીટની આ શોર્ટ ફિલ્મમાં આપણા સમાજમાં પ્રવર્તતા કેટલાક અવગુણોને દર્શાવવામાં આવ્યા છે.

2020 ભલે અનિશ્ચિતતાઓથી ભરેલું રહ્યું પરંતુ આ ફિલ્મ નટખટે વિશ્વભરમાં સફર ખેડ્યું. ઘણા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં વર્ચ્યુઅલ રીતે ફિલ્મ રજુ કરવામાં આવી. ફિલ્મનું પ્રીમિયર ટ્રીબેકાના We are One a Global Film Festival માં થયું હતું. તે પછી ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ સ્ટટગાર્ટમાં પણ ફિલ્મ રજુ કરવામાં આવી.

આ ફિલ્મે જર્મન સ્ટાર ઓફ ઇન્ડિયા એવોર્ડ જીત્યો. લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ, સાઉથ એશિયન ફિલ્મને ફેસ્ટિવલ, ઓર્લાન્ડો / ફ્લોરિડા ફિલ્મ ફેસ્ટિવલ માટે પણ આમંત્રણ મળ્યું હતું. ફિલ્મ મેલબોર્નમાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટીવલમાં પણ રજુ થઈ હતી. આ ફિલ્મ બેસ્ટ ઓફ ઇન્ડિયા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં વિનર રહી હતી.

આ પણ વાંચો: ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, જાણો યોજનાની સંપૂર્ણ વિગતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">