AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવુડનો સુપરસ્ટાર બન્યો ‘ખેડૂત’! કઈ ખુશીમાં ખરીદ્યું પોતાનું ખેતર? વીડિયોમાં આપ્યો ખુલાસો ?

વરુણ ધવને ખેતર ખરીદ્યું છે. તેણે ખેતરમાં ચા અને બિસ્કિટનો આનંદ માણતો એક વીડિયો શેર કર્યો છે. તે તેની સૌથી મોટી સિદ્ધિ ગણાવી છે. વધુમાં તે કહે છે કે આ ખેતર મેં કેમ ખરીદી કર્યું તે પૂછતા નહીં.

બોલિવુડનો સુપરસ્ટાર બન્યો ‘ખેડૂત’! કઈ ખુશીમાં ખરીદ્યું પોતાનું ખેતર? વીડિયોમાં આપ્યો ખુલાસો ?
Varun Dhawan FarmImage Credit source: Instagram | @varundvn
| Updated on: Aug 22, 2026 | 12:28 PM
Share

અભિનેતા વરુણ ધવને તેના જીવનમાં એક નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી છે. તેણે ખેતર ખરીદ્યું હોવાની જાહેરાત કરી છે. તેણે ચાહકોને ખેતરનો નજારો બતાવ્યો છે. તે તેમાં ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું, “મેં ખેતર ખરીદ્યું છે.”

વરુણના ખેતરની ઝલક

વીડિયોમાં વરુણ ધવન કહે છે, “હું તમારી સાથે એક ન્યૂઝ શેર કરવા માગું છું. આ મારી જિંદગીની સૌથી મોટી ઉપલબ્ધિ છે. મેં એક ખેતર લીધું છે. આ ખેતર મેં ખરીદી લીધું છે અને શા માટે લીધું તે પૂછતા નહીં. બસ અહીં ઊભા રહીને ચા-બિસ્કિટનો આનંદ માણવો અને હવામાનની મજા લેવી. ખૂબ મજેદાર છે.”

વીડિયોમાં વરુણ હાથમાં ચાનો કપ લઈને જોવા મળે છે. તેમણે બ્રાઉન રંગનું શર્ટ અને પેન્ટ પહેર્યું છે તથા બૂટ્સ પહેર્યા છે. વરુણના આ વીડિયો પર ફેન્સ સતત કોમેન્ટ કરીને તેમને અભિનંદન આપી રહ્યા છે.

વરુણ ધવનની જર્ની

વરુણ ધવને 2010માં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તે માય નેમ ઇઝ ખાન ફિલ્મમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. 2012 માં, તે સ્ટુડન્ટ ઓફ ધ યર થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ હતા. આ ફિલ્મ કરણ જોહર દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી હતી અને તેને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. વરુણ ધવનના અભિનયની ચાહકો દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.

ત્યારથી વરુણ મૈં તેરા હીરો, બદલાપુર, હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, એબીસીડી 2, દિલવાલે, જુડવા 2, બદ્રીનાથ કી દુલ્હનિયા, સુઈ ધાગા,” નવાબઝાદે, કલંક, સ્ટ્રીટ ડાન્સર્સ 3D, કૂલી નંબર 1, એન્ટિમ, જુગ જુગ જિયો, ભેડિયા, બાવલ, બેબી જોન અને બોર્ડર 2 જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે

વરુણ ધવનની પર્સનલ લાઇફ

પર્સનલ લાઇફની વાત કરીએ તો વરુણ ધવને નતાશા દલાલ સાથે લગ્ન કર્યા છે. બંને એક દીકરીના માતા-પિતા છે. તેની દીકરીનું નામ લારા ધવન છે. વરુણે હજુ સુધી દીકરીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો નથી.

View this post on Instagram

A post shared by VarunDhawan (@varundvn)

આ પણ વાંચો, Trending Video : બ્રેડ ખાવાથી ખરેખર કેન્સર થાય છે? વાયરલ દાવામાં કેટલું સત્ય છે ! જાણો

Follow Us
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
g clip-path="url(#clip0_868_265)">