AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“બીજું બાળક પેદા કરી લો, આમાં બહુ મજા આવે…” 50 વર્ષીય હોસ્ટ કોના પર ભડકી? કહ્યું, આવી સલાહ તમારી પાસે જ રાખો

જાણીતી હોસ્ટ અને અભિનેત્રીએ તાજેતરમાં પોતાના જીવન સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે ગર્ભાવસ્થા સમયે કામના સ્થળે વેઠવી પડેલી મુશ્કેલીઓ અને મહિલાઓ પ્રત્યે સમાજના વલણ વિશે ખુલ્લીને વાત કરી છે. જણાવી દઈએ કે, ટીવી ઇન્ડસ્ટ્રીનો આ જાણીતો ચહેરો અવારનવાર પોતાના સ્પષ્ટ વિચારો માટે ચર્ચામાં રહે છે.

બીજું બાળક પેદા કરી લો, આમાં બહુ મજા આવે... 50 વર્ષીય હોસ્ટ કોના પર ભડકી? કહ્યું, આવી સલાહ તમારી પાસે જ રાખો
| Updated on: Aug 22, 2026 | 7:25 PM
Share

નાના પડદાની જાણીતી હોસ્ટ મિની માથુરે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, ગર્ભાવસ્થા દરમિયાન તેને શોમાંથી બહાર કરી દેવામાં આવી હતી. એવામાં હવે એક વાતચીતમાં મિનીએ એવા પુરુષો પર રોષ ઠાલવ્યો છે, જેઓ મહિલાઓ વિશે બિનજરૂરી ટિપ્પણીઓ કરે છે અને તેમને બાળકો પેદા કરવા અંગે પૂછતા રહે છે. મિનીએ આવા પુરુષોને તેમની સલાહ પોતાની પાસે જ રાખવા કહ્યું છે.

પુરુષોએ મહિલાઓને શું ન કહેવું જોઈએ?

હાલમાં જ 50 વર્ષીય મિની માથુરે ‘હૉટરફ્લાય’ ના પોડકાસ્ટ ‘ધ મેલ ફેમિનિસ્ટ’ પર વાતચીત કરી હતી. આ દરમિયાન મિનીને સવાલ કરવામાં આવ્યો હતો કે, પુરુષોએ મહિલાઓને શું ન કહેવું જોઈએ? આના પર તેમણે સ્પષ્ટ જવાબ આપતાં કહ્યું કે, ‘તમે થાકેલા લાગો છો, શું તમને ઊંઘ નથી આવી? તમારું વજન વધી ગયું, તમારું વજન ઘટી ગયું, શું થયું? શારીરિક બનાવટ પર ટિપ્પણી કરવી. પુરુષ અને મહિલા બંને તરફથી આ પ્રકારની ટિપ્પણીઓ યોગ્ય નથી. મેં તમને એ પરવાનગી ક્યારે આપી કે, તમે મારા શરીરને જુઓ અને તેના પર નિવેદનબાજી કરો?’

‘તમારી સલાહ’ તમારી પાસે રાખો

મિનીએ આગળ પુરુષોને કહ્યું કે, શારીરિક અને ભાવનાત્મક અંતર જાળવવું જરૂરી છે. મિનીએ એવા પુરુષોને પોતાની સલાહ પોતાની પાસે જ રાખવા કહ્યું છે, જે મહિલાઓને બાળકો અથવા બાળક પેદા કરવા વિશે પૂછે છે.

મિનીએ કહ્યું, ‘થોડું અંતર જાળવો. મહિલાઓને એ પૂછવું કે, ‘બાળકોનું શું? એક બીજું બાળક કરી લો, આમાં ખૂબ મજા આવે છે.’ આવી બધી સલાહ તમારી પાસે જ રાખો… જ્યારે પૂછવામાં આવે ત્યારે જ જવાબ આપવો જોઈએ.’

આ વાતથી ચીડાય છે ‘મિની માથુર’

મિની માથુરે આગળ કહ્યું કે, તેમને એ વાતથી ચીડ થાય છે જ્યારે પુરુષો મહિલાઓને હાઉસવાઈફ કે હોમમેકર કહે છે. જો કે, પોતાની જાતને હોમમેકર કહેવા પર મિની ગર્વ અનુભવે છે. મિનીએ કહ્યું કે, ‘હું કામ પણ કરું છું. મારાથી એ પૂછવાની હિંમત ન કરો કે, હું કામ કેમ નથી કરી રહી? જેના વિશે તમને માહિતી પણ નથી, હું એવી ઘણી બાબતો પર કામ કરી રહી છું.’

મિની માથુર વિશે જાણો

મિની માથુરે હોસ્ટ તરીકે પાંચ વર્ષ સુધી MTV સાથે કામ કર્યું છે. જો કે, મિનીની ગર્ભાવસ્થા વખતે તેને બહાર કરી દેવામાં આવી હતી. આ સિવાય મિનીએ ઈન્ડિયન આઈડલ પણ હોસ્ટ કર્યું છે. જો કે, બીજી ગર્ભાવસ્થા દરમિયાન તેને આ શોથી પણ હાથ ધોવા પડ્યા હતા. તમને જણાવી દઈએ કે, મિનીએ તાજેતરમાં જ રિયાલિટી શો અલાયન્સનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

બોલિવુડનો સુપરસ્ટાર બન્યો ‘ખેડૂત’! કઈ ખુશીમાં ખરીદ્યું પોતાનું ખેતર? વીડિયોમાં આપ્યો ખુલાસો ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">