ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, જાણો યોજનાની સંપૂર્ણ વિગતો

આ યોજના હેઠળ પાકના તબક્કાઓ અને પાકને નુકસાન થાય તેવા જોખમને આવરી લેવામાં આવ્યા છે. વાવેતર કે રોપણી ન થવી, મઘ્યવર્તી આપત્તિથી ઊભા પાકમાં નુકશાન, કાપણી પછીનું નુકશાન અને સ્થાનિક આપત્તિઓ.

ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, જાણો યોજનાની સંપૂર્ણ વિગતો
Pradhan Mantri Fasal Bima Yojana
Bhavesh Bhatti

|

Jan 16, 2021 | 11:53 AM

રાજયમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના વર્ષ 2016-17ની ખરીફ, 2016 ઋતુથી ભારત સરકારની ગાઇડલાઇન મુજબ અમલી કરવામાં આવેલ છે. ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકશે અને આ યોજના હેઠળ કયા-કયા પાકોનો સમાવેશ કરવામાં આવેલ છે તેની સંપૂર્ણ માહિતી આપણે જાણીશું.

પ્રધાનમંત્રી પાક વિમાં યોજનાનો મુખ્ય હેતુ કુદરતી આપત્તિઓના કારણે થતા પાક નુકશાન સામે ખેડૂતોને વળતર આપવું. ખેડૂતની આવકને સ્થિર કરવી. ખેડૂતોને નવીન અને અધતન કૃષિ ટેકનીકો વાપરતા કરવા. કૃષિમાં ધિરાણનો પ્રવાહ જાળવી રાખવો. પ્રઘાનમંત્રી પાક વિમા યોજનાનો અમલ મુખ્ય પાકો માટે ગ્રામ પંચાયત અને ગૌણ પાકો માટે તાલુકા વિમા યુનિટ તરીકે છે.

આ યોજના હેઠળ પાકના તબક્કાઓ અને પાકને નુકસાન થાય તેવા જોખમને આવરી લેવામાં આવ્યા છે. વાવેતર કે રોપણી ન થવી, મઘ્યવર્તી આપત્તિથી ઊભા પાકમાં નુકશાન, કાપણી પછીનું નુકશાન અને સ્થાનિક આપત્તિઓ. આ યોજના હેઠળ ભાગિયા કે ભાગીદાર અને ગણોત ખેડૂતો જેઓ નોટીફાઈડ વિસ્તારમાં નોટીફાઈડ પાક પકવતા હોય તેમને પણ આવરી લેવામાં આવ્યા છે. એ ખેડૂતો જેઓ મોસમી ખેતીની કામગીરી માટે નાણાંકીય સંસ્થાઓ પાસેથી નોટીફાઈડ પાક માટે ધિરાણ મેળવે છે એટલે કે ધિરાણી ખેડૂતો છે તેમને ફરજિયાતપણે આ યોજના હેઠળ આવરી લેવામાં આવે છે. જે ખેડૂતો એ ખેતી માટે ધિરાણ ન લીધું હોય, તેમને માટે આ યોજના મરજિયાત છે.

પ્રઘાનમંત્રી પાક વિમા યોજનામાં ખરીફ ઋતુના 16 અને રવિ કે ઉનાળુ ઋતુના 12 પાકો મળી કુલ 28 પાકોને આવરી લેવામાં આવ્યા છે. ખરીફઋતુ: પિયતવાળી ડાંગર, બિન-પિયત ડાંગર, મકાઈ, જુ઼વાર, રાગી એટલે કે નાગલી, તુવેર, મગ, મઠ, અડદ, મગફળી, તલ, એરંડા, બાજરી, પિયતવાળો કપાસ, બિન-પિયત કપાસ અને કેળ. રવી કે ઉનાળુ ઋતુનાં પાક: પિયતવાળા ઘઉં, બિનપિયત ઘઉં, ચણા, રાઈ, બટાકા, લસણ, ડુંગળી, જીરૂ, વરીયાળી, ઇસબગુલ, ઉનાળુ બાજરી અને ઉનાળુ મગફળી.

ઘિરાણી અને બિન-ઘિરાણી ખેડૂતો માટે વિમિત રાશિ એટલે કે સમ ઇન્સયોર્ડ પ્રતિ હેકટર સમાન છે અને તે ડીસ્ટ્રીકટ લેવલ ટેકનિકલ કમિટી દ્વારા નક્કી થયેલ સ્કેલ ઓફ ફાઇનાન્સ જેટલી છે. પ્રઘાનમંત્રી પાક વિમા યોજનામાં હેઠળ વિમા કંપની દ્વારા વાસ્તવિક પ્રિમિયમ દર લગાવવામાં આવશે. જયારે ખેડૂતોએ ખરીફ ઋતુના પાકો માટે 2ટકા, રવિ કે ઉનાળુ પાકો માટે 1.5ટકા અને વાર્ષિક વાણિજ્યક અને બાગાયતી પાકો માટે ફકત 5ટકા જ પ્રિમિયમ ભરવાનું રહે છે. જયારે વાસ્તવિક પ્રિમિયમ દર અને ખેડૂતોએ ભરવાના થતા પ્રિમિયમના તફાવતની રકમ પ્રિમિયમ સબસીડી તરીકે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર સરખે હિસ્સે ચુકવશે.

યોજનાનો લાભ લેવા માટે નોટીફાઈડ વિસ્તારમાં નોટીફાઈડ પાક વાવતા ખેડુતોએ નિયત સમય મર્યાદામાં Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેની પ્રિંટેડ નકલ નિયત સમયમર્યાદામાં સંબંધિત નાણાકીય સંસ્થા કે બેંકમાં રજૂ કરી પ્રિમિયમની રકમ કપાવવાની રહેશે. તેના આધારે યોજનાની અમલકર્તા સંસ્થા બેંક મારફતે પ્રિમિયમ સ્વીકારશે, દાવાઓની ગણતરી કરી નિયમોનુસાર મળવાપાત્ર દાવાઓ મંજુર કરશે અને નોડલ બેંક મારફતે ખેડૂતોના ખાતામાં પાક વિમાના દાવાની રકમ જમા કરાવશે. ખેડુતો નાણાંકીય સંસ્થા કે બેંકના સહયોગથી ઓનલાઇન અરજી પણ કરી શકે છે.

આ પણ વાંચો: નોકરી છોડવા વિચારી રહ્યા છો? જાણી લો આ વાત નહી તો થશે મોટું નુકશાન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati