ઉત્તર પ્રદેશ: મુરાદાબાદના હિતેશ માટે Sonu Sood બન્યા મસીહા, યુવકને એરલિફ્ટ કરાવીને સારવાર માટે મોકલ્યો હૈદરાબાદ

મોટો ભાઈ હિતેશ અને નાના ભાઈ અંકિત હોસ્પિટલમાં એડમિટ હતા. જ્યાં ચેપ લાગવાના કારણે અંકિતના પગ કાપવા પડ્યા. તે જ સમયે, બે મહિનાથી મુરાદાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ હિતેશના ફેફસા ખરાબ થઈ ગયા હતા.

ઉત્તર પ્રદેશ: મુરાદાબાદના હિતેશ માટે Sonu Sood બન્યા મસીહા, યુવકને એરલિફ્ટ કરાવીને સારવાર માટે મોકલ્યો હૈદરાબાદ
Sonu Sood
TV9 GUJARATI

| Edited By: Hiren Buddhdev

Jul 18, 2021 | 6:13 PM

કોરોના (covid-19) ની પ્રથમ લહેર દરમિયાન, દેશમાં જો લોકોને ખરેખર કોઈની પાસેથી મદદની ઉમ્મીદ હતી. તો તે સોનુ સૂદ (Film actor Sonu Sood) હતા. સોનુએ મસીહા બનીને લોકડાઉન દરમિયાન ફસાયેલા લોકોને મદદ કરી હતી. ફરી એકવાર સોનુએ ઉત્તર પ્રદેશના મુરાદાબાદના હિતેશની મદદ કરી છે. હિતેશની બહેન રેનૂએ ટ્વીટ કરીને સોનુ સૂદની મદદ માંગી હતી. બહેનના કહેવાથી સોનુ સૂદે ભાઈ હિતેશને એર એમ્બ્યુલન્સ દ્વારા હૈદરાબાદ ખસેડ્યો, જ્યાં હિતેશના ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

મુરાદાબાદની ડૉ. રામસ્વરૂપ કોલોનીમાં રહેતા સુમન શર્માનો આખો પરિવાર કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમિત થઈ ગયો હતો. તેને બે પુત્ર અને બે પુત્રી છે. એપ્રિલમાં સૌ પ્રથમ તેમનો મોટા પુત્ર હિતેશ સંક્રમિત થયો હતો. આ પછી પરિવારના અન્ય સભ્યો પોઝિટિવ બન્યા. સુમન શર્માનું 6 મેના રોજ નિધન થયું હતું. એક દિવસ પછી આઠ મેના રોજ તેમની પત્ની અરુણા શર્માનું પણ નિધન થયું.

નાના પુત્ર અંકિતના કાપવા પડ્યા પગ

મોટો પુત્ર હિતેશ અને નાનો પુત્ર અંકિતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ચેપ લાગવાના કારણે અંકિતના પગ કાપવા પડ્યા હતા. તે જ સમયે, બે મહિનાથી મુરાદાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ હિતેશનાં ફેફસા ખરાબ થઈ ગયા હતા. બાદમાં હિતેશને નોઈડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હિતેશની મોટી બહેન રેખા અને નાની બહેન રેનુને કંઈ સમજ પડતી ન હતી.

બહેને સોનૂ સૂદને કર્યું ટ્વિટ

ભાઈની સમસ્યા જોઈને બંને બહેનોને કંઇ સમજાઈ રહ્યું ન હતું. જે બાદ નાની બહેન રેનુંએ 11 જુલાઈએ ટ્વીટ કરીને સોનુ સૂદને મદદ માટે વિનંતી કરી હતી. તેણે તેના ભાઈની હાલત જણાવી તેણે લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે મદદ માંગી. 12 જુલાઈએ ટ્વીટ વાંચ્યા પછી, સોનુ મદદ માટે આગળ આવ્યા. સોનુએ 15 જુલાઇએ હિતેશને એર એમ્બ્યુલન્સ દ્વારા હૈદરાબાદની યશોદા હોસ્પિટલમાં ખસેડ્યો, જ્યાં હિતેશની સારવાર શરૂ કરવામાં આવી છે.

16 કલાકમાં મદદ માટે સોનુએ લંબાવ્યો હાથ

અભિનેતા સોનુ સૂદે હિતેશની મદદ કરવામાં મોડું કર્યું નહીં. રેનુના ટ્વિટ પછી જ સોનુ સૂદની એનજીઓએ તેની પ્રક્રિયા શરૂ કરી દિધી હતી. સોનૂ સૂદે 16 કલાક પછી વ્યવસ્થા પૂર્ણ કરીને ટ્વીટ કર્યું હતી. ટ્વીટ કરીને એર એમ્બ્યુલન્સથી હૈદરાબાદ ખસેડવાની વાત કરી હતી. 79 કલાક પછી સોનુ સૂદે હિતેશને એરલિફ્ટ પણ કરાવી દિધો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati