AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભાજપનું Gen-Z યુવા મતદાર અભિયાન, હર્ષ સંઘવીને મળી ખાસ જવાબદારી, જુઓ Video

ભાજપે યુવા મતદારો અને Gen-Z સુધી પહોંચવા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. આ હેતુસર રચાયેલી ખાસ ટીમમાં ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

Breaking News : ભાજપનું Gen-Z યુવા મતદાર અભિયાન, હર્ષ સંઘવીને મળી ખાસ જવાબદારી, જુઓ Video
| Updated on: Aug 22, 2026 | 7:20 PM
Share

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા આગામી દિવસોમાં દેશભરના યુવા મતદારો અને ખાસ કરીને Gen-Z તરીકે ઓળખાતા વર્ગ સુધી પહોંચવા માટે એક વ્યાપક અને વિશેષ આઉટરીચ અભિયાન શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. દિલ્હીમાં યોજાયેલી બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ યુવા મતદારો, ખાસ કરીને પ્રથમવાર મતદાન કરનારા યુવાનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો અને તેમની આકાંક્ષાઓ, અપેક્ષાઓ તથા મુદ્દાઓને સમજવાનો છે.

આ હેતુસર, ભાજપે એક ખાસ ટીમની રચના કરી છે, જેમાં ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હર્ષ સંઘવીને આ ટીમના ભાગરૂપે ખુબ જ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ હવે દેશના યુવા મતદારો અને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. આ ટીમમાં હર્ષ સંઘવી ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, વિનોદ તાવડે, નિતિન નવીન અને ઓ.પી. ચૌધરી જેવા અનુભવી નેતાઓ પણ સામેલ છે.

આ અભિયાન દ્વારા ભાજપનો પ્રયાસ યુવા પેઢી સાથે ગાઢ સંબંધ બાંધવાનો છે. Gen-Z એ એક એવી જનરેશન છે જે આગામી સમયમાં ભારતીય રાજકારણનું ભાવિ નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ટીમ ચર્ચાઓ, યુવા સંવાદ કાર્યક્રમો, સોશિયલ મીડિયા કેમ્પેઇન અને વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી યુવાનો સાથે જોડાવાનો પ્રયાસ કરશે. Gen-Z સુધી ભાજપની વિચારધારા, પક્ષની નીતિઓ, અને કેન્દ્ર તથા રાજ્ય સરકારો દ્વારા લેવાયેલી વિવિધ પહેલો તથા વિકાસ કાર્યોની માહિતી પહોંચાડવાની જવાબદારી આ ટીમને સોંપવામાં આવી છે.

તાજેતરમાં જ “મોદી એટ ધ રેટ 25” કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કરેલા પ્રસ્તુતિ કરણ બાદ, રાષ્ટ્રીય સ્તરે ભાજપની રણનીતિમાં તેમનું કદ વધી રહ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. Gen-Z આઉટરીચ ટીમમાં તેમનો સમાવેશ એ દર્શાવે છે કે પક્ષ તેમને યુવા ચહેરા તરીકે રાષ્ટ્રીય સ્તરે પ્રમોટ કરવા માંગે છે. આ નવી જવાબદારીથી ગુજરાત બહાર પણ તેમની રાજકીય ભૂમિકા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

ભાજપના આ મેગા Gen-Z આઉટરીચ પ્લાનને એક મહત્વપૂર્ણ રાજકીય પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ અભિયાન યુવા મતદારો સાથે કેટલો સંબંધ સ્થાપી શકશે અને પ્રથમવારના મતદારોના મુદ્દાઓને ભાજપ કેટલું મહત્વ આપશે તે જોવું રસપ્રદ રહેશે. આ પહેલ દ્વારા ભાજપ ભવિષ્યના મતદારોને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે, જે આગામી ચૂંટણીઓમાં પક્ષ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

અમેરિકામાં આરોગ્ય હેલ્થકેરનો વધતો ખર્ચ લોકો માટે બન્યો ચિંતાનો વિષય, 2027માં હજુ વધી શકે છે બોજ

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">